(૬) અય ઈમાનવાળાઓ! જ્યારે તમે નમાઝ માટે ઉઠો તો પોતાના ચહેરા અને કોણીઓ સુધી પોતાના હાથ ધોઈ લો,[15] અને પોતાના માથાનો મસહ (બંને હાથ ભીના કરી માથા પર ફેરવવા) કરી લો[16] અને પોતાના પગ ઘૂંટીઓ (ટખના) સુધી ધોઈ લો,[17] અને જો તમે અપવિત્ર હોવ તો સ્નાન કરી લો,[18] અને જો તમે બીમાર હોવ, અથવા મુસાફરીમાં હોવ અથવા તમારામાંથી કોઈ શૌચાલયથી આવે અથવા તમે પત્નીને મળ્યા હોય અને પાણી ન મળે તો પવિત્ર માટીથી તયમ્મુમ કરી લો તેને પોતાના ચેહરા અને હાથો પર ફેરવી લો, અલ્લાહ તમારા પર તંગી ઈચ્છતો નથી, પરંતુ તમને પવિત્ર કરવા ઈચ્છે છે અને જેથી તમારા પર પોતાની ને’મત પરિપૂર્ણ કરે અને જેથી તમે શુક્રગુજાર (કૃતજ્ઞ) રહો.
(૭) અને પોતાના ઉપર અલ્લાહની ને’મત અને તે વચનને યાદ કરો જેની તમારા સાથે સંધી થઈ, જયારે તમે કહ્યું કે, “અમે સાંભળ્યું અને માની લીધું” અને અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, બેશક અલ્લાહ (તઆલા) દિલોની વાતોનો જાણકાર છે.
(૮) અય ઈમાનવાળાઓ! અલ્લાહના માટે સત્ય પર મજબૂત, ન્યાય ૫૨ ગવાહ બની જાઓ, અને કોઈ કોમની દુશ્મની તમને ન્યાય ન કરવા પર તૈયાર ન કરે, ન્યાય કરો તે પરહેઝગારીથી ઘણું નજીક છે અને અલ્લાહથી ડરતા રહો, બેશક અલ્લાહ તમારા કાર્યોથી બાખબર છે.
(૯) જેમણે યકીન કર્યું અને નેક કામો કર્યા અલ્લાહે તેમને માફી અને મોટા બદલાનો વાયદો કર્યો છે.
(૧૦) અને જેમણે યકીન ન કર્યુ અને અમારા હુકમોને જૂઠાડ્યા તેઓ જહન્નમી છે.
(૧૧) અય ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા) એ જે તમારા પર અહેસાન કર્યા છે તેને યાદ કરો, જ્યારે કે એક કોમે તમારા પર જુલમ કરવા ચાહ્યું તો અલ્લાહ (તઆલા)એ તેમના હાથોને તમારા સુધી પહોંચવાથી રોકી લીધા, અને અલ્લાહ (તઆલા) થી ડરતા રહો અને ઈમાનવાળાઓએ અલ્લાહ (તઆલા) ૫૨ જ ભરોસો કરવો જોઈએ. (ع-૨)