Surah Muhammad

સૂરહ મુહમ્મદ

રૂકૂ : ૨

આયત ૧૨ થી ૧૯

اِنَّ اللّٰهَ یُدْخِلُ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ وَ الَّذِیْنَ كَفَرُوْا یَتَمَتَّعُوْنَ وَ یَاْكُلُوْنَ كَمَا تَاْكُلُ الْاَنْعَامُ وَ النَّارُ مَثْوًى لَّهُمْ (12)

(૧૨) જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા, તેમને અલ્લાહ (તઆલા) નિશ્ચિત રૂપે એવા બાગોમાં દાખલ કરશે જેના નીચે નહેરો વહી રહી છે અને જે લોકો કાફિર થયા તેઓ (દુનિયાનો જ) ફાયદો ઉઠાવી રહ્યા છે અને જાનવરોની જેમ ખાઈ-પી રહ્યા છે, તેમનું (મૂળ) ઠેકાણું જહન્નમ છે.


وَ كَاَیِّنْ مِّنْ قَرْیَةٍ هِیَ اَشَدُّ قُوَّةً مِّنْ قَرْیَتِكَ الَّتِیْۤ اَخْرَجَتْكَ ۚ اَهْلَكْنٰهُمْ فَلَا نَاصِرَ لَهُمْ (13)

(૧૩) અને અમે કેટલીયે વસ્તીઓને જે તાકાતમાં તમારી આ વસ્તીથી વધારે હતી, જ્યાંથી તમને કાઢ્યા અમે તેમને નષ્ટ કરી દીધા છે, જેમની મદદ કરવાવાળો કોઈ ન થયો.


اَفَمَنْ كَانَ عَلٰى بَیِّنَةٍ مِّنْ رَّبِّهٖ كَمَنْ زُیِّنَ لَهٗ سُوْٓءُ عَمَلِهٖ وَ اتَّبَعُوْۤا اَهْوَآءَهُمْ (14)

(૧૪) શું તે વ્યક્તિ જે પોતાના રબ તરફથી સ્પષ્ટ દલીલ પર હોય તો, તે વ્યક્તિના બરાબર થઈ શકે છે જેના માટે તેના બૂરા કાર્યો સારા બનાવી દેવામાં આવ્યા હોય અને તે પોતાની ઈચ્છાઓનું અનુસરણ કરતો હોય ?

مَثَلُ الْجَنَّةِ الَّتِیْ وُعِدَ الْمُتَّقُوْنَ ؕ فِیْهَاۤ اَنْهٰرٌ مِّنْ مَّآءٍ غَیْرِ اٰسِنٍ ۚ وَ اَنْهٰرٌ مِّنْ لَّبَنٍ لَّمْ یَتَغَیَّرْ طَعْمُهٗ ۚ وَ اَنْهٰرٌ مِّنْ خَمْرٍ لَّذَّةٍ لِّلشّٰرِبِیْنَ { ۚ٥} وَ اَنْهٰرٌ مِّنْ عَسَلٍ مُّصَفًّى ؕ وَ لَهُمْ فِیْهَا مِنْ كُلِّ الثَّمَرٰتِ وَ مَغْفِرَةٌ مِّنْ رَّبِّهِمْ ؕ كَمَنْ هُوَ خَالِدٌ فِی النَّارِ وَ سُقُوْا مَآءً حَمِیْمًا فَقَطَّعَ اَمْعَآءَهُمْ (15)

(૧૫) તે જન્નતની વિશેષતા જેનો વાયદો પરહેઝગારો સાથે કરવામાં આવ્યો છે, એ છે કે તેમાં (ઠંડા) પાણીની નહેરો વહી રહી છે જે બદબૂદાર નથી અને દૂધની નહેરો જેનો સ્વાદ નથી બદલાયો, અને શરાબની નહેરો છે જે પીનારાઓ માટે ખૂબ સ્વાદિષ્ટ છે અને ચોખ્ખા મધની નહેરો અને તેમના માટે તેમાં દરેક પ્રકારના ફળો છે અને તેમના રબ તરફથી માફી છે, શું આ લોકો તેમના બરાબર છે જેઓ હંમેશા આગમાં રહેનારા છે અને જેમને ગરમ ઉકળતું પાણી પીવડાવવામાં આવશે, જે તેમના આંતરડાના ટૂકડે ટૂકડા કરી દેશે.


وَ مِنْهُمْ مَّنْ یَّسْتَمِعُ اِلَیْكَ ۚ حَتّٰۤى اِذَا خَرَجُوْا مِنْ عِنْدِكَ قَالُوْا لِلَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ مَا ذَا قَالَ اٰنِفًا {قف} اُولٰٓئِكَ الَّذِیْنَ طَبَعَ اللّٰهُ عَلٰى قُلُوْبِهِمْ وَ اتَّبَعُوْۤا اَهْوَآءَهُمْ (16)

(૧૬) અને તેમનામાં કેટલાક (એવા પણ છે કે) તમારા તરફ કાન લગાવે છે ત્યાં સુધી કે જયારે તમારા પાસેથી જાય છે ત્યારે ઈલ્મવાળાઓને (સુસ્તી અને આળશના કારણે) પૂછે છે કે, “એમણે શું કહ્યું હતું ? ” આ તે લોકો છે જેમના દિલો પર અલ્લાહે મહોર લગાવી દીધી છે અને તેઓ પોતાની ઈચ્છાઓનું અનુસરણ કરે છે.


وَ الَّذِیْنَ اهْتَدَوْا زَادَهُمْ هُدًى وَّ اٰتٰىهُمْ تَقْوٰىهُمْ (17)

(૧૭) અને જે લોકો હિદાયત પ્રાપ્ત કરી ચૂક્યા છે અલ્લાહ (તઆલા) તેમને તેનાથી પણ વધારે હિદાયત આપે છે અને તેમને તેમનો તકવો (સદાચાર) પ્રદાન કર્યો છે.


فَهَلْ یَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَاْتِیَهُمْ بَغْتَةً ۚ فَقَدْ جَآءَ اَشْرَاطُهَا ۚ فَاَنّٰى لَهُمْ اِذَا جَآءَتْهُمْ ذِكْرٰىهُمْ (18)

(૧૮) તો શું આ લોકો કયામતની રાહ જોઈ રહ્યા છે કે તેમના ઉપર અચાનક આવી જાય ? બેશક તેની નિશાનીઓ તો આવી ચૂકી છે, પછી જયારે તેમના ઉપર કયામત આવી જાય તો તેઓને નસીહત પ્રાપ્ત કરવાનું ક્યાંથી મળશે ?


فَاعْلَمْ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا اللّٰهُ وَ اسْتَغْفِرْ لِذَنْۢبِكَ وَ لِلْمُؤْمِنِیْنَ وَ الْمُؤْمِنٰتِ ؕ وَ اللّٰهُ یَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَ مَثْوٰىكُمْ ۧ (19)

(૧૯) તો (હે નબી!) તમે વિશ્વાસ કરો કે અલ્લાહના સિવાય કોઈ (સાચો) મા'બૂદ (ઉપાસ્ય) નથી અને પોતાના ગુનાહોની માફી માંગ્યા કરો અને ઈમાનવાળા પુરૂષો અને ઈમાનવાળી સ્ત્રીઓના હકમાં પણ, અલ્લાહ (તઆલા) તમારા આવવા-જવા અને નિવાસ સ્થાનોને સારી રીતે જાણે છે. (ع-)