Surah Al-Balad
સૂરહ અલ-બલદ
સૂરહ અલ-બલદ
સૂરહ અલ-બલદ (૯૦)
શહેર
સૂરહ અલ-બલદ[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં વીસ (૨૦) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હું આ શહેર (મક્કા)ના સોગંદ ખાઉ છું.
(૨) અને તમે આ શહેરમાં સ્થાયી (મુકિમ) છો.[2]
(૩) અને સોગંદ છે માનવિય પિતા (આદમ અ.સ.) અને સંતાનના.[3]
(૪) બેશક અમે માનવીને (ખૂબ જ) મહેનત (પરિશ્રમ)માં (સપડાયેલો) બનાવ્યો છે.
(૫) શું તેણે એમ સમજી લીધું કે તે કોઈના કાબુમાં નથી ?
(૬) કહે છે કે મેં પુષ્કળ માલ ખર્ચ કરી નાખ્યો છે.
(૭) શું (તે એમ) સમજે છે કે કોઈએ તેને જોયો જ નથી ?
(૮) શું અમે તેની બે આંખો નથી બનાવી ?
(૯) અને એક જીભ અને બે હોઠ (નથી બનાવ્યા) ?
(૧૦) અને તેને બન્ને માર્ગ બતાવી દીધા.
(૧૧) તો તેનાથી ન થઈ શક્યું કે ઘાટીમાં દાખલ થાય.
(૧૨) અને તમને શું ખબર કે ઘાટી છે શું ?
(૧૩) કોઈ ગરદન (દાસ-દાસી)ને મુક્ત કરાવવી,
(૧૪) અથવા ભૂખના દિવસે ખાવાનું ખવડાવવું.
(૧૫) કોઈ નજીકના અનાથને.
(૧૬) અથવા જમીન પર પડી રહેલા ગરીબ (મિસ્કીન)ને.
(૧૭) પછી તે લોકોમાંથી થઈ જતો જેઓ ઈમાન લાવ્યા[4] અને એકબીજાને સબર (ધૈર્ય)ની અને દયા (રહમ) કરવાની વસીયત કરતા રહ્યા.[5]
(૧૮) આ જ લોકો છે જમણી બાજુવાળા.
(૧૯) અને જે લોકો એ અમારી આયતોનો ઈન્કાર કર્યો, તે જ લોકો છે ડાબી બાજુવાળા.
(૨૦) તેમના જ ઉપર આગ હશે જે ચારેબાજુથી છવાયેલી હશે. (ع-૧)