(૨૦) જે લોકો ઈમાન લાવ્યા તેઓ કહે છે કે કોઈ સૂરહ કેમ ઉતારવામાં આવતી નથી ? પછી જ્યારે કોઈ સ્પષ્ટ અર્થવાળી સૂરહ ઉતારવામાં આવે છે અને તેમાં જિહાદનું વર્ણન કરવામાં આવે છે તો તમે જુઓ છો કે જેમના દિલોમાં રોગ છે તેઓ તમારા તરફ એવી રીતે જુએ છે કે જેવી રીતે તે માણસની નજર હોય જે મૃત્યુથી બેહોશ થઈ ગયો હોય, બસ ઘણું સારૂ હતું તેમના માટે.
(૨૧) આજ્ઞાપાલન કરવું અને સારી વાતો કહેવી, પછી જ્યારે કામ નિર્ધારિત થઈ જાય, તો જો તેઓ અલ્લાહના સાથે સાચા રહે તો તેમના માટે સારૂ છે.
(૨૨) અને તમારાથી એ પણ દૂર નથી કે જો તમને રાજ્ય મળી જાય તો તમે ધરતી પર બગાડ પેદા કરી દો અને સંબંધો તોડી નાખો.
(૨૩) આ તે લોકો છે જેમના ઉપર અલ્લાહની ફિટકાર છે અને અલ્લાહે તેમની સાંભળવાની શક્તિ અને આંખોની દ્રષ્ટી છીનવી લીધી છે.
(૨૪) શું આ લોકો કુરઆનમાં ચિંતન-મનન કરતા નથી અથવા એમના દિલો પર તાળા વાગી ગયા છે ?
(૨૫) જે લોકોએ પોતાની પીઠ ફેરવી નાખી એના પછી કે તેમના માટે હિદાયત સ્પષ્ટ થઈ ચૂકી હતી,[1] બેશક શેતાને તેમના માટે (તેમના કામોને) શોભાસ્પદ બનાવી દીધા છે અને તેમને ઢીલ આપી રાખી છે.
(૨૬) આ એટલા માટે[1] કે તેમણે તે લોકોથી જેમણે અલ્લાહની ઉતારેલ વહીને બૂરી સમજી, એવું કહ્યું કે અમે પણ નજીકના ભવિષ્યમાં કેટલાક કામોમાં તમારૂ કહ્યું માનીશું, અને અલ્લાહ તેમની છૂપી વાતોને સારી રીતે જાણે છે.
(૨૭) તો તેમની કેવી (દુર્દશા) થશે જ્યારે ફરિશ્તાઓ એમનો જીવ એવી સ્થિતિમાં કાઢશે કે તેમના મોઢાં અને કમર પર મારતા જશે.[1]
(૨૮) આ એટલા માટે કે આ લોકો તે માર્ગ પર ચાલ્યા જેનાથી અલ્લાહ (તઆલા)ને નારાજ કરી દીધા અને તેમણે તેની ખુશીને બૂરી જાણી તો અલ્લાહે તેમના કર્મોને બરબાદ કરી દીધા. (ع-૩)