(૩૨) અને બેશક તમારાથી પહેલાના પયગંબરો સાથે મજાક કરવામાં આવ્યો હતો અને મેં પણ કાફિરોને ઢીલ આપી હતી, પછી તેમને પકડી લીધા હતા, તો મારો અઝાબ કેવો રહયો?
(૩૩) તે અલ્લાહ જે ખબર લેવાવાળો છે દરેક મનુષ્યની તેના કરેલા કર્મો પર, તે લોકોએ અલ્લાહના ભાગીદાર ઠેરવ્યા છે, કહી દો કે, “જરા તેમના નામ તો લો.” શું તમે અલ્લાહને તે વાતો બતાવો છો જેને તે ધરતી પર જાણતો જ નથી અથવા ફક્ત ઉપરછલ્લી વાતો બનાવો છો.[1] વાત ખરેખર એ છે કે કુફ્ર કરનારાઓ માટે તેમના છળકપટને ભલે સજાવી દેવામાં આવ્યું છે, અને તેમને સાચા માર્ગથી રોકી દેવામાં આવ્યા છે, અને જેને અલ્લાહ ભટકાવી દે તેને માર્ગ બતાવનાર કોઈ નથી.
(૩૪) તેમના માટે દુનિયાની જિંદગીમાં પણ અઝાબ છે અને આખિરતનો અઝાબ તો ઘણો સખત છે અને તેમને અલ્લાહના પ્રકોપથી બચાવનાર કોઈ નથી.
(૩૫) તે જન્નતનું ઉદાહરણ જેનો વાયદો પરહેઝગારોના સાથે કરવામાં આવ્યો છે તે એ છે કે તેની નીચે નહેરો વહી રહી છે, તેના ફળ હંમેશા રહેવાવાળા છે અને તેનો છાંયડો પણ, આ છે બદલો પરહેઝગારોનો અને કાફિરોનો અંજામ જહન્નમ છે.
(૩૬) અને જેમને અમે કિતાબ આપી છે તે લોકો તો જે કંઈ તમારા ઉપર ઉતારવામાં આવ્યુ છે તેનાથી ખુશ થાય છે અને બીજા જૂથના કેટલાક લોકો તેની કેટલીક વાતોને કબૂલ કરતા નથી, તમે એલાન કરી દો કે, “મને તો ફક્ત એ જ હુકમ આપવામાં આવ્યો છે કે હું અલ્લાહની બંદગી કરું અને તેના સાથે કોઈને ભાગીદાર ન બનાવું, હું તેના તરફ આમંત્રણ આપી રહ્યો છુ અને તેના તરફ જ મારું ઠેકાણું છે.”
(૩૭) અને આ રીતે આ કુરઆનને અરબી ભાષાનું ફરમાન (બનાવીને) ઉતાર્યુ છે,[1] અને જો તમે તેમની ઈચ્છાઓનું અનુસરણ કર્યું તેના ઉપરાંત કે તમારા પાસે ઈલ્મ આવી ચૂક્યુ છે તો અલ્લાહ (ના અઝાબો)થી તમારો ન મદદગાર મળશે અને ન હિફાજત કરનાર.[2] (ع-૫)