(૨૩) અને જે લોકો અલ્લાહ (તઆલા)ની આયતો અને તેની મુલાકાતને ખોટી ઠેરવે છે, તેઓ અમારી કૃપાથી નિરાશ થઈ જાય,[1] અને તેમના માટે પીડાકારી સજા છે.”
(૨૪) તેમની કોમનો જવાબ એ સિવાય કંઈ ન હતો કે તેમણે કહ્યું, “આને મારી નાખો અથવા બાળી મૂકો”, છેવટે અલ્લાહ (તઆલા)એ તેમને આગમાંથી બચાવી લીધા, બેશક ઈમાનવાળાઓના માટે આમાં ઘણી બધી નિશાનીઓ છે.
(૨૫) (હજરત ઈબ્રાહીમ (અ.સ.) એ) કહ્યું કે, “તમે જે મૂર્તિઓની અલ્લાહ (તઆલા) સિવાય બંદગી કરો છો, તેમને તમે પોતાના વચ્ચે દુનિયાની દોસ્તીનું માધ્યમ બનાવી લીધું છે, તમે બધા કયામતના દિવસે એકબીજાનો ઈન્કાર કરવા લાગશો, અને એકબીજાને ધિક્કારવા લાગશો, અને તમારા બધાનું ઠેકાણું જહન્નમમાં હશે અને તમારી મદદ કરવાવાળું કોઈ નહિ હોય.”
(૨૬) તો તે (હજરત ઈબ્રાહીમ (અ.સ.)) પર (હજરત) લૂત (અ.સ.) ઈમાન લાવ્યા,[1] અને કહેવા લાગ્યા કે, “હું મારા રબ તરફ હિજરત કરવાનો છું, તે મોટો પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે.”
(૨૭) અને અમે તેને (ઈબ્રાહીમને) ઈસ્હાક અને યાકૂબ આપ્યા, અને અમે નબુવ્વત અને કિતાબ તેમના વંશમાં જ કરી દીધી,[1] અને અમે દુનિયામાં પણ તેને સારો બદલો આપ્યો, અને આખિરતમાં તો તે નેક લોકો (સદાચારીઓ) માંથી છે.
(૨૮) અને (હજરત) લૂત (અ.સ.) ની પણ (ચર્ચા) કરો, જ્યારે કે તેમણે પોતાની કોમને કહ્યું કે, “તમે તો તે બેશરમી પર ઉતરી આવ્યા છો,[1] જે તમારા પહેલા પૂરી દુનિયામાં કોઈએ પણ નથી કરી.
(૨૯) શું તમે પરૂષો પાસે (કુકર્મ માટે) જાઓ છો અને રસ્તાઓ બંધ કરો છો અને પોતાની સામાન્ય સભાઓમાં બેશરમીના કામો કરો છો ? ” તો એના જવાબમાં તેમની કોમે આના સિવાય કંઈ ન કહ્યું કે, “બસ, જતો રહે, જો સાચો છે તો અમારા પાસે અલ્લાહનો પ્રકોપ (અઝાબ) લઈ આવ.”
(૩૦) (હજરત) લૂત (અ.સ.) એ દુઆ કરી કે, “રબ! આ ફસાદી કોમ પર મારી મદદ કર.” (ع-૩)