Surah Al-Saba
સૂરહ સબા
આયત : ૫૪ | રૂકૂઅ : ૬
સૂરહ સબા (૩૪)
સબા
સૂરહ સબા મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ચોપ્પન (૫૪) આયતો અને છ (૬) રૂકૂઅ છે.
સબા એજ સમુદાય છે જે સબાની રાણી મશહુર છે. જે હજરત સુલેમાનના જમાનામાં મુસલમાન થઈ ગઈ હતી. સમુદાયના નામ પર જ દેશનું નામ સબા હતું, આ સમયે આ વિસ્તાર યમનના નામથી મશહુર છે, આ ખૂબ સુખી-સંપન્ન દેશ હતો, આ દેશ જમીન અને સમુદ્રી વેપારમાં પણ ખાસ હતો, તથા ખેતી અને ઉપજમાં મશહુર, આ બંને વસ્તુ કોઈ દેશ અથવા સમુદાયની ખુશહાલીનું કારણ હોય છે. આ ધન-દોલતના અતિરેકને અહીં અલ્લાહની કુદરતની નિશાની કહેવામાં આવી છે.