(૯૪) અને જ્યારે આ કાફલો રવાના થયો તો તેમના પિતાએ કહ્યું “મને યૂસુફની સુગંધ આવી રહી છે જો તમે મને બેઅકલ ન સમજો.”[1]
(૯૫) તેઓ કહેવા લાગ્યા, “અલ્લાહની કસમ! તમે તો તમારી તે જ જૂની ભૂલ પર કાયમ છો.”
(૯૬) જ્યારે ખુશખબર આપનારાએ પહોંચીને તેમના ચેહરા પર ખમીશ નાખ્યુ, તે જ ક્ષણે તે બીજીવાર જોવા લાગ્યા, કહ્યું કે, “શું હું તમને કહેતો ન હતો કે અલ્લાહ તરફથી તે જાણુ છું જે તમે નથી જાણતા.”
(૯૭) તેમણે કહ્યું, “હે પિતાજી! તમે અમારા ગુનાહોની માફી માટે દુઆ કરો, બેશક અમે ગુનેહગાર છીએ.”
(૯૮) કહ્યું, “સારું હું જલ્દી તમારા માટે પોતાના રબથી માફીની દુઆ કરીશ,[1] તે મોટો માફ કરનાર અને દયાળુ છે.”
(૯૯) જ્યારે આ પૂરો પરિવાર યૂસુફ પાસે પહોંચી ગયો તો યૂસુફે પોતાના માતા-પિતાને પોતાના નજીક જગ્યા આપી અને કહ્યું કે, “અલ્લાહને મંજુર છે તો તમે બધા સુખ શાંતિથી મિસરમાં આવી જાવ.”
(૧૦૦) અને પોતાના સિંહાસન પર પોતાના માતા-પિતાને ઊંચી જગ્યા ઉપર બેસાડ્યા અને બધા તેમના સામે સિજદામાં પડી ગયા,[1] અને ત્યારે કહ્યું કે, “પિતાજી ! આ મારા પહેલા સ્વપ્નનું સ્વપ્નફળ છે, મારા રબે તેને પૂરું કરી દેખાડ્યું, તેણે મારા ઉપર મોટો ઉપકાર કર્યો જ્યારે કે મને જેલમાંથી નીકાળ્યો અને તમને બધાને રણ પ્રદેશમાંથી લઈ આવ્યો, તે. મતભેદ પછી જે શેતાને મારા અને મારા ભાઈઓમાં નાખી દીધો હતો, મારો રબ જે ચાહે પોતાના માટે સારી વ્યવસ્થા કરનાર છે અને મોટો ઈલ્મવાળો હિકમતવાળો છે.
(૧૦૧) હે મારા રબ ! તેં મને રાજ્ય પ્રદાન કર્યું અને મને સ્વપ્નફળનું ઈલ્મ આપ્યું, હે આકાશો અને ધરતીને પેદા કરનાર ! તું જ દુનિયા અને આખિરતમાં મારો દોસ્ત અને મદદગાર છું, તું મને મુસલમાનની હાલતમાં જ મૃત્યુ આપ અને મને સદાચારીઓમાં સામેલ કરી દે.[1]
(૧૦૨) આ ગૈબની ખબરો છે જેને અમે તમારા તરફ વહી કરી રહ્યા છીએ, અને તમે તેમના પાસે ન હતા જ્યારે તેમણે પોતાની વાત પાકી કરી લીધી હતી અને તેઓ છળકપટ કરવા લાગ્યા હતા.
(૧૦૩) જો કે તમે ગમે તેટલું ચાહો, મોટા ભાગના લોકો ઈમાન નહિ લાવે.
(૧૦૪) અને તમે તેમનાથી તેના પર કોઈ મજદૂરી નથી માંગી રહ્યા, આ તો સમગ્ર દુનિયા માટે નસીહત જ નસીહત છે. (ع-૧૧)