(૧૮) બેશક અલ્લાહ (તઆલા) ઈમાનવાળાઓથી રાજી થઈ ગયો, જ્યારે તેઓ વૃક્ષના નીચે તમારાથી બૈઅત (પ્રતિજ્ઞા) લઈ રહ્યા હતા,[1] તેમના દિલોમાં જે કંઈ હતુ તેને તેણે માલૂમ કરી લીધુ અને તેમના ઉપર શાંતિ ઉતારી અને તેમને નજીકનો વિજય પ્રદાન કર્યો.
(૧૯) અને પુષ્કળ પરિહાર (માલે ગનીમત) જેને તેઓ પ્રાપ્ત કરશે અને અલ્લાહ પ્રભુત્વશાળી હિકમતવાળો છે.
(૨૦) અલ્લાહ (તઆલા)એ તમારા સાથે ખૂબ પરિહારો (માલે ગનીમતો)નો વાયદો કર્યો છે જેને તમે મેળવશો, બસ આ તો તમને જલ્દી પ્રદાન કરી દીધી અને લોકોના હાથ તમારાથી રોકી લીધા,[1] જેથી ઈમાનવાળાઓના માટે આ એક નિશાની બની જાય અને જેથી તે (અલ્લાહ) તમને સીધા માર્ગ પર ચલાવે.
(૨૧) અને તમને બીજો વધારે (માલે ગનીમત) પણ આપશે જેના ઉપર હજી સુધી તમે કાબૂ નથી મેળવી શક્યા. અલ્લાહ (તઆલા) એ તેમને પોતાના કાબૂમાં રાખ્યા છે અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર શક્તિમાન છે.
(૨૨) અને જો તમારા સાથે કાફિરો લડાઈ કરતા તો બેશક ઉલ્ટા પીઠ ફેરવીને ભાગતા, પછી ન તો કોઈ સમર્થક પામતા, ન કોઈ મદદ કરવાવાળો.[1]
(૨૩) અલ્લાહના તે નિયમ અનુસાર જે પહેલાથી જ ચાલ્યો આવે છે,[1] અને તમે કદી પણ અલ્લાહના નિયમોમાં કોઈ ફેરફાર નહિં જુઓ.
(૨૪) તે જ છે જેણે ખાસ મક્કામાં કાફિરોના હાથ તમારાથી અને તમારા હાથ તેમનાથી રોકી દીધા, આના પછી તેણે તમને તેમના ઉપર વિજયી કરી દીધા, અને તમે જે કંઈ કરી રહ્યા છો, અલ્લાહ (તઆલા) તેને જોઈ રહ્યો છે.
(૨૫) આ જ તે લોકો છે જેમણે કુફ્ર કર્યુ અને તમને મસ્જિદે હરામથી રોક્યા અને બલિ (કુરબાની) ના માટે રોકાયેલા જાનવરોને તેમની જગ્યા સુધી પહોંચવાથી (રોક્યા),[1] અને જો આવા (ઘણા) મોમિન પુરૂષો અને મોમિન સ્ત્રીઓ ન હોત, જેની તમને ખબર ન હતી કે તમે તેમને કચડી નાખશો જેના પર તેમના કારણે તમને પણ અજાણતામાં નુકસાન પહોંચતું (તો તમને લડવાની પરવાનગી આપી દેવામાં આવતી પરંતુ આવું કરવામાં ન આવ્યું) જેથી અલ્લાહ (તઆલા) પોતાની કૃપામાં જેને ચાહે સામેલ કરી દે અને જો આ લોકો અલગ અલગ હોતા તો તેમનામાં જે કાફિરો હતા, અમે તેમને પીડાકારી સજા આપતા.
(૨૬) જ્યારે તે કાફિરોએ પોતાના દિલોમાં પક્ષપાતી ભાવનાને જગ્યા આપી અને પક્ષપાત પણ અજ્ઞાનતાનો, તો અલ્લાહ (તઆલા)એ પોતાના રસૂલ ઉપર અને ઈમાનવાળાઓ ઉપર પોતાના તરફથી શાંતિ ઉતારી અને મુસલમાનોને સંયમ (તકવા) ની વાત પર મજબૂત રાખ્યા,[1] કેમકે તેઓ આના લાયક અને વધારે હકદાર હતા અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુને સારી રીતે જાણે છે. (ع-૩)