Surah Al-Mulk
સૂરહ અલ-મુલ્ક
સૂરહ અલ-મુલ્ક
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૫) તે જ છે જેણે તમારા માટે ધરતીને નરમ (અને કોમળ) બનાવી, [7] જેથી તમે તેના માર્ગો પર અવર-જવર કરતા રહો અને તેણે આપેલ રોજીને ખાઓ-પીઓ, તેના જ તરફ (તમારે) જીવતા થઈને જવાનું છે.
(૧૬) શું તમે એ વાતથી નિશ્ચિંત થઈ ગયા છો કે આકાશવાળો તમને ધરતીમાં ધસાવી દે અને અચાનક ધરતી ધ્રૂજી ઊઠે ?
(૧૭) અથવા તમે એ વાતથી પણ નિશ્ચિંત થઈ ગયા છો કે આકાશવાળો તમારા ઉપર પથ્થરોનો વરસાદ વરસાવી દે ? [8] પછી તો તમને ખબર પડી જ જશે કે મારૂ ડરાવવું કેવું હોય છે.
(૧૮) અને આમનાથી પહેલાના લોકોએ પણ જૂુઠાડ્યા હતા. (તો જુઓ) તેમના પર મારો અઝાબ કેવો રહ્યો ?
(૧૯) શું આ લોકો પોતાના ઉપર ક્યારેક પાંખો ફેલાવીને તો (ક્યારેક) પાંખો સંકેલીને (ઉડવાવાળા) પક્ષીઓને નથી જોતા ? [9] તેમને (અલ્લાહ) કૃપાળુ (રહમાન) જ (હવામાં અને આકાશોમાં) ટેકવી રહ્યો છે. બેશક તે દરેક વસ્તુને જોઈ રહ્યો છે.
(૨૦) અલ્લાહના સિવાય તમારું કયું લશ્કર છે જે તમારી મદદ કરી શકે, કાફિરો તો નર્યા ધોખામાં જ છે.
(૨૧) જો અલ્લાહ (તઆલા) પોતાની રોજી અટકાવી દે, તો (બતાઓ) કોણ છે જે ફરીથી તમને રોજી આપે ? પરંતુ આ કાફિરો તો બદમાશી અને અણગમા પર અડી ગયા છે.
(૨૨) સારૂ, તે વ્યક્તિ વધુ સીધા માર્ગ ઉપર છે જે પોતાના ઉંધા મોઢે ચાલતો હોય [10] અથવા તે જે સીધો (પગ વડે) સીધા માર્ગ પર ચાલી રહ્યો હોય ?
(૨૩) કહી દો કે તે જ (અલ્લાહ) છે જેણે તમને પેદા કર્યા અને તમારી આંખો, કાન અને દિલ બનાવ્યા,[11] તમે ખૂબ જ ઓછો આભાર માનો છો.
(૨૪) કહી દો કે તે જ છે જેણે તમને ધરતી ઉપર ફેલાવી દીધા અને તેના પાસે જ તમે સૌ ભેગા કરવામાં આવશો.
(૨૫) અને (કાફિરો) પૂછે છે કે, “તે વાયદો ક્યારે પૂરો થશે ?” જો તમે સાચા છો (તો બતાવો)
(૨૬) (તમે) કહી દો કે, “આનું જ્ઞાન તો અલ્લાહને જ છે, હું તો માત્ર સ્પષ્ટપણે ચેતવણી આપનાર છું”[12]
(૨૭) જ્યારે આ લોકો તેને (વાયદાને) નજીક આવતો જોશે, તે સમયે આ કાફિરોના ચહેરા બગડી જશે અને કહી દેવામાં આવશે કે, “આ તે જ વસ્તુ છે જેની તમે માંગણી કરતા હતા”[13]
(૨૮) (તમે) કહી દો, “ઠીક છે જો મને અને મારા સાથીઓને અલ્લાહ (તઆલા) હલાક કરી નાંખે અથવા અમારા ઉપર દયા કરે (જે પણ હોય એ તો બતાવો કે) કાફિરોને કષ્ટદાયક અઝાબથી કોણ બચાવશે?”[14]
(૨૯) (તમે) કહી દો કે, “તે જ કૃપાળુ છે, અમે તો તેના પર ઈમાન લાવી ચૂક્યા અને તેના ઉપર જ અમે ભરોસો કર્યો, તમને જલ્દી ખબર પડી જશે કે સ્પષ્ટ ગુમરાહીમાં કોણ છે.”
(૩૦) (તમે) કહી દો કે, “ઠીક છે, એ તો બતાવો કે જો તમારું (પીવાનું) પાણી ધરતીમાં ઉતરી જાય, તો કોણ છે જે તમારા માટે સ્વચ્છ પાણી લઈ આવે ?” (ع-૨)[15]