(૧) (આ) અલ્લાહ અને તેના રસૂલના તરફથી બરાઅત (સંધિની સમાપ્તિ)નું એલાન છે[1] તે મુશરિકોના માટે જેમના સાથે તમે સંધિ કરી હતી.
(૨) એટલા માટે (હે મુશરિકો!) તમે દેશમાં ચાર મહિના મુસાફરી કરી લો અને જાણી લો કે તમે અલ્લાહને વિવશ કરી શકતા નથી અને અલ્લાહ કાફિરોને અપમાનિત કરનાર છે.
(૩) અલ્લાહ અને તેના રસૂલના તરફથી હજ્જ અકબરના દિવસે[1] સ્પષ્ટ એલાન છે કે અલ્લાહ મુશરિકોથી વિમુખ છે અને તેનો રસૂલ પણ, જો હજુ પણ તમે તૌબા કરી લો તો તમારા માટે બહેતર છે અને જો તમે મોઢું ફેરવી લો તો જાણી લો કે તમે અલ્લાહને વિવશ કરી શકવાના નથી અને કાફિરોને સખત સજાની જાણ કરી દો.
(૪) પરંતુ તે મુશરિકો જેમના સાથે તમે સંધિ કરી લીધી છે, અને તેઓએ તમને થોડું પણ નુકસાન નથી પહોંચાડ્યું, અને તમારા વિરુધ્ધ કોઈની મદદ નથી કરી તો તમે પણ સંધિની મુદ્દત તેમના સાથે પૂરી કરો, બેશક અલ્લાહ પરહેઝગારોથી મોહબ્બત કરે છે.
(૫) પછી હુરમતવાળા મહિનાઓ[1] પૂરા થતાં જ મુશરીકોને જ્યાં જુઓ કતલ કરો, તેમને કેદી બનાવો, તેમનો ઘેરાવ કરો, અને તેમની ઘાતમાં દરેક ઘાટી પર જઈ બેસો, પરંતુ જો તેઓ તૌબા કરી લે અને નમાઝ પાબંદીથી પઢવા લાગે અને ઝકાત આપવા લાગે તો તમે તેમનો રસ્તો છોડી દો, બેશક અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે.
(૬) જો મુશરિકોમાંથી કોઈ તમારા પાસે પનાહ માગે તો તમે તેને પનાહ આપી દો, ત્યાં સુધી કે તે અલ્લાહની વાણી સાંભળી લે પછી તેને તેના સલામત સ્થળ સુધી પહોંચાડી દો,[1] એટલા માટે કે તે લોકો અજાણ છે.[2] (ع-૧)