અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હા-મીમ !
(૨) ઉતરી છે મહાન કૃપાળુ અને દયાળુ તરફથી.
(૩) (એવી) કિતાબ જેની આયતો વિગતવાર વર્ણવવામાં આવી છે. (તે હાલતમાં કે) કુરઆન અરબી ભાષામાં છે તે લોકો માટે જેઓ જ્ઞાન ધરાવે છે.
(૪) ખુશખબર સંભળાવનાર અને ડરાવનાર છે, પરંતુ આમાના ઘણાં ખરાં લોકોએ તેનાથી મોઢું ફેરવી લીધું છે અને તેઓ સાંભળતા જ નથી.
(૫) અને તેઓએ કહ્યું કે, “તમે જેના તરફ અમને બોલાવી રહ્યા છો અમારા દિલ તો તેનાથી પડદામાં છે,[1] અમારા કાનોમાં બોજ છે. (અથવા કશું સંભળાતુ નથી)[2] અને અમારા અને તમારા વચ્ચે એક પડદો (આડ) છે, સારું, તમે હવે તમારું. કામ કરો અમે પણ અમારું કામ કરતા જઈશું.”
(૬) (તમે) કહી દો કે, “હું તો તમારા જેવો જ મનુષ્ય છું મારા પર વહી કરવામાં આવે છે કે તમારા બધાનો મા'બૂદ ફક્ત એક અલ્લાહ જ છે, તો તમે તેના તરફ રૂખ કરી લો અને તેનાથી ગુનાહોની માફી માંગો અને તે મૂર્તિપૂજકો માટે (મોટી) ખરાબી છે.
(૭) જેઓ ઝકાત નથી આપતા[1] અને આખિરતનો પણ ઈન્કાર કરતા જ રહે છે.
(૮) બેશક જે લોકો ઈમાન લાવ્યા અને સારા કામ કર્યા તેમના માટે બેહિસાબ બદલો છે. (ع-૧)