Surah Maryam

સૂરહ મરયમ

રૂકૂઅ : ૪

આયત ૫૧ થી ૬૫

وَ اذْكُرْ فِی الْكِتٰبِ مُوْسٰۤى ز اِنَّهٗ كَانَ مُخْلَصًا وَّ كَانَ رَسُوْلًا نَّبِیًّا (51)

(૫૧) આ કિતાબમાં મૂસાનું પણ વર્ણન કરો, જે પસંદ કરેલ અને રસૂલ અને નબી હતો.


وَ نَادَیْنٰهُ مِنْ جَانِبِ الطُّوْرِ الْاَیْمَنِ وَ قَرَّبْنٰهُ نَجِیًّا (52)

(૫૨) અમે તેને તૂર પહાડના જમણા કિનારા તરફથી પોકાર્યો અને વાત કરતા કરતા તેને સામિપ્ય પ્રદાન કર્યું.


وَ وَهَبْنَا لَهٗ مِنْ رَّحْمَتِنَاۤ اَخَاهُ هٰرُوْنَ نَبِیًّا (53)

(૫૩) અને અમારી ખાસ કૃપાથી તેના ભાઈ હારૂનને નબી બનાવ્યો.


وَ اذْكُرْ فِی الْكِتٰبِ اِسْمٰعِیْلَ ز اِنَّهٗ كَانَ صَادِقَ الْوَعْدِ وَ كَانَ رَسُوْلًا نَّبِیًّاۚ (54)

(૫૪) અને આ ક્તિાબમાં ઈસ્માઈલની વાર્તાનું પણ વર્ણન કરો, તે વચનનો ઘણો સાચો હતો અને હતો પણ રસૂલ અને નબી.


وَ كَانَ یَاْمُرُ اَهْلَهٗ بِالصَّلٰوةِ وَ الزَّكٰوةِ ص وَ كَانَ عِنْدَ رَبِّهٖ مَرْضِیًّا (55)

(૫૫) અને તે પોતાના પરિવારવાળાઓને સતત નમાઝ અને ઝકાતનો હુકમ આપતો અને હતો પણ પોતાના રબના નજીક એક પસંદગી પામેલ મનુષ્ય.


وَ اذْكُرْ فِی الْكِتٰبِ اِدْرِیْسَ ز اِنَّهٗ كَانَ صِدِّیْقًا نَّبِیًّا قۙ (56)

(૫૬) અને આ કિતાબમાં ઈદ્રીસનું પણ વર્ણન કરો, તે પણ સાચો પયગંબર હતો.


وَّ رَفَعْنٰهُ مَكَانًا عَلِیًّا (57)

(૫૭) અમે તેને ઉચ્ચ સ્થાન પર ઊઠાવી લીધો.


اُولٰٓئِكَ الَّذِیْنَ اَنْعَمَ اللّٰهُ عَلَیْهِمْ مِّنَ النَّبِیّٖنَ مِنْ ذُرِّیَّةِ اٰدَمَ ق وَ مِمَّنْ حَمَلْنَا مَعَ نُوْحٍ ز وَّ مِنْ ذُرِّیَّةِ اِبْرٰهِیْمَ وَ اِسْرَآءِیْلَ ز وَ مِمَّنْ هَدَیْنَا وَ اجْتَبَیْنَا ؕ اِذَا تُتْلٰى عَلَیْهِمْ اٰیٰتُ الرَّحْمٰنِ خَرُّوْا سُجَّدًا وَّ بُكِیًّا ۩ {السجدة-ع} ۞ ۧ (58)

(૫૮) આ તે નબી છે જેમના ઉપર અલ્લાહે દયા અને કૃપા કરી જેઓ આદમની સંતાનમાંથી છે, અને તે લોકોના વંશમાંથી છે જેમને અમે નૂહ સાથે નૌકા પર સવાર કરી લીધા હતા, અને ઈબ્રાહીમ અને યાકૂબની સંતાનથી અને અમારા તરફથી હિદાયત પામેલા અને અમારા ચૂંટેલા લોકોમાંથી તેમના સામે જ્યારે રહમાન (કૃપાળુ અલ્લાહ)ની આયતો પઢવામાં આવતી તો તેઓ રડતાં રડતાં સિજદામાં પડી જતા. {સિજદો-}


فَخَلَفَ مِنْۢ بَعْدِهِمْ خَلْفٌ اَضَاعُوا الصَّلٰوةَ وَ اتَّبَعُوا الشَّهَوٰتِ فَسَوْفَ یَلْقَوْنَ غَیًّاۙ (59)

(૫૯) ત્યારબાદ તેમના પછી એવા કપૂતો પેદા થયા કે જેમણે નમાઝ બરબાદ કરી નાખી અને મનેચ્છાઓના પાછળ પડી ગયા, અંતે તેમનું નુક્સાન તેમના સામે આવશે.


اِلَّا مَنْ تَابَ وَ اٰمَنَ وَ عَمِلَ صَالِحًا فَاُولٰٓئِكَ یَدْخُلُوْنَ الْجَنَّةَ وَ لَا یُظْلَمُوْنَ شَیْئًاۙ (60)

(૬૦) સિવાય તેમના જેઓ માફી માંગી લે અને ઈમાન લઈ આવે અને નેક કામો કરે, આવા લોકો જન્નતમાં જશે અને તેમના અધિકારોનું રજભાર પણ નુકસાન કરવામાં નહિ આવે.


جَنّٰتِ عَدْنِ اِن لَّتِیْ وَعَدَ الرَّحْمٰنُ عِبَادَهٗ بِالْغَیْبِ ؕ اِنَّهٗ كَانَ وَعْدُهٗ مَاْتِیًّا (61)

(૬૧) હંમેશા રહેનારી જન્નતોમાં જેનો પરોક્ષ વાયદો અલ્લાહ રહમાને પોતાના બંદાઓને કરેલો છે બેશક તેનો વાયદો પૂરો થવાનો જ છે.


لَا یَسْمَعُوْنَ فِیْهَا لَغْوًا اِلَّا سَلٰمًا ؕ وَ لَهُمْ رِزْقُهُمْ فِیْهَا بُكْرَةً وَّ عَشِیًّا (62)

(૬૨) તે લોકો ત્યાં કોઈ બેકાર વાતો નહિ સાંભળે, ફક્ત સલામ જ સલામ સાંભળશે, તેમના માટે ત્યાં સવાર-સાંજ રોજી મળતી રહેશે.


تِلْكَ الْجَنَّةُ الَّتِیْ نُوْرِثُ مِنْ عِبَادِنَا مَنْ كَانَ تَقِیًّا (63)

(૬૩) આ છે તે જન્નત જેના વારસ અમે પોતાના બંદાઓમાંથી તેમને બનાવીએ છીએ જેઓ અલ્લાહથી ડરતા હોય.


وَ مَا نَتَنَزَّلُ اِلَّا بِاَمْرِ رَبِّكَ ۚ لَهٗ مَا بَیْنَ اَیْدِیْنَا وَ مَا خَلْفَنَا وَ مَا بَیْنَ ذٰلِكَ ۚ وَ مَا كَانَ رَبُّكَ نَسِیًّاۚ (64)

(૬૪) અમે તમારા રબના હુકમ વગર ઉતરી નથી શકતા, અમારા આગળ-પાછળ અને તેના વચ્ચેની તમામ વસ્તુઓનો માલિક તે જ છે અને તમારો રબ ભૂલવાવાળો નથી.


رَبُّ السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ مَا بَیْنَهُمَا فَاعْبُدْهُ وَ اصْطَبِرْ لِعِبَادَتِهٖ ؕ هَلْ تَعْلَمُ لَهٗ سَمِیًّا ۧ (65)

(૬૫) આકાશો અને ધરતીનો અને જે કંઈ તેના વચ્ચે છે તે બધાનો રબ તે જ છે, તમે તેની જ બંદગી કરો અને તેની બંદગી પર મજબૂત થઈ જાઓ, શું તમારી જાણમાં તેના સમાન કોઈ બીજી હસ્તી છે ? (ع-)