(૭૧) પછી તે બંને ચાલ્યા ત્યાં સુધી કે એક નૌકામાં સવાર થયા, (ખીજરે) તેના પાટિયાં તોડી નાખ્યા (મૂસાએ) કહ્યું, “શું તમે તેને તોડી રહ્યા છો કે નૌકાવાળાઓને ડૂબાડી દો, તમે તો ઘણું અયોગ્ય[1] કામ કર્યું.”
(૭૨) (ખીજરે) જવાબ આપ્યો કે, “મેં તો પહેલાથી જ તમને કહી દીધુ હતું કે તમે મારા સાથે કદી સબ્ર નહિ કરી શકો.”
(૭૩) (મૂસાએ) જવાબ આપ્યો કે, “મારી ભૂલ પર મને ન પકડો અને મને મારા વિશે પરેશાનીમાં ન નાખો.”[1]
(૭૪) ફરી બંને ચાલ્યા ત્યાં સુધી કે એક બાળક[1] મળ્યો, (ખીજરે) તેને મારી નાખ્યો, (મૂસાએ) કહ્યું કે, “તમે એક પવિત્ર રૂહને વગર કોઈ જીવના બદલે મારી નાખ્યો? બેશક તમે તો ઘણું ખરાબ કામ કર્યું.”
(૭૫) તે કહેવા લાગ્યા, “શું મેં તમને કહ્યું ન હતું કે તમે મારા સાથે રહીને કદી પણ સબ્ર કરી શકશો નહિં ? ”
(૭૬) (મૂસાએ) જવાબ આપ્યો કે, “જો હવે આના પછી હું તમને કોઈ વસ્તુના વિશે પ્રશ્ન કરું તો બેશક તમે મને પોતાના સાથે ન રાખશો, બેશક મારા તરફથી[1] તમે (હદ) કારણ સુધી પહોંચી ચૂક્યા.”
(૭૭) પછી બંને ચાલ્યા, એક વસ્તીના લોકો પાસે આવીને તેમના પાસે ભોજન માંગ્યુ, તેઓએ તેમની મહેમાનગતિથી ઈન્કાર કરી દીધો, બંનેએ એક દિવાલને જોઈ જે પડવા જેવી થઈ ગઈ હતી, તેણે તેને સીધી કરી દીધી,[1] (મૂસા) કહેવા લાગ્યા કે, “જો તમે ચાહતા તો તેના પર મજદૂરી લઈ શકતા હતા.”
(૭૮) તેમણે કહ્યું, “બસ, આ જુદાઈ છે મારા અને તમારા વચ્ચે, હવે હું તમને તે વાતોની હકીકત બતાવીશ જેના પર તમે ધીરજ ન રાખી શક્યા.[1]
(૭૯) નૌકા તો કેટલાક ગરીબોની હતી જેઓ નદીમાં કામ કરતા હતા, મેં તેમાં થોડીક તોડફોડ કરવાનો ઈરાદો કરી લીધો, કેમકે આગળ એક એવો રાજા હતો જે દરેક સારી નૌકાને બળજબરીપૂર્વક લઈ લેતો હતો.
(૮૦) અને તે નવયુવાનના માતાપિતા ઈમાનવાળા હતા, અમને ડર હતો કે ક્યાંક તેમને પોતાની દુષ્ટતા અને અધર્મથી મજબૂર અને પરેશાન ન કરી દે.
(૮૧) એટલા માટે અમે ચાહ્યું કે તેમને તેમનો રબ તેના બદલામાં તેનાથી પવિત્ર અને તેનાથી વધારે વહાલો અને પ્રેમાળ બાળક પ્રદાન કરે.
(૮૨) અને દિવાલનો મામલો એ છે કે તે શહેરમાં બે અનાથ બાળકો છે જેમનો ખજાનો તેમની આ દિવાલ નીચે દટાયેલો છે, તેમનો પિતા ઘણો નેક માણસ હતો, તો તમારો રબ ચાહતો હતો કે આ બંને અનાથો યુવાન વયે પહોંચી પોતાનો આ ખજાનો તમારા રબની દયા અને કૃપાથી કાઢી લે, મેં પોતાના ઈરાદા (અને ઈચ્છા)થી કોઈ કામ નથી કર્યુ, આ હકીક્ત છે તે ઘટનાઓની જેના પર તમે સબ્ર ન કરી શક્યા.” (ع-૧૦)