Surah Fatir

સૂરહ ફાતિર

રૂકૂ : ૨

આયત ૮ થી ૧૪

اَفَمَنْ زُیِّنَ لَهٗ سُوْٓءُ عَمَلِهٖ فَرَاٰهُ حَسَنًا ؕ فَاِنَّ اللّٰهَ یُضِلُّ مَنْ یَّشَآءُ وَ یَهْدِیْ مَنْ یَّشَآءُ { ۖ ز} فَلَا تَذْهَبْ نَفْسُكَ عَلَیْهِمْ حَسَرٰتٍ ؕ اِنَّ اللّٰهَ عَلِیْمٌۢ بِمَا یَصْنَعُوْنَ (8)

(૮) શું તે વ્યક્તિ જેના માટે તેના બૂરા કામ સુશોભિત કરી દેવામાં આવ્યા છે તો તે તેને સારા સમજે છે (શું તે હિદાયત પામેલ વ્યક્તિ જેવો છે? ) અલ્લાહ જેને ચાહે ભટકાવી દે છે અને જેને ચાહે હિદાયત આપે છે તો તમારે તેમના ઉપર દુઃખી થઈને પોતાના જીવને તકલીફમાં ન નાખવો જોઈએ, આ લોકો જે કંઈ કરી રહ્યા છે, બેશક અલ્લાહ તેને સારી રીતે જાણે છે.


وَ اللّٰهُ الَّذِیْۤ اَرْسَلَ الرِّیٰحَ فَتُثِیْرُ سَحَابًا فَسُقْنٰهُ اِلٰى بَلَدٍ مَّیِّتٍ فَاَحْیَیْنَا بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا ؕ كَذٰلِكَ النُّشُوْرُ (9)

(૯) અને અલ્લાહ જ હવાઓને ચલાવે છે જે વાદળોને ઉઠાવે છે પછી અમે વાદળોને વેરાન ધરતી તરફ લઈ જઈએ છીએ અને તેના વડે તે ધરતીને તેના મૃત્યુ પછી જીવંત કરી દઈએ છીએ, આવી જ રીતે બીજીવાર જીવતા થઈને ઉઠવાનું (પણ) છે.


مَنْ كَانَ یُرِیْدُ الْعِزَّةَ فَلِلّٰهِ الْعِزَّةُ جَمِیْعًا ؕ اِلَیْهِ یَصْعَدُ الْكَلِمُ الطَّیِّبُ وَ الْعَمَلُ الصَّالِحُ یَرْفَعُهٗ ؕ وَ الَّذِیْنَ یَمْكُرُوْنَ السَّیِّاٰتِ لَهُمْ عَذَابٌ شَدِیْدٌ ؕ وَ مَكْرُ اُولٰٓئِكَ هُوَ یَبُوْرُ (10)

(૧૦) જે વ્યક્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા ચાહતો હોય તો અલ્લાહ (તઆલા) માટે જ તમામ પ્રતિષ્ઠા છે તમામ પવિત્ર બોલ તેના તરફ જ ચઢે છે અને નેક કાર્યો તેને ઉઠાવે છે, અને જે લોકો બૂરાઈની ઘાતમાં લાગેલા રહે છે, તેમના માટે જ સખત સજા છે અને તેમનું આ પાખંડ નાશ થઈ જશે.


وَ اللّٰهُ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ جَعَلَكُمْ اَزْوَاجًا ؕ وَ مَا تَحْمِلُ مِنْ اُنْثٰى وَ لَا تَضَعُ اِلَّا بِعِلْمِهٖ ؕ وَ مَا یُعَمَّرُ مِنْ مُّعَمَّرٍ وَّ لَا یُنْقَصُ مِنْ عُمُرِهٖۤ اِلَّا فِیْ كِتٰبٍ ؕ اِنَّ ذٰلِكَ عَلَى اللّٰهِ یَسِیْرٌ (11)

