(૪૬) અને તે મનુષ્યના માટે જે પોતાના રબના સમક્ષ ઊભા રહેવાથી ડરે, બે જન્નત છે.[1]
(૪૭) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૪૮) બન્ને જન્નતો ખુબ જ ગીચ ડાળીઓ (શાખાઓ) વાળી છે.
(૪૯) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૫૦) તે બન્ને (જન્નતો)માં બે નહેરો વહેતી હશે.[1]
(૫૧) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૫૨) તે બન્ને (જન્નતો)માં દરેક પ્રકારના ફળો (મેવા) ના જોડા (બે જાતના) હશે.
(૫૩) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૫૪) જન્નતમાં રહેનારા એવા બિછાણા પર તકિયો લગાવીને બેઠા હશે કે જેનું અસ્તર પણ ભારે રેશમનું હશે, અને તે બન્ને જન્નતોના મેવા (ફળો) બહુ જ નજીક હશે.
(૫૫) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૫૬) ત્યાં શરમાળ નીચી નજરોવાળી હૂરો હશે, જેને તેમનાથી પહેલા કોઈ જિન્નાત કે માનવીએ હાથ લગાડ્યો નહીં હોય.[1]
(૫૭) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૫૮) તે (હૂરો) માણેક (યાકૂત) અને મુંગા (સફેદ મોતી) જેવી હશે.
(૫૯) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૬૦) ભલાઈનો બદલો ભલાઈ (ઉપકાર) સિવાય શું છે ? [1]
(૬૧) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૬૨) અને તેના સિવાય બીજી બે જન્નતો વધુ છે. [1]
(૬૩) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૬૪) આ બન્ને ગીચ લીલા રંગના કાળાશ પડતા હશે.
(૬૫) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૬૬) તેમાં બે (જોશભેર) ઊભરાતી નહેરો (જળસ્રોત) હશે.
(૬૭) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૬૮) તે બન્નેમાં મેવા, ખજૂર અને દાડમ હશે.
(૬૯) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૭૦) તેમાં સારા ગુણોવાળી ખૂબસૂરત સ્ત્રીઓ હશે.[1]
(૭૧) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૭૨) (ગોરા રંગની) હૂરો (અપ્સરા) જન્નતના તંબુઓમાં રહેવાવાળી છે.
(૭૩) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૭૪) તેને (હૂરોને) કોઈ માનવી કે જિન્નાતે આનાથી પહેલા હાથ નહીં લગાવ્યો હોય.
(૭૫) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૭૬) લીલા ગાલીચા અને સુંદર બિછાણા પર તકિયા લગાવેલ હશે.[1]
(૭૭) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?[1]
(૭૮) ખૂબ જ બરકતવાળુ છે તમારા પ્રતાપવાન અને ઈજ્જતવાળા રબનું નામ. (ع-૩)