(૧૩) અમે તેમનો સાચો કિસ્સો તમારા સામે વર્ણન કરી રહ્યા છીએ, તેઓ કેટલાક નવયુવાન[1] હતા જેઓ પોતાના રબ પર ઈમાન લાવ્યા હતા અને અમે તેમની હિદાયતમાં વધારો પ્રદાન કર્યો હતો.
(૧૪) અને અમે તેમના દિલ મજબૂત કરી દીધા હતા, જયારે કે તેઓ ઊઠ્યા અને કહેવા લાગ્યા કે, “અમારો રબ તો તે જ છે જે આકાશો અને ધરતીનો રબ છે, શક્ય નથી કે અમે તેના સિવાય કોઈ બીજા મા'બૂદને પોકારીએ, જો આવું કર્યું તો અમે ઘણી અયોગ્ય વાત કહી.”
(૧૫) આ છે આપણી કોમ જેણે તેના સિવાય બીજા મા'બૂદ બનાવી રાખ્યા છે, તેમના પ્રભુત્વનું કોઈ સ્પષ્ટ પ્રમાણ કેમ નથી રજૂ કરતા ? અલ્લાહ પર જૂઠી વાત બાંધવાવાળાથી વધારે મોટો જાલિમ કોણ છે ?
(૧૬) અને જ્યારે કે તમે તેમનાથી અને અલ્લાહના સિવાય તેમના બીજા મા'બૂદોથી અલગ થઈ ગયા છો તો હવે કોઈ ગુફામાં જઈને બેસો, તમારો રબ તમારા પર પોતાની કૃપા કરશે અને તમારા કામમાં આસાની પેદા કરી દેશે.
(૧૭) અને તમે જોશો કે સૂરજ નીકળવાના સમયે તેમની ગુફાની જમણી તરફ ઝૂકી જાય છે અને ડૂબવાના સમયે ડાબી તરફ કતરાઈને જાય છે અને તેઓ ગુફાના વિશાળ ભાગમાં છે,[1] આ અલ્લાહની નિશાનીઓમાંથી છે અલ્લાહ (તઆલા) જેનું માર્ગદર્શન કરે તેઓ સાચા માર્ગ ઉપર છે અને જેને તે ભટકાવી દે શક્ય નથી કે તમે તેનો કોઈ દોસ્ત અથવા માર્ગદર્શક મેળવી શકો. (ع-૨)