Surah Al-Mursalat
સૂરહ અલ-મુરસલાત
રૂકૂઅ : ૨
આયત ૪૧ થી ૫૦
اِنَّ الْمُتَّقِیْنَ فِیْ ظِلٰلٍ وَّ عُیُوْنٍ ۙ (41)
(૪૧) બેશક સદાચારી (નેક) લોકો છાંયડાઓમાં હશે અને વહેતી નહેરોમાં (હશે)
وَّ فَوَاكِهَ مِمَّا یَشْتَهُوْنَ ؕ (42)
(૪૨) અને તે ફળોમાં જેની તેઓ ઈચ્છા રાખે.
كُلُوْا وَ اشْرَبُوْا هَنِیْٓئًۢا بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ (43)
(૪૩) (હે જન્નતવાળાઓ!) ખાઓ-પીઓ મજાથી, તમારા કરેલા કર્મોના બદલે.
اِنَّا كَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ (44)
(૪૪) બેશક અમે નેકી કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
وَیْلٌ یَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِیْنَ (45)
(૪૫) તે દિવસે જૂઠાડનારાઓ માટે વિનાશ છે.
كُلُوْا وَ تَمَتَّعُوْا قَلِیْلًا اِنَّكُمْ مُّجْرِمُوْنَ (46)
(૪૬) (હે જૂઠાડનારાઓ ! ) તમે (દુનિયામાં) થોડું ખાઈ-પી લો અને ફાયદાઓ ઉઠાવી લો, હકીકતમાં તમે ગુનેહગાર છો.
وَیْلٌ یَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِیْنَ (47)
(૪૭) તે દિવસે જૂઠાડનારાઓ માટે વિનાશ છે.
وَ اِذَا قِیْلَ لَهُمُ ارْكَعُوْا لَا یَرْكَعُوْنَ (48)
(૪૮) તમને જ્યારે કહેવામાં આવે છે ઝૂકી જાઓ (અલ્લાહ સમક્ષ) તો નથી ઝૂકતા.
وَیْلٌ یَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِیْنَ (49)
(૪૯) તે દિવસે જૂઠાડનારાઓ માટે વિનાશ છે.
فَبِاَیِّ حَدِیْثٍۭ بَعْدَهٗ یُؤْمِنُوْنَ ۧ (50)
(૫૦) હવે આ (કુરઆન)ના પછી કઈ વાત પર ઈમાન લાવશો ? (ع-૨)