(૮૩) અને આ અમારી દલીલ છે જેને અમે ઈબ્રાહીમને તેમની કોમના મુકાબલામાં આપી, અમે જેનું પદ ઈચ્છીએ વધારી દઈએ છીએ, બેશક તમારો રબ હિકમતવાળો ઈલ્મવાળો છે.
(૮૪) અને અમે તેમને (પુત્ર) ઈસહાક અને (પૌત્ર) યાકૂબ આપ્યા, અને દરેકને સીધો રસ્તો દેખાડયો, તેના પહેલા નૂહને રસ્તો દેખાડયો અને તેમની સંતાનમાં દાઊદ અને સુલેમાન અને એયૂબ અને યૂસુફ અને મૂસા અને હારૂનને, અને આવી રીતે અમે નેકી કરવાવાળાઓને બદલો આપીએ છીએ.
(૮૫) અને ઝકરિયા અને યાહ્યા અને ઈસા[32] અને ઈલ્યાસને, બધા સદાચારીઓમાંથી હતા.
(૮૬) અતે ઈસ્માઈલ અને યસ્અ અને યૂનુસ અને લૂતને, બધાને અમે દુનિયાવાળાઓ ઉપર શ્રેઠતા પ્રદાન કરી. |
(૮૭ ) અને તેમના પિતાઓ અને સંતાનો અને ભાઈઓમાંથી, અને અમે તેમને પસંદ કરી લીધા અને તેમને સીધો રસ્તો દેખાડયો.
(૮૮) આ જ અલ્લાહનો રસ્તો છે પોતાના બંદાઓમાંથી જેને તે ઈચ્છે છે તેને રસ્તો દેખાડે છે અને જો તે લોકો પણ શિર્ક કરતા તો તેમના કર્મો બેકાર થઈ જતા.[33]
(૮૯) તેઓને અમે કિતાબ અને હિકમત અને નબૂવત પ્રદાન કર્યા, અને જો આ લોકો તેને ન માનતા,[34] તો અમે. એવા લોકો તૈયાર કરી રાખ્યા છે જેઓ તેનો ઈન્કાર નહિ કરે.[35]
(૯૦) આ તે લોકો છે જેમને અલ્લાહે સાચો રસ્તો દેખાડ્યો એટલા માટે તમે તેમના રસ્તાનું અનુસરણ કરો, તમે કહો કે, “હું આના ઉપર કોઈ બદલાની માંગણી કરતો નથી.” આ દુનિયાવાળાઓ માટે ફક્ત જાહેર શિખામણ છે.(ع-૧૦)