Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૬૪) બેશક આકાશ અને ધરતીને બનાવવું, રાત દિવસનો ફેરબદલ, વહાણનું લોકોને ફાયદો પહોંચાડનારી વસ્તુઓને લઈને સમુદ્રમાં ચાલવું, આકાશમાંથી વર્ષા ઉતારી મૃત ધરતીને જીવંત કરી દેવી, તેમાં દરેક પ્રકારના જીવોને ફેલાવી દેવા, હવાની દિશા બદલવી, અને વાદળ જે આકાશ અને ધરતી વચ્ચે લટકેલ છે. આમાં બુધ્ધિશાળીઓ માટે અલ્લાહની કુદરતની નિશાની છે.
(૧૬૫) અને કેટલાક લોકો એવા પણ છે જેઓ બીજાઓને અલ્લાહના શરીક બનાવીને તેમનાથી એવો પ્રેમ રાખે છે જેવો પ્રેમ અલ્લાહથી હોવો જોઈએ અને ઈમાનવાળાઓ અલ્લાહથી પ્રેમમાં મજબૂત હોય છે, કાશ કે મૂર્તિપૂજક જાણતા જ્યારે કે અલ્લાહના અઝાબોને જોઈને (જાણી લેશે) કે સર્વ તાકાત અલ્લાહને જ છે અને અલ્લાહ સખત અઝાબ આપવાવાળો છે. (તો કદી પણ મૂર્તિપૂજા ન કરતા)
(૧૬૬) જે સમયે સરદાર લોકો પોતાના તાબેદારોથી અલગ થઈ જશે અને અઝાબને પોતાની આંખોથી જોઈ લેશે અને બધા સંબંધો તુટી જશે.
(૧૬૭) અને તાબેદારો કહેવા લાગશે, કાશ અમે દુનિયા તરફ બીજીવાર જઈએ તો અમે પણ તેમનાથી આવી જ રીતે અલગ થઈ જઈએ, જેવા તેઓ અમારાથી છે. તેવી જ રીતે અલ્લાહ તઆલા તેઓને તેમના કર્મો દેખાડશે તેમના પસ્તાવાને લીધે, તેઓ કદાપી જહન્નમમાંથી નહિં નીકળી શકે.[68]