Surah Al-Mu'minun

સૂરહ અલ-મુ'મિનૂન

રૂકૂઅ : ૧

આયત ૧ થી ૨૨

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

قَدْ اَفْلَحَ الْمُؤْمِنُوْنَۙ (1)

(૧) બેશક ઈમાનવાળાઓએ સફળતા પ્રાપ્ત કરી લીધી.


الَّذِیْنَ هُمْ فِیْ صَلَاتِهِمْ خٰشِعُوْنَۙ (2)

(૨) જેઓ પોતાની નમાઝમાં વિનમ્રતા અપનાવે છે.


وَ الَّذِیْنَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُوْنَۙ (3)

(૩) અને જેઓ બેકાર વાતોથી મોઢું ફેરવી લે છે.


وَ الَّذِیْنَ هُمْ لِلزَّكٰوةِ فٰعِلُوْنَۙ (4)

(૪) અને જેઓ ઝકાત (ધર્મદાન) આપવાવાળા છે.


وَ الَّذِیْنَ هُمْ لِفُرُوْجِهِمْ حٰفِظُوْنَۙ (5)

(૫) અને જેઓ પોતાના ગુપ્તાંગો (શર્મગાહો)ની રક્ષા કરવાવાળા છે.


اِلَّا عَلٰۤى اَزْوَاجِهِمْ اَوْ مَا مَلَكَتْ اَیْمَانُهُمْ فَاِنَّهُمْ غَیْرُ مَلُوْمِیْنَۚ (6)

(૬) સિવાય પોતાની પત્નીઓના અને કબ્જાની દાસીઓના, બેશક આ નિંદાને પાત્ર નથી.


فَمَنِ ابْتَغٰى وَرَآءَ ذٰلِكَ فَاُولٰٓئِكَ هُمُ الْعٰدُوْنَۚ (7)

(૭) આના સિવાય જેઓ બીજુ શોધે છે તેઓ જ હદ વટાવી જનારા છે.


وَ الَّذِیْنَ هُمْ لِاَمٰنٰتِهِمْ وَ عَهْدِهِمْ رٰعُوْنَۙ (8)

(૮) જેઓ પોતાની અમાનતો અને વચનોની રક્ષા કરવાવાળા છે.


وَ الَّذِیْنَ هُمْ عَلٰى صَلَوٰتِهِمْ یُحَافِظُوْنَۘ (9)

(૯) જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે.


اُولٰٓئِكَ هُمُ الْوٰرِثُوْنَۙ (10)

(૧૦) આ જ લોકો વારસદાર છે.


الَّذِیْنَ یَرِثُوْنَ الْفِرْدَوْسَ ؕ هُمْ فِیْهَا خٰلِدُوْنَ (11)

(૧૧) જેઓ ફિરદૌસ (જન્નતનો સૌથી ઊંચો દરજ્જો) ના વારસદાર હશે, જેમાં તેઓ હંમેશા રહેશે.


وَ لَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ سُلٰلَةٍ مِّنْ طِیْنٍۚ (12)

(૧૨) બેશક અમે મનુષ્યને માટીના સત્વમાંથી પેદા કર્યો.


ثُمَّ جَعَلْنٰهُ نُطْفَةً فِیْ قَرَارٍ مَّكِیْنٍ ص(13)

(૧૩ ) પછી તેને વીર્ય બનાવી સુરક્ષિત સ્થાન પર રાખી દીધો.


ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظٰمًا فَكَسَوْنَا الْعِظٰمَ لَحْمًا {ق} ثُمَّ اَنْشَاْنٰهُ خَلْقًا اٰخَرَ ؕ فَتَبٰرَكَ اللّٰهُ اَحْسَنُ الْخٰلِقِیْنَؕ (14)

(૧૪ ) પછી વિર્યને અમે ગંઠાયેલ લોહી બનાવી દીધુ, પછી તે થીજેલા લોહીને માંસનો ટુકડો બનાવી દીધો, પછી માંસના ટુકડામાં હાડકા બનાવ્યા, પછી હાડકાં ઉપર માંસ પહેરાવી દીધું, પછી એક બીજા રૂપમાં તેને પેદા કરી દીધો. બરકતવાળો છે તે અલ્લાહ જે સૌથી સારી પેદાઈશ કરવાવાળો છે.


ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَیِّتُوْنَؕ (15)

(૧૫) તો આના પછી તમે બધા જરૂર મૃત્યુ પામશો.


ثُمَّ اِنَّكُمْ یَوْمَ الْقِیٰمَةِ تُبْعَثُوْنَ (16)

(૧૬ ) પછી કયામતના દિવસે બેશક તમે બધા ઉઠાવવામાં આવશો.


وَ لَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَآئِقَ { ۖق} وَ مَا كُنَّا عَنِ الْخَلْقِ غٰفِلِیْنَ (17)

(૧૭ ) અને અમે તમારા ઉપર સાત આકાશ બનાવ્યા, અને અમે સૃષ્ટિથી ગાફેલ નથી.


وَ اَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءًۢ بِقَدَرٍ فَاَسْكَنّٰهُ فِی الْاَرْضِ { ۖق} وَ اِنَّا عَلٰى ذَهَابٍۭ بِهٖ لَقٰدِرُوْنَۚ (18)

(૧૮ ) અને અમે એક ઉચિત માત્રામાં આકાશમાંથી પાણી વરસાવીએ છીએ, પછી તેને ધરતી પર થોભાવી દઈએ છીએ. અને અમે તેને લઈ જવા પર શક્તિશાળી છીએ.


فَاَنْشَاْنَا لَكُمْ بِهٖ جَنّٰتٍ مِّنْ نَّخِیْلٍ وَّ اَعْنَابٍ ۘ لَكُمْ فِیْهَا فَوَاكِهُ كَثِیْرَةٌ وَّ مِنْهَا تَاْكُلُوْنَۙ (19)

(૧૯ ) આ પાણી વડે અમે તમારા માટે ખજૃરો અને દ્રાક્ષના બગીચાઓ પેદા કરી દઈએ છીએ કે તમારા માટે તેમાં ઘણા ફળ હોય છે, તેમાંથી તમે ખાઓ પણ છો.


وَ شَجَرَةً تَخْرُجُ مِنْ طُوْرِ سَیْنَآءَ تَنْۢبُتُ بِالدُّهْنِ وَ صِبْغٍ لِّلْاٰكِلِیْنَ (20)

(૨૦ ) અને તે વૃક્ષ જે સીના નામના પર્વત પર ઉગે છે જે તેલ નીકાળે છે અને ખાનારાઓ માટે શાક છે.


وَ اِنَّ لَكُمْ فِی الْاَنْعَامِ لَعِبْرَةً ؕ نُسْقِیْكُمْ مِّمَّا فِیْ بُطُوْنِهَا وَ لَكُمْ فِیْهَا مَنَافِعُ كَثِیْرَةٌ وَّ مِنْهَا تَاْكُلُوْنَۙ (21)

(૨૧ ) તમારા માટે ચોપાયા જાનવરોમાં પણ ઘણો મોટો બોધપાઠ છે, તેમના પેટોમાંથી અમે તમને (દૂધ) પીવડાવીએ છીએ અને તેમાં બીજા પણ ઘણા ફાયદાઓ તમારા માટે છે, તેમનામાંથી કેટલાકને તમે ખાઓ પણ છો.


وَ عَلَیْهَا وَ عَلَى الْفُلْكِ تُحْمَلُوْنَ ۧ (22)

(૨૨ ) અને તેમના ઉપર અને નૌકાઓ ઉપર તમે સવાર પણ કરવામાં આવો છો. (ع-)