(૭૩) હે નબી! કાફિરો અને મુનાફિકોથી જિહાદ કરતા રહો,[1] અને તેમના ઉપર સખતાઈ કરો, તેમનું અસલ ઠેકાણું જહન્નમ છે. જે ઘણું ખરાબ ઠેકાણું છે.
(૭૪) આ લોકો અલ્લાહની ક્સમ ખાઈને કહે છે કે અમે તે વાતનથી કહી, જ્યારે કે બેશક કુફ્રની વાત તેમના મોઢાથી નીકળી ચૂકી છે, અને આ લોકો પોતાના ઈસ્લામ ઉપરાંત પણ કાફિર થઈ ગયા, અને તેઓએ તે કામનો ઈરાદો પણ કર્યો છે જેને પ્રાપ્ત ન કરી શક્યા, તેઓ ફક્ત આ જ વાતનો બદલો લઈ રહ્યા છે કે તેમને અલ્લાહે પોતાની કૃપાથી અને તેના રસૂલે ધનવાન કરી દીધા, જો તેઓ હજુ પણ તૌબા કરી લે તો આ તેમના હકમાં સારૂં છે, અને જો મોઢુ ફેરવી દે તો અલ્લાહ (તઆલા) તેમને દુનિયા અને આખિરતમાં પીડાકારી સજા આપશે, અને સમગ્ર ધરતીમાં તેમનો કોઈ દોસ્ત અને મદદગાર ઊભો નહિં થાય.
(૭૫) તેમનામાં એવા લોકો પણ છે જેમણે અલ્લાહથી વાયદો કર્યો હતો કે જો તે અમને પોતાની કૃપાથી માલ પ્રદાન કરશે તો અમે જરૂર સદકો કરીશું અને સંપૂર્ણ રીતે નેક લોકોમાં થઈ જઈશું.
(૭૬) પરંતુ જ્યારે અલ્લાહે પોતાની કૃપાથી તેમને આપ્યુ તો તેઓ તેમાં કંજૂસી કરવા લાગ્યા અને ટાલમટોલ કરી મોઢુ ફેરવી લીધું.[1]
(૭૭) તો તેની સજા રૂપે અલ્લાહે તેમના દિલોમાં દંભ (નિફાક) નાખી દીધો, અલ્લાહને મળવાના દિવસો સુધી, કેમ કે તેમણે અલ્લાહથી કરેલા વાયદાનો ભંગ કર્યો અને જૂઠ બોલતા