(૧૧૪) અને બેશક અમે મૂસા અને હારૂન પર મોટો ઉપકાર કર્યો.
(૧૧૫) અને તેમને અને તેમની કોમને મોટા દુઃખ દર્દથી મુક્તિ આપી દીધી.
(૧૧૬) અને તેમને મદદ કરી તો તેઓ જ વિજયી રહ્યા.
(૧૧૭) અને અમે તેમને (સ્પષ્ટ અને) રોશન કિતાબ પ્રદાન કરી.
(૧૧૮) અને તે બંનેને સીધો માર્ગ દેખાડ્યો.
(૧૧૯) અને અમે તે બંનેના માટે પાછળ આવનારાઓમાં શુભચર્ચા બાકી રાખી.
(૧૨૦) સલામ છે મૂસા અને હારૂન ઉપર.
(૧૨૧) બેશક અમે નેક કામ કરનારાઓને આ રીતે બદલો આપીએ છીએ.
(૧૨૨) બેશક આ બન્ને અમારા મોમિન બંદાઓમાંથી હતા.
(૧૨૩) અને બેશક ઈલિયાસ પણ પયગંબરોમાંથી હતો.[1]
(૧૨૪) જ્યારે કે તેણે પોતાની કોમને કહ્યું કે, “તમે અલ્લાહથી ડરતા નથી?”
(૧૨૫) શું તમે “બઅ્લ' નામની મૂર્તિને પોકારો છો અને સર્વોત્તમ સર્જનહારને છોડી દો છો ?
(૧૨૬) તે અલ્લાહ જે તમારો અને તમારા પહેલાના બાપ-દાદાઓનો રબ છે ?”
(૧૨૭) પરંતુ કોમે તેને ખોટો ઠેરવ્યો, તો તેઓ જરૂર (સજાઓ માટે) હાજર કરવામાં આવશે.
(૧૨૮) સિવાય અલ્લાહ (તઆલા) ના વિશિષ્ટ બંદાઓના.
(૧૨૯) અને અમે (ઈલિયાસની) શુભ ચર્ચા પાછળના લોકોમાં બાકી રાખી દીધી.
(૧૩૦) સલામ છે ઈલિયાસ ઉપર.[1]
(૧૩૧) અમે નેક કામ કરનારાઓને આવી રીતે બદલો આપીએ છીએ.
(૧૩૨) બેશક તે અમારા ઈમાનવાળા બંદાઓમાંથી હતો.[1]
(૧૩૩) બેશક લૂત (અ.સ.) પણ પયગંબરોમાંથી હતો.
(૧૩૪) અમે તેને અને તેના પરિવારના બધાને મુક્તિ પ્રદાન કરી.
(૧૩૫) સિવાય તે ઘરડી સ્ત્રીના કે જે પાછળ રહી જનારાઓમાંથી હતી.[1]
(૧૩૬) પછી અમે બીજાઓને ખેદાન-મેદાન કરી દીધા.
(૧૩૮) અને તમે તો સવાર થવા પર તેમની વસ્તીઓમાંથી પસાર થાઓ છો.
(૧૩૮) અને રાત્રે પણ, શું પછી પણ નથી સમજતા?[1] (ع-૪)