(૧૫૩) તમારાથી કિતાબવાળાઓ એવો પ્રશ્ન કરે છે કે તમે તેમના ૫૨ આકાશમાંથી કોઈ કિતાબ ઉતારો,[98] તો તેઓએ મૂસા પાસે આનાથી મોટી માંગણી કરી હતી અને કહ્યું હતું કે અમને સ્પષ્ટ રીતે અલ્લાહને દેખાડો, પછી તેમને વીજળીએ ઘેરી લીધા તેમના જુલમના કારણે, ત્યારબાદ તેમણે સ્પષ્ટ નિશાનીઓ આવી ગયા પછી વાછરડાને (પૂજ્ય) બનાવી લીધો, અને અમે તેમને માફ કરી દીધા અને મૂસા (નબી)ને સ્પષ્ટ દલીલો આપી.
(૧૫૪) અને તેમનાથી વચન લેવા માટે તૂર (પહાડ) ને અમે તેમના ઉપર લાવી દીધો અને તેમને હુકમ આપ્યો કે સિજદો કરતા દરવાજામાં દાખલ થાઓ અને એવો પણ હુકમ કર્યો શનિવારના દિવસે ઉલ્લંઘન ન કરતા અને અમે તેમનાથી પાકું વચન લીધું.
(૧૫૫) આવું તેમના વચનભંગ કરવા અને અલ્લાહની આયતોનો ઈન્કાર કરવા અને વગર કારણે રસૂલોને કતલ કરવા અને તેમના તે કથનના કારણે થયું કે અમારા દિલ સુરક્ષિત છે. (નહિં) અલ્લાહે તેમના કુફ્રના કારણે તેમના દિલો ૫૨ મહોર મારી દીધી છે, એટલા માટે થોડાક જ ઈમાન ધરાવે છે.
(૧૫૬) અને તેમના કુફ્રના કારણે અને મરયમ ઉ૫૨ તહોમત લગાવવાના કારણે[99]
(૧૫૭) અને તેમના એ કહેવાના કારણે કે અમે મસીહ, મરયમના પુત્ર ઈસા, અલ્લાહના રસૂલને કતલ કરી દીધા, જો કે ન તો તેઓએ કતલ કર્યા ન તેઓએ ફાંસી આપી[100] પરંતુ તેમના માટે મામલો શંકાસ્પદ બનાવી દેવામાં આવ્યો,[101] યકીન કરો કે ઈસાના બારામાં મતભેદ કરનારાઓ તેમના બારામાં શંકામાં છે. તેઓને તેવું કોઈ ઈલ્મ નથી સિવાય અટકળોવાળી વાતો પર કામ કરવાને, એટલું ચોક્કસ છે કે તેઓએ તેમને કતલ નથી કર્યા.
(૧૫૮) બલ્કે અલ્લાહ (તઆલા) એ તેમને પોતાના તરફ ઉઠાવી લીધા,[102] અને અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમતવાળો છે.
(૧૫૯) કિતાબવાળાઓમાંથી કોઈ એવો બાકી ન રહેશે જે (હજરત) ઈસા (અ.સ.) મૃત્યુથી પહેલા તેમના પર ઈમાન ન લાવે અને કયામતના દિવસે તેઓ તેમના ૫૨ ગવાહ રહેશે.
(૧૬૦) યહૂદિઓના જુલમના કારણે અમે તેમના ૫૨ હલાલ વસ્તુઓ હરામ કરી દીધી અને તેમના અલ્લાહના માર્ગથી વધારે (લોકો)ને રોકવાના કારણે.
(૧૬૧) અને તેમના વ્યાજ લેવાના કારણે જેનાથી તેમને રોકી દેવામાં આવ્યા હતા, અને લોકોનો માલ નાહક લેવાથી, અને અમે તેમનામાંથી કાફિરોના માટે પીડાકારી અઝાબ તૈયાર કર્યો છે.
(૧૬૨) પરંતુ તેમનામાં જેઓ સંપૂર્ણ અને મજબૂત ઈલ્મવાળાઓ છે,[103] અને ઈમાનવાળાઓ છે જેઓ તેના ૫૨ ઈમાન લાવે છે, જે તમારા તરફ ઉતારવામાં આવ્યું, અને જે તમારાથી પહેલા ઉતારવામાં આવ્યું અને નમાઝને કાયમ કરવાવાળા છે, ઝકાત આપવાવાળા છે, અલ્લાહ ૫૨ અને કયામતના દિવસ ૫૨ ઈમાન રાખવાવાળા છે, આવા લોકોને અમે ઘણો મોટો બદલો આપીશું. (ع-૨૨)