Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૨૮

આયત ૨૨૨ થી ૨૨૮


وَيَسْأَلُونَكَ عَنِ الْمَحِيضِ ۖ قُلْ هُوَ أَذًى فَاعْتَزِلُوا النِّسَاءَ فِي الْمَحِيضِ ۖ وَلَا تَقْرَبُوهُنَّ حَتَّىٰ يَطْهُرْنَ ۖ فَإِذَا تَطَهَّرْنَ فَأْتُوهُنَّ مِنْ حَيْثُ أَمَرَكُمُ اللَّهُ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ التَّوَّابِينَ وَيُحِبُّ الْمُتَطَهِّرِينَ (222)

(૨૨૨) અને તમારાથી માસિકધર્મ (હૈઝ)ના વિશે સવાલ કરે છે કહી દો તે ગંદકી છે. માસિકના સમયે સ્ત્રીઓથી અલગ રહો અને જ્યાં સુધી તે પવિત્ર ન થઈ જાય એમની નજીક ન જાઓ. હા, જ્યારે તે પવિત્ર થઈ જાય તો એમની પાસે જાઓ જ્યાંથી અલ્લાહે તમને છૂટ આપી છે અલ્લાહ માફી માંગનાર અને પવિત્ર રહેનારને પસંદ કરે છે.


نِسَاؤُكُمْ حَرْثٌ لَّكُمْ فَأْتُوا حَرْثَكُمْ أَنَّىٰ شِئْتُمْ ۖ وَقَدِّمُوا لِأَنفُسِكُمْ ۚ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّكُم مُّلَاقُوهُ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ (223)

(૨૨૩) તમારી પત્નીઓ તમારી ખેતી છે, પોતાની ખેતીમાં જેવી રીતે ઈચ્છો જાઓ અને પોતાના માટે (પુણ્ય) આગળ મોકલો, અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, અને જાણી લો, કે તમે તેને મળવાના છો અને ઈમાનવાળાઓને ખુશખબર સંભળાવી દો.


وَلَا تَجْعَلُوا اللَّهَ عُرْضَةً لِّأَيْمَانِكُمْ أَن تَبَرُّوا وَتَتَّقُوا وَتُصْلِحُوا بَيْنَ النَّاسِ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ (224)

(૨૨૪) અને અલ્લાહ (તઆલા)ને પોતાની કસમોના (આવી રીતે) નિશાનો ન બનાવો કે ભલાઈ અને પરહેઝગારી અને લોકોના વચ્ચે સુધારો કરવાનું છોડી બેસો. અને અલ્લાહ (તઆલા) સાંભળનાર અને જાણનાર છે.


لَّا يُؤَاخِذُكُمُ اللَّهُ بِاللَّغْوِ فِي أَيْمَانِكُمْ وَلَٰكِن يُؤَاخِذُكُم بِمَا كَسَبَتْ قُلُوبُكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ حَلِيمٌ (225)

(૨૨૫) અલ્લાહ (તઆલા) તમને તમારી તે કસમો પર નહિં પકડે જે મજબૂત ન હોય. હા તમારી પકડ એ વસ્તુ પર છે જે તમારા દિલોનો અમલ છે અલ્લાહ (તઆલા) માફ કરનાર સહનશીલ છે.


لِّلَّذِينَ يُؤْلُونَ مِن نِّسَائِهِمْ تَرَبُّصُ أَرْبَعَةِ أَشْهُرٍ ۖ فَإِن فَاءُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ (226)

(૨૨૬) જે લોકો પોતાની પત્નીઓથી (ન મળવાની) કસમ ખાય તેમના માટે ચાર મહિનાઓની મુદ્દત છે, પછી જો તે પરત આવે તો અલ્લાહ (તઆલા) માફ કરનાર મહેરબાન છે.


وَإِنْ عَزَمُوا الطَّلَاقَ فَإِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ (227)

(૨૨૭) અને જો તલાકનો જ ઈરાદો કરી લે, તો અલ્લાહ (તઆલા) ઘણો સાંભળનાર અને જાણનાર છે.


وَالْمُطَلَّقَاتُ يَتَرَبَّصْنَ بِأَنفُسِهِنَّ ثَلَاثَةَ قُرُوءٍ ۚ وَلَا يَحِلُّ لَهُنَّ أَن يَكْتُمْنَ مَا خَلَقَ اللَّهُ فِي أَرْحَامِهِنَّ إِن كُنَّ يُؤْمِنَّ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ وَبُعُولَتُهُنَّ أَحَقُّ بِرَدِّهِنَّ فِي ذَٰلِكَ إِنْ أَرَادُوا إِصْلَاحًا ۚ وَلَهُنَّ مِثْلُ الَّذِي عَلَيْهِنَّ بِالْمَعْرُوفِ ۚ وَلِلرِّجَالِ عَلَيْهِنَّ دَرَجَةٌ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ (228)


(૨૨૮) તલાકવાળી સ્ત્રીઓ પોતે પોતાને ત્રણ માસિક સુધી રોકી રાખે. તેમના માટે માન્ય નથી કે અલ્લાહે તેમના ગર્ભમાં જે પેદા કર્યું હોય તેને છુપાવે, જો તેમને અલ્લાહ (તઆલા) પર અને કયામતના દિવસ પર ઈમાન હોય. તેમના પતિને આ મુદ્દતમાં તેમને પરત લાવવાનો પૂરો હક છે, જો તેમનો ઈરાદો સુધારનો હોય, સ્ત્રીઓના પણ તેવા જ હક છે, જેવા તેમના પર પુરૂષોના છે ભલાઈના સાથે. હા, પુરૂષોની સ્ત્રીઓ પર શ્રેષ્ઠતા છે અને અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમત વાળો છે.