Surah Al-Ma'idha

સૂરહ અલ માઈદહ

રૂકૂઅ : ૪

આયત ૨૦ થી ૨૬


وَ اِذْ قَالَ مُوْسٰى لِقَوْمِهٖ یٰقَوْمِ اذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَیْكُمْ اِذْ جَعَلَ فِیْكُمْ اَنْۢبِیَآءَ وَ جَعَلَكُمْ مُّلُوْكًا ۖۗ وَّ اٰتٰىكُمْ مَّا لَمْ یُؤْتِ اَحَدًا مِّنَ الْعٰلَمِیْنَ (20)

(૨૦) અને યાદ કરો જયારે મૂસા (અ.સ.) એ પોતાની કોમથી કહ્યું, “હે મારી કોમના લોકો! અલ્લાહ (તઆલા)ના તે અહેસાન (ઉપકાર)ને યાદ કરો કે તેણે તમારામાંથી પયગંબર બનાવ્યા અને તમને રાજ્ય પ્રદાન કર્યું, અને તમને તે પ્રદાન કર્યું જે સમગ્ર દુનિયામાં કોઈને પ્રદાન કર્યુ ન હતું,”


یٰقَوْمِ ادْخُلُوا الْاَرْضَ الْمُقَدَّسَةَ الَّتِیْ كَتَبَ اللّٰهُ لَكُمْ وَ لَا تَرْتَدُّوْا عَلٰۤى اَدْبَارِكُمْ فَتَنْقَلِبُوْا خٰسِرِیْنَ (21)

(૨૧)મારી કોમવાળાઓ! તે પવિત્ર ધરતીમાં દાખલ થાઓ, જેને અલ્લાહ (તઆલા)એ તમારા નામે લખી દીધી છે, અને પોતાની પીઠ ન દેખાડો કે નુકસાનમાં પડી જશો.


قَالُوْا یٰمُوْسٰۤى اِنَّ فِیْهَا قَوْمًا جَبَّارِیْنَ ۖۗ وَ اِنَّا لَنْ نَّدْخُلَهَا حَتّٰى یَخْرُجُوْا مِنْهَا ۚ فَاِنْ یَّخْرُجُوْا مِنْهَا فَاِنَّا دٰخِلُوْنَ (22)

(૨૨) તેમણે જવાબ આપ્યો, “હે મૂસા! ત્યાં તો શક્તિશાળી લડાકુ કોમ છે અને જ્યાં સુધી તેઓ ત્યાંથી નીકળી ન જાય, અમે તો કદી પણ નહિ જઈએ, જો તેઓ ત્યાંથી નીકળી જાય તો અમે (ખુશીથી) ત્યાં જતા રહીશું.”


قَالَ رَجُلٰنِ مِنَ الَّذِیْنَ یَخَافُوْنَ اَنْعَمَ اللّٰهُ عَلَیْهِمَا ادْخُلُوْا عَلَیْهِمُ الْبَابَ ۚ فَاِذَا دَخَلْتُمُوْهُ فَاِنَّكُمْ غٰلِبُوْنَ ۚ٥ وَ عَلَى اللّٰهِ فَتَوَكَّلُوْۤا اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ (23)

(૨૩) પરંતુ જેઓ અલ્લાહથી ડરી રહ્યા હતા તેમનામાંથી બે પુરૂષોએ કહ્યું જેમના ઉપર અલ્લાહે ઈનઆમ કર્યુ કે તમે તેમના ૫૨ દરવાજાથી દાખલ થઈ જાઓ, જ્યારે દાખલ થઈ જશો તો તમે જ પ્રભાવી રહેશો અને જો ઈમાન રાખતા હોવ તો અલ્લાહ ૫૨ જ ભરોસો રાખો.


قَالُوْا یٰمُوْسٰۤى اِنَّا لَنْ نَّدْخُلَهَاۤ اَبَدًا مَّا دَامُوْا فِیْهَا فَاذْهَبْ اَنْتَ وَ رَبُّكَ فَقَاتِلَاۤ اِنَّا هٰهُنَا قٰعِدُوْنَ (24)

(૨૪) તેમણે કહ્યું કે, “હે મૂસા! અમે કદી પણ ત્યાં જઈશું નહિ જયાં સુધી તેઓ તેમાં રહેશે, એટલા માટે તમે અને તમારો રબ બંને જઈને લડો અમે અહીંયા બેસ્યા છીએ.”


قَالَ رَبِّ اِنِّیْ لَاۤ اَمْلِكُ اِلَّا نَفْسِیْ وَ اَخِیْ فَافْرُقْ بَیْنَنَا وَ بَیْنَ الْقَوْمِ الْفٰسِقِیْنَ (25)

(૨૫) તેણે (મૂસા) એ કહ્યું, “મારા રબ! હું ફક્ત મારા પર અને મારા ભાઈ (હારૂન) ૫૨ હક રાખુ છું એટલા માટે અમારા અને ફાસિકોના વચ્ચે જુદાઈ કરી દે.”


قَالَ فَاِنَّهَا مُحَرَّمَةٌ عَلَیْهِمْ اَرْبَعِیْنَ سَنَةً ۚ یَتِیْهُوْنَ فِی الْاَرْضِ ؕ فَلَا تَاْسَ عَلَى الْقَوْمِ الْفٰسِقِیْنَ ۧ (26)

(૨૬) તેણે (અલ્લાહે) કહ્યું, “આ ચાલીસ વર્ષ સુધી તેમના ૫૨ હરામ છે, તેઓ ધરતી પર ભટકતા કરશે, એટલા માટે તમે (મૂસા) ફાસિકો ૫૨ અફસોસ ન કરો.” (ع-)