(૪૨) અને અમે બીજી કોમો તરફ પણ જો કે તમારાથી પહેલા પસાર થઈ ગઈ છે, પયગંબર મોકલ્યા હતા. તેમને પણ અમે ગરીબી અને બિમારીથી પકડયા જેથી તેઓ વિનમ્રતાપૂર્વક અમારા સામે ઝૂકી પડે.
(૪૩) આ રીતે તેઓને અમારી સજા મળી તો તેઓ કમજોર કેમ ન પડ્યા ? પરંતુ તેમના દિલ સખત થઈ ગયા હતા અને શયતાને તેમના કર્મોને તેમની દ્રષ્ટિમાં સારા બનાવી દીધા.
(૪૪) અને જયારે તેઓ તે શિખામણને ભૂલી ગયા જેની તાલીમ આપવામાં આવી હતી તો અમે તેમના ઉપર દરેક વસ્તુના દરવાજા ખોલી નાખ્યા, ત્યાં સુધી કે જયારે તેઓ પોતાની મેળવેલ વસ્તુઓ ઉપર ઈતરાવા લાગ્યા તો અમે તેમને અચાનક પકડી લીધા અને તેઓ નિરાશ થઈને રહી ગયા.
(૪૫) પછી જાલિમ લોકોની જડ કપાઈ ગઈ અને પ્રશંસા અલ્લાહ (તઆલા) માટે છે જે સમગ્ર સૃષ્ટિનો ૨બ છે.
(૪૬) તમે કહો કે, “એ બતાવો જો અલ્લાહ (તઆલા) તમારા સાંભળવા અને જોવાની શક્તિ પૂરી રીતે છીનવી લે અને તમારા દિલો ૫૨ મહોર લગાવી દે તો અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈ બીજો મા'બૂદ છે જે આ શક્તિ તમને પાછી અપાવી દે? તમે જુઓ કે અમે કેવી રીતે દલીલને જુદા-જૂદા સ્વરૂપે રજૂ કરી રહ્યા છીએ, છતાં પણ તેઓ કતરાઈ રહ્યા છે."[18]
(૪૭) તમે કહો કે, “એ બતાવો જો તમારા ઉપર અલ્લાહનો અઝાબ અચાનક અથવા સાવધાનીમાં આવી પડે તો જાલિમોના સિવાય કોઈ માર્યો જશે?"
(૪૮) અને અમે રસૂલોને એટલા માટે મોકલીએ છીએ કે તેઓ ખુશખબર આપે અને ખબરદાર કરે, પછી જે લોકો ઈમાન લઈ આવે અને પોતાનો સુધાર કરી લે તેમને ન કોઈ ભય હશે ન તેઓ દુ:ખી હશે.
(૪૯) અને જે લોકો અમારી આયતોને જૂઠાડે છે તેમને અઝાબ પહોંચશે કેમકે તેઓ નાફરમાન છે.
(૫૦) (તમે) કહી દો કે, “ન તો હું તમને એમ કહું છું કે મારા પાસે અલ્લાહના ખજાનાઓ છે અને ન હું ગૈબ જાણુંછું, અને ન હું એમ કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફક્ત જે કંઈ મારા તરફ વહી કરવામાં આવે છે તેનું અનુસરણ કરૂ છું[19]
(તમે) કહી દો કે, “શું આંધળો અને આંખવાળો બંને સમાન હોઈ શકે છે ?" તો શું તમે વિચાર નથી કરતા. (ع-૫)