Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૮૧) અને જયારે અલ્લાહ (તઆલા)એ નબીઓથી વચન લીધું કે જે કંઈ હું તમને કિતાબ અને હિકમત આપું, પછી તમારા પાસે તે રસૂલ આવે જે તમારા પાસેની વસ્તુને સાચી બતાવે તો તમારા માટે તેના પર ઈમાન લાવવું અને તેની મદદ કરવી જરૂરી છે. ફરમાવ્યું કે તમે આને કબૂલ કરો છો અને તેના પર મારી જવાબદારી લો છો ? બધાએ કહ્યું, અમને કબૂલ છે, ફરમાવ્યું તો ગવાહ રહો અને હું પોતે તમારા સાથે ગવાહ છું.
(૮૨) હવે આના પછી પણ જે ફરી જાય, તે જરૂર નાફરમાન (દુરાચારી) છે.[41]
(૮૩) શું તેઓ અલ્લાહ (તઆલા)ના ધર્મ સિવાય કોઈ બીજા ધર્મની શોધમાં છે? જયારે કે બધા આકાશોવાળા અને ધરતીવાળા અલ્લાહ (તઆલા)ના ફરમાબરદાર છે, ખુશીથી હોય તો અને નાખુશીથી હોય તો, બધાને તેના તરફ પાછા ફેરવવામાં આવશે.[42]
(૮૪) તમે કહી દો, કે અમે અલ્લાહ (તઆલા) પર અને જે કંઈ અમારા ઉપર ઉતારવામાં આવ્યું છે અને જે ઈબ્રાહીમ (અ.સ.) અને ઈસ્માઈલ (અ.સ.) અને યાકૂબ (અ.સ.) અને તેમની સંતાન ઉપર ઉતારવામાં આવ્યું, અને જે કંઈ મૂસા (અ.સ.) અને ઈસા (અ.સ.) અને બીજા નબીઓને અલ્લાહ (તઆલા)ના તરફથી પ્રદાન કરવામાં આવ્યું, તે તમામ પર ઈમાન લાવ્યા,[43] અને તેમનામાંથી કોઈની વચ્ચે ભેદભાવ કરતા નથી અને અમે અલ્લાહ (તઆલા) ના ફરમાબરદાર છીએ.
(૮૫) અને જે (વ્યક્તિ) ઈસ્લામના સિવાય કોઈ બીજા ધર્મની શોધ કરે તેનો ધર્મ સ્વીકારવામાં નહિં આવે અને તે આખિરતમાં નુકશાન ઉઠાવનારાઓમાંથી હશે.
(૮૬) અલ્લાહ (તઆલા) કેવી રીતે તે લોકોને હિદાયત આપશે જેઓ પોતાના ઈમાન લાવવા, રસૂલની સચ્ચાઈ જાણવાની ગવાહી આપવા અને પોતાની પાસે સ્પષ્ટ નિશાની આવી ગયા પછી પણ કાફિર થઈ જાય. અલ્લાહ (તઆલા) આવા જાલીમોને સીધો રસ્તો દેખાડતો નથી.
(૮૭) તેમની સજા એ છે કે તેમના પર અલ્લાહ (તઆલા)ની ફિટકાર છે અને ફરિશ્તાઓની અને તમામ લોકોની.
(૮૮) તેઓ હંમેશા તેમાં રહેશે ન તેમની સજામાં ઘટાડો કરવામાં આવશે અને ન છૂટ આપવામાં આવશે.
(૮૯) પરંતુ જે લોકો તેના પછી તૌબા અને સુધાર કરી લે તો બેશક અલ્લાહ માફ કરનાર અને મહેરબાન છે.[44]
(૯૦) બેશક જે લોકો પોતાના ઈમાન પછી કુફ્ર કરે પછી કુફ્રમાં વધી જાય[45] તેમની તૌબા કદી પણ કબૂલ કરવામાં નહિં આવે[46] અને આવા લોકો ગુમરાહ છે.
(૯૧) બેશક જે લોકો કાફિર હોય અને મરતાં સમય સુધી કાફિર રહે, તેમનામાંથી જો કોઈ જમીનભર સોનું આપે, ભલેને ફિદિયામાં હોય તો પણ ક્યારેય કબૂલ કરવામાં આવશે નહિં, આવા લોકો માટે સખત અઝાબ છે અને તેમનો કોઈ મદદગાર નથી.