(૨૬) બેશક અમે નૂહ અને ઈબ્રાહીમ (અ.સ.) ને (રસૂલ બનાવીને) મોકલ્યા, અને અમે તે બંનેની સંતાનમાં પયગંબરી અને કિતાબ ચાલુ રાખી, તો તેમનામાંથી કેટલાક સીધા માર્ગ ઉપર આવ્યા અને મોટાભાગના નાફરમાન રહ્યા.
(૨૭) તેમના પછી પણ અમે સતત અમારા રસૂલોને મોક્લતા રહ્યા તથા તેમના પછી અમે મરયમના પુત્ર ઈશાને મોકલ્યા અને તેમને ઈન્જિલ આપી અને તેમની તાબેદારી કરનારાઓના દિલોમાં પ્રેમ અને દયા મૂકી દીધી,[1] હાં, સંસાર ત્યાગ તો તેમણે પોતે જ શોધી કાઢ્યો હતો,[2] અમે તેમના ઉપર ફરજ પાડી ન હતી[3] સિવાય અલ્લાહની રજામંદી પ્રાપ્ત કરવા માટે[4] તો તેમણે તેનું પૂરું પાલન ન કર્યું, તો પણ અમે તેમનામાંથી જે ઈમાન લાવ્યા હતા તેમને તેમનો બદલો આપ્યો અને તેમનામાંથી વધુ પડતા લોકો નાફરમાન હતા.
(૨૮) હે લોકો ! જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહથી ડરતા રહો અને તેના રસૂલો પર ઈમાન લાવો, અલ્લાહ તમને પોતાની દયાનો બમણો ભાગ આપશે[1] અને તમને નૂર આપશે, જેની રોશનીમાં તમે હરતા ફરતા રહેશો અને (તમારા ગુનાહોને પણ) માફ કરી દેશે, અલ્લાહ માફ કરવાવાળો દયાળુ છે.
(૨૯) આ એટલા માટે કે કિતાબવાળાઓ જાણી લે કે અલ્લાહની કૃપાના કોઈ પણ ભાગમાં તેમનો હક નથી અને એ કે બધી જ કૃપા અલ્લાહના હાથમાં જ છે તે જેને ચાહે આપે અને અલ્લાહ જ અત્યંત કૃપાળુ છે. (ع-૪)