Surah Al-Munafiqun

સૂરહ અલ-મુનાફિકૂન

રૂકૂ : ૧

આયત ૧ થી ૮

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

اِذَا جَآءَكَ الْمُنٰفِقُوْنَ قَالُوْا نَشْهَدُ اِنَّكَ لَرَسُوْلُ اللّٰهِ ۘ وَ اللّٰهُ یَعْلَمُ اِنَّكَ لَرَسُوْلُهٗ ؕ وَ اللّٰهُ یَشْهَدُ اِنَّ الْمُنٰفِقِیْنَ لَكٰذِبُوْنَ ۚ (1)

(૧) તમારા પાસે જ્યારે મુનાફિકો આવે છે તો કહે છે કે અમે આ વાતના સાક્ષી છીએ કે બેશક તમે અલ્લાહના રસૂલ છો, અને અલ્લાહ (તઆલા) જાણે છે કે તમે બેશક તેના રસૂલ છો, અને અલ્લાહ સાક્ષી આપે છે કે મુનાફિકો અવશ્ય (ચોક્કસ) જૂઠા છે.


اِتَّخَذُوْۤا اَیْمَانَهُمْ جُنَّةً فَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ اِنَّهُمْ سَآءَ مَا كَانُوْا یَعْمَلُوْنَ (2)

(૨) આમણે પોતાની સોગંદોને ઢાલ બનાવી રાખી છે તો અલ્લાહના માર્ગથી અટકી ગયા, બેશક ખરાબ કામ છે જેને તેઓ કરી રહ્યા છે.


ذٰلِكَ بِاَنَّهُمْ اٰمَنُوْا ثُمَّ كَفَرُوْا فَطُبِعَ عَلٰى قُلُوْبِهِمْ فَهُمْ لَا یَفْقَهُوْنَ (3)

(૩) આ એટલા માટે છે કે તેઓ ઈમાન લાવીને ફરીથી કાફિર થઈ ગયા, તો તેમના દિલો પર મહોર મારી દેવામાં આવી, હવે તેઓ કંઈ સમજતા નથી.


وَ اِذَا رَاَیْتَهُمْ تُعْجِبُكَ اَجْسَامُهُمْ ؕ وَ اِنْ یَّقُوْلُوْا تَسْمَعْ لِقَوْلِهِمْ ؕ كَاَنَّهُمْ خُشُبٌ مُّسَنَّدَةٌ ؕ یَحْسَبُوْنَ كُلَّ صَیْحَةٍ عَلَیْهِمْ ؕ هُمُ الْعَدُوُّ فَاحْذَرْهُمْ ؕ قٰتَلَهُمُ اللّٰهُ {ز} اَنّٰى یُؤْفَكُوْنَ (4)

(૪) અને જ્યારે તમે તેમને જોઈલો તો તેમના શરીર તમને આકર્ષક લાગશે, જ્યારે તેઓ વાતો કરવા લાગે તો તેમની વાતો પર તમારા (પોતાના) કાન લગાવો, પરંતુ જાણે કે તેઓ લાકડીઓ છે દિવાલના ટેકાથી લગાડેલ, (તેઓ) દરેક (ઊંચી) અવાજને પોતાના વિરુદ્ધ સમજે છે. આ જ હકીક્તમાં દુશ્મન છે તેમનાથી બચો, અલ્લાહ તેમનો નાશ કરે, ક્યાં અવળા જઈ રહ્યા છે ?


وَ اِذَا قِیْلَ لَهُمْ تَعَالَوْا یَسْتَغْفِرْ لَكُمْ رَسُوْلُ اللّٰهِ لَوَّوْا رُءُوْسَهُمْ وَ رَاَیْتَهُمْ یَصُدُّوْنَ وَ هُمْ مُّسْتَكْبِرُوْنَ (5)

(૫) અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે આવો તમારા માટે અલ્લાહના રસૂલ માફી માંગે તો પોતાના માથા ફેરવી લે છે, અને તમે તેમને જોશો કે તેઓ ઘમંડ કરતા અટકી જાય છે.


سَوَآءٌ عَلَیْهِمْ اَسْتَغْفَرْتَ لَهُمْ اَمْ لَمْ تَسْتَغْفِرْ لَهُمْ ؕ لَنْ یَّغْفِرَ اللّٰهُ لَهُمْ ؕ اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الْفٰسِقِیْنَ (6)

(૬) તેમના પક્ષ (હક)માં તમે માફીની દુઆ કરો કે ન કરો બન્ને બરાબર છે. અલ્લાહ (તઆલા) તેમને કદી માફી નહીં કરે, બેશક અલ્લાહ (તઆલા) આવા નાફરમાનો (અવજ્ઞાકારીઓ) ને માર્ગ નથી બતાવતો.



هُمُ الَّذِیْنَ یَقُوْلُوْنَ لَا تُنْفِقُوْا عَلٰى مَنْ عِنْدَ رَسُوْلِ اللّٰهِ حَتّٰى یَنْفَضُّوْا ؕ وَ لِلّٰهِ خَزَآئِنُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ لٰكِنَّ الْمُنٰفِقِیْنَ لَا یَفْقَهُوْنَ (7)

(૭) આ એ જ લોકો છે જેઓ કહે છે કે જે લોકો અલ્લાહના રસૂલની પાસે છે, તેમના ઉપર ખર્ચ ન કરો, ત્યાં સુધી કે તેઓ વિખેરાઈ જાય, જો કે આકાશો અને ધરતીના બધા જ ખજાનાઓ અલ્લાહની જ મિલ્ક્ત છે પરંતુ આ મુનાફિકો સમજતા નથી.


یَقُوْلُوْنَ لَئِنْ رَّجَعْنَاۤ اِلَى الْمَدِیْنَةِ لَیُخْرِجَنَّ الْاَعَزُّ مِنْهَا الْاَذَلَّ ؕ وَ لِلّٰهِ الْعِزَّةُ وَ لِرَسُوْلِهٖ وَ لِلْمُؤْمِنِیْنَ وَ لٰكِنَّ الْمُنٰفِقِیْنَ لَا یَعْلَمُوْنَ ۧ (8)

(૮) તેઓ કહે છે કે જો અમે પાછા ફરીને મદીના જઈશું. તો ઈજ્જતવાળો ત્યાંથી બેઈજૂજતને કાઢી મૂકશે. (સાંભળો!) ઈજ્જત તો ફક્ત અલ્લાહ (તઆલા)ના માટે છે અને તેના રસૂલના માટે અને ઈમાનવાળાઓના માટે છે, પરંતુ આ મુનાફિકો જાણતા નથી. (ع-)