(૧૧) (લોકો!) અલ્લાહે તમને માટીથી પછી વિર્યથી પેદા કર્યા, પછી તમારા જોડા (પુરૂષ-સ્ત્રી) બનાવી દીધા છે, સ્ત્રીઓનું ગર્ભધારણ કરવું અને બાળકનો જન્મ થવો બધું તેની જાણમાં છે અને જે કોઈને લાંબી ઉંમર આપવામાં આવે અને જે કોઈની ઉંમરમાં ઘટાડો થાય, આ બધું કીતાબમાં મોજૂદ છે અલ્લાહ માટે આ વાત ખૂબ સરળ છે.


وَ مَا یَسْتَوِی الْبَحْرٰنِ { ۖ ق} هٰذَا عَذْبٌ فُرَاتٌ سَآئِغٌ شَرَابُهٗ وَ هٰذَا مِلْحٌ اُجَاجٌ ؕ وَ مِنْ كُلٍّ تَاْكُلُوْنَ لَحْمًا طَرِیًّا وَّ تَسْتَخْرِجُوْنَ حِلْیَةً تَلْبَسُوْنَهَا ۚ وَ تَرَى الْفُلْكَ فِیْهِ مَوَاخِرَ لِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖ وَ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ (12)

(૧૨) અને બે સમુદ્રો સમાન નથી, એક મીઠો છે તરસ છિપાવે છે પીવામાં સારો છે, અને બીજો ખારો તથા કડવો, તમે આ બંનેમાંથી તાજું માંસ ખાઓ છો અને તે ઘરેણાં કાઢો છો જેને તમે પહેરો છો અને તમે જુઓ છો કે મોટી-મોટી નૌકાઓ જે પાણીને ચીરવા-ફાડવાવાળી તે સમુદ્રોમાં છે જેથી તમે તેની કૃપા શોધો અને જેથી તમે તેના શુક્રગુજાર બનો.


یُوْلِجُ الَّیْلَ فِی النَّهَارِ وَ یُوْلِجُ النَّهَارَ فِی الَّیْلِ ۙ وَ سَخَّرَ الشَّمْسَ وَ الْقَمَرَ { ۖ ز} كُلٌّ یَّجْرِیْ لِاَجَلٍ مُّسَمًّى ؕ ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ؕ وَ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِهٖ مَا یَمْلِكُوْنَ مِنْ قِطْمِیْرٍؕ (13)

(૧૩) તે રાતને દિવસમાં અને દિવસને રાતમાં દાખલ કરે. છે અને સૂર્ય અને ચંદ્રને તેણે જ કામમાં લગાવી દીધા છે, આ બધું જ એક નિશ્ચિત મુદ્દત સુધી ચાલી રહ્યું છે તે જ અલ્લાહ છે તમારા બધાનો પાલનહાર, તેનું જ રાજય છે અને જેને તમે તેના સિવાય પોકારી રહ્યા છો તે તો ખજૂરના ઠળિયાની ફોતરીના પણ માલિક નથી.


اِنْ تَدْعُوْهُمْ لَا یَسْمَعُوْا دُعَآءَكُمْ ۚ وَ لَوْ سَمِعُوْا مَا اسْتَجَابُوْا لَكُمْ ؕ وَ یَوْمَ الْقِیٰمَةِ یَكْفُرُوْنَ بِشِرْكِكُمْ ؕ وَ لَا یُنَبِّئُكَ مِثْلُ خَبِیْرٍ ۧ (14)

(૧૪) જો તમે તેમને પોકારો તો તેઓ તમારી પોકાર સાંભળતા જ નથી, અને જો (માની લો કે) સાંભળી પણ લે તો કબૂલ નહિં કરે બલ્કે કયામતના દિવસે તમારા શિર્કનો સ્પષ્ટ ઈન્કાર કરી દેશે, અને તમને કોઈ પણ અલ્લાહ (તઆલા) જેવો જાણકાર ખબરો નહિં આપે. (ع-)