Surah Az-Zukhruf

સૂરહ અઝ્-ઝુખરુફ

રૂકૂ : ૩

આયત ૨૬ થી ૩૫

وَ اِذْ قَالَ اِبْرٰهِیْمُ لِاَبِیْهِ وَ قَوْمِهٖۤ اِنَّنِیْ بَرَآءٌ مِّمَّا تَعْبُدُوْنَ ۙ (26)

(૨૬) અને જ્યારે ઈબ્રાહીમ (અ.સ.) એ પોતાના પિતાને અને પોતાની કોમને કહ્યું કે, “હું આ વાતોથી અલગ છું જેની તમે બંદગી કરો છો.


اِلَّا الَّذِیْ فَطَرَنِیْ فَاِنَّهٗ سَیَهْدِیْنِ (27)

(૨૭) સિવાય તે શક્તિના જેણે મને પેદા કર્યો છે અને તે જ મારું માર્ગદર્શન પણ કરશે.”


وَ جَعَلَهَا كَلِمَةًۢ بَاقِیَةً فِیْ عَقِبِهٖ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ (28)

(૨૮) અને ઈબ્રાહીમ (અ.સ.) તેને પોતાની સંતાનમાં પણ બાકી રહેવાવાળી વાત કાયમ કરી ગયા જેથી લોકો (શિર્કથી) બચતા રહે.


بَلْ مَتَّعْتُ هٰۤؤُلَآءِ وَ اٰبَآءَهُمْ حَتّٰى جَآءَهُمُ الْحَقُّ وَ رَسُوْلٌ مُّبِیْنٌ (29)

(૨૯) પરંતુ મેં તે લોકોને અને તેમના પૂર્વજોને સામાન (અને જરીઓ) પ્રદાન કર્યો, ત્યાં સુધી કે તેમના પાસે સત્ય અને સ્પષ્ટ રૂપે સંભળાવનાર રસૂલ આવી ગયો.


وَ لَمَّا جَآءَهُمُ الْحَقُّ قَالُوْا هٰذَا سِحْرٌ وَّ اِنَّا بِهٖ كٰفِرُوْنَ (30)

(૩૦) અને સત્ય પહોંચતા જ લોકો બોલી પડ્યા કે આ તો જાદૂ છે, અને અમે આનો ઈન્કાર કરનારા છીએ.


وَ قَالُوْا لَوْ لَا نُزِّلَ هٰذَا الْقُرْاٰنُ عَلٰى رَجُلٍ مِّنَ الْقَرْیَتَیْنِ عَظِیْمٍ (31)

(૩૧) અને કહેવા લાગ્યા કે આ કુરઆન આ બંને વસ્તીઓમાંથી કોઈ સુખી-સંપન્ન વ્યક્તિ પર કેમ ઉતારવામાં ન આવ્યું ?


اَهُمْ یَقْسِمُوْنَ رَحْمَتَ رَبِّكَ ؕ نَحْنُ قَسَمْنَا بَیْنَهُمْ مَّعِیْشَتَهُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَ رَفَعْنَا بَعْضَهُمْ فَوْقَ بَعْضٍ دَرَجٰتٍ لِّیَتَّخِذَ بَعْضُهُمْ بَعْضًا سُخْرِیًّا ؕ وَ رَحْمَتُ رَبِّكَ خَیْرٌ مِّمَّا یَجْمَعُوْنَ (32)

(૩૨) શું તમારા રબની રહમતની આ લોકો વહેંચણી કરે છે ? અમે જ તેમની દુનિયાની જિંદગીની રોજી તેમનામાં વહેંચી છે. અને એકને બીજાથી શ્રેષ્ઠ કર્યા છે જેથી એક બીજાને આધીન કરી લે, અને જેને આ લોકો ભેગું કરતા ફરે છે, તેનાથી તમારા રબની કૃપા ખૂબ શ્રેષ્ઠ છે.


وَ لَوْ لَاۤ اَنْ یَّكُوْنَ النَّاسُ اُمَّةً وَّاحِدَةً لَّجَعَلْنَا لِمَنْ یَّكْفُرُ بِالرَّحْمٰنِ لِبُیُوْتِهِمْ سُقُفًا مِّنْ فِضَّةٍ وَّ مَعَارِجَ عَلَیْهَا یَظْهَرُوْنَ ۙ (33)

(૩૩) અને જો આ વાત ન હોત કે તમામ લોકો એક જ પદ્ધતિ પર થઈ જશે તો દયાળુ (રહમાન) સાથે કુફ્ર કરનારાના ઘરોની છતને અમે ચાંદીની બનાવી દેતા અને સીડીઓને પણ જેના ઉપર તેઓ ચઢ્યા કરતા.


وَ لِبُیُوْتِهِمْ اَبْوَابًا وَّ سُرُرًا عَلَیْهَا یَتَّكِئُوْنَ ۙ (34)

(૩૪) અને તેમના ઘરોના દરવાજાઓ અને આસનો સુદ્ધાં પણ જેના ઉપર તેઓ તકિયા લગાવીને બેસતા બધું જ ચાંદીનું બનાવી દેતા.


وَ زُخْرُفًا ؕ وَ اِنْ كُلُّ ذٰلِكَ لَمَّا مَتَاعُ الْحَیٰوةِ الدُّنْیَا ؕ وَ الْاٰخِرَةُ عِنْدَ رَبِّكَ لِلْمُتَّقِیْنَ ۧ (35)

(૩૫) અને સોનાનું પણ, અને આ બધું આમ જ દુનિયાનો ફાયદો છે અને આખિરત તો તમારા રબના નજદીક માત્ર પરહેઝગારોના માટે (જ) છે. (ع-)