Surah Yusuf
સૂરહ યૂસુફ
રૂકૂઅ : ૧
આયત ૧ થી ૬
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
الٓرٰ قف تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ الْمُبِیْنِ قف (1)
(૧) અલિફ.લામ.રા., આ સ્પષ્ટ કિતાબની આયતો છે.
اِنَّاۤ اَنْزَلْنٰهُ قُرْءٰنًا عَرَبِیًّا لَّعَلَّكُمْ تَعْقِلُوْنَ (2)
(૨) બેશક અમે તેને અરબીમાં ઉતાર્યુ છે જેથી તમે સમજી શકો.
نَحْنُ نَقُصُّ عَلَیْكَ اَحْسَنَ الْقَصَصِ بِمَاۤ اَوْحَیْنَاۤ اِلَیْكَ هٰذَا الْقُرْاٰنَ ۖق وَ اِنْ كُنْتَ مِنْ قَبْلِهٖ لَمِنَ الْغٰفِلِیْنَ (3)
(૩) અમે તમારા સમક્ષ સૌથી સારું વર્ણન રજૂ કરીએ છીએ, એટલા માટે કે અમે તમારા તરફ આ કુરઆન વહી (પ્રકાશના) દ્વારા ઉતાર્યુ છે અને બેશક આના પહેલા તમે અજાણ્યાઓમાંથી હતા.
اِذْ قَالَ یُوْسُفُ لِاَبِیْهِ یٰۤاَبَتِ اِنِّیْ رَاَیْتُ اَحَدَ عَشَرَ كَوْكَبًا وَّ الشَّمْسَ وَ الْقَمَرَ رَاَیْتُهُمْ لِیْ سٰجِدِیْنَ (4)
(૪) જ્યારે કે યૂસુફે પોતાના પિતાને કહ્યું કે, “પિતાજી ! મેં અગિયાર તારાઓ અને સૂર્ય-ચંદ્રને જોયા કે તે બધા મને સિજદો કરી રહ્યા છે.”
قَالَ یٰبُنَیَّ لَا تَقْصُصْ رُءْیَاكَ عَلٰۤى اِخْوَتِكَ فَیَكِیْدُوْا لَكَ كَیْدًا ؕ اِنَّ الشَّیْطٰنَ لِلْاِنْسَانِ عَدُوٌّ مُّبِیْنٌ (5)
(૫) (યાકૂબ અ.સ. એ) કહ્યું કે, “હે મારા વહાલા પુત્ર! તારા આ સ્વપ્નની ચર્ચા તારા ભાઈઓ સાથે ન કરીશ, એવું ન થાય કે તેઓ તારા સાથે કોઈ છળકપટ કરે, શેતાન તો મનુષ્યનો ખુલ્લો દુશ્મન છે.”
وَ كَذٰلِكَ یَجْتَبِیْكَ رَبُّكَ وَ یُعَلِّمُكَ مِنْ تَاْوِیْلِ الْاَحَادِیْثِ وَ یُتِمُّ نِعْمَتَهٗ عَلَیْكَ وَ عَلٰۤى اٰلِ یَعْقُوْبَ كَمَاۤ اَتَمَّهَا عَلٰۤى اَبَوَیْكَ مِنْ قَبْلُ اِبْرٰهِیْمَ وَ اِسْحٰقَ ؕ اِنَّ رَبَّكَ عَلِیْمٌ حَكِیْمٌ ۧ (6)
(૬) અને આ રીતે તમારો રબ તમને પસંદ કરશે અને તમને વાત સમજવાની (સ્વપ્ન ફળ બતાવવાની) પણ તાલીમ આપશે, અને પોતાની ને'મત તમને સંપૂર્ણ રીતે પ્રદાન કરશે, અને યાકૂબના પરિવારને પણ જેવા કે તેણે આના પહેલા તમારા બે પૂર્વજો એટલે કે ઈબ્રાહીમ અને ઈસ્હાકને પણ ભરપૂર ને'મત પ્રદાન કરી, બેશક તમારો રબ ઘણો ઈલ્મવાળો અને હિકમતવાળો છે.(ع-૧)