(૧૨૩) અને તે દિવસથી ડરો જે દિવસે કોઈ માણસ બીજા કોઈ માણસને કોઈ ફાયદો પહોંચાડી શકશે નહિં, ન કોઈ માણસથી બદલો સ્વીકારવામાં આવશે, ન તેણે કોઈ ભલામણ ફાયદો પહોંચાડી શકશે, ન તેને કોઈ મદદ કરવામાં આવશે.
(૧૨૪) અને જ્યારે ઈબ્રાહીમ(અ.સ.) ની તેમના રબે અનેક વાતોથી પરીક્ષા લીધી, અને તેમણે દરેકને પૂરી કરી દેખાડી તો (અલ્લાહે) ફરમાવ્યુંકે હું તમને લોકોના ઈમામ (સરદાર) બનાવનાર છું, પૂછ્યું અને મારી સંતાનને, જવાબ આપ્યો કે મારૂ વચન જાલિમોના માટે નથી.
(૧૨૫) અને અમે બયતુલ્લાહ (કાઅબા)ને લોકો માટે સવાબ (પુણ્ય) અને અમન (સલામતી) ની જગ્યા બનાવી, તમે “મકામે ઈબ્રાહીમ” (ઈબ્રાહીમનું સ્થળ- મસ્જિદે હરામમાં એક ખાસ જગ્યાનું નામ છે જે કાઅબાના દરવાજાની સામે થોડી ડાબી બાજુ હટીને છે). ને “મુસ્લ્લા” (નમાઝ પઢવાની જગ્યા) મુકર્રર કરી લો, અને અમે ઈબ્રાહીમ અને ઈસ્માઈલ(અ.સ.) થી વચન લીધુ કે મારા ઘરને તવાફ અને એઅતેકાફ કરનારાઓ, અને રૂકૂઅ અને સિજદો કરનારાઓ માટે પવિત્ર અને સ્વચ્છ રાખો.
(૧૨૬) અને જ્યારે ઈબ્રાહીમે કહ્યું, હે મારા રબ! તુ આ સ્થળને શાંતિમય શહેર બનાવ અને અહિંયા રહેનારાઓને જેઓ અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન રાખવાવાળા હોય, ફળોની રોજી આપ. અલ્લાહે કહ્યું કે હું કાફિરોને પણ થોડો ફાયદો આપીશ, પછી તેમને આગના અઝાબ તરફ મજબૂર કરી દઈશ, આ પહોંચવાની ખરાબ જગ્યા છે.
(૧૨૭) જ્યારે ઈબ્રાહીમ (અ.સ.) અને ઈસ્માઈલ (અ.સ.) કાઅબાની બુનિયાદ (અને દીવાલો) ઉઠાવતા જતા હતા અને કહેતા જતા હતા કે, “અય અમારા રબ! તું અમારાથી કબૂલ કર, તું બધુંજ સાંભળનાર અને બધું જ જાણનાર છે.”
(૧૨૯) અય અમારા રબ! એમનામાં એમનામાંથી એક રસૂલ મોકલ જે એમની પાસે તારી આયતો પઢે અને એમને કિતાબ તથા હિકમત શીખવે અને એમને પવિત્ર કરે, બેશક તું ગાલિબ (પ્રભાવશાળી) અને હિકમતવાળો છે.