(૨૩) અને ક્યારેય કોઈ કામ માટે એવી રીતે ન કહો કે, “હું તેને કાલે કરીશ.”
(૨૪) પરંતુ સાથે જ ઈન્શાઅલ્લાહ (અલ્લાહે ચાહ્યુ તો) કહી લો,[1] અને જ્યારે પણ ભૂલી જાઓ પોતાના રબને યાદ કરી લો,[2] અને કહેતા રહો કે મને પૂરી આશા છે કે મારો રબ આનાથી પણ વધારે હિદાયતના નજીકની વાતની હિદાયત કરશે.”
(૨૫) અને તે લોકો પોતાની ગુફામાં ત્રણ સો વર્ષ સુધી રહ્યા અને નવ વર્ષ બીજા વધારે પસાર કર્યા.[1]
(૨૬) તમે કહી દો કે, “અલ્લાહને જ તેમના રોકાણની મુદ્દતનું સારી રીતે ઈલ્મ છે, આકાશો અને ધરતીના ગૈબ (પરોક્ષ) નું ઈલ્મ ફક્ત તેને જ છે, કેવો સરસ છે તે જોવા અને સાંભળવાવાળો, અલ્લાહના સિવાય તેમની કોઈ મદદ કરવાવાળો નથી અને અલ્લાહ (તઆલા) પોતાના હુકમમાં કોઈને સામેલ કરતો નથી.”
(૨૭) અને તમારા તરફ જે તમારા રબની કિતાબ વહી કરવામાં આવી છે તેને પઢતા રહો, તેની વાતોને કોઈ બદલવાવાળો નથી, તમે તેના સિવાય હરગીજ-હરગીજ કોઈ પનાહ નહિ મેળવો.
(૨૮) અને પોતાની જાતને તેમના સાનિધ્યમાં રાખો જેઓ પોતાના રબને સવાર-સાંજ પોકારે છે તથા તેનાજ ચહેરાની ચાહના કરે છે. સાવધાન ! તમારી આંખો તેનાથી ન હટવા પામે કે દુનિયાની જિંદગીના શણગારની કોશિશમાં લાગી જાઓ, (જુઓ) તેમનું કહેવું ન માનતા જેમના દિલોને અમે અમારી યાદથી ગાફેલ કરી દીધા છે, અને જેઓ પોતાની મનોકામનાની પાછળ પડેલા છે અને જેમના કાર્યો હદથી વધી ગયા છે.
(૨૯) અને એલાન કરી દો કે આ સરાસર સત્ય (કુરઆન) તમારા રબ તરફથી છે, હવે જે ચાહે ઈમાન લાવે અને જે ચાહે કુફ્ર કરે, જાલિમોના માટે અમે તે આગ તૈયાર કરી રાખી છે જેની જ્વાળાઓ તેમને ઘેરી લેશે, જો તેઓ ફરિયાદ કરશે તો તેમની મદદ તે પાણીથી કરવામાં આવશે જે તેલના કીટા જેવું હશે જે તેમના ચહેરા બાળી નાખશે, સૌથી ખરાબ પાણી છે અને ઘણું ખરાબ આરામગૃહ (જહન્નમ) છે.
(૩૦) બેશક જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા તો અમે કોઈ નેકી કરનારના બદલાને બરબાદ નથી કરતા.
[1]
(૩૧) તેમના માટે હંમેશાની જન્નત છે, તેના નીચે નહેરો વહી રહી હશે, ત્યાં તેમને સોનાના કડાં પહેરાવવામાં આવશે,[1] અને લીલા રંગના મુલાયમ અને મોટા રેશમના કપડાં પહેરશે,[2] ત્યાં ઉચ્ચ આસનો પર તકિયા લગાવ્યા હશે, કેવો સરસ બદલો છે અને કેટલું સારૂં આરામગૃહ છે. (ع-૪)