Surah Al-Jumu'ah
સૂરહ અલ-જુમુઆ
આયત : ૧૧ | રૂકૂઅ : ૨
સૂર: અલ-જુમુઆ (૬૨)
શુક્રવાર
સૂરહ અલ-જુમુઆ મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં અગિયાર (૧૧) આયતો અને બે (૨) રૂકૂઅ છે.
નબી (સ.અ.) જુમુઆની નમાઝમાં સૂરઃ જુમુઆ અને મુનાફિકૂન પઢ્યા કરતા હતા. (સહીહ મુસ્લિમ, કિતાબુલ જુમુઆ, બાબુ મા યુકરઉ ફી સલાતિલ જુમુઆ)
સૂરઃ જુમુઆને જુમુઆની રાતે ઈશાની નમાઝમાં પઢવું સહીહ રિવાયતથી સાબિત નથી. હાં, એક કમજોર રિવાયતમાં એવું આવે છે.
(લિસાનુલ મીઝાન લે ઈબ્ને હજર, તર્જુમા સઈદ બિન સમ્માક બિન હરબ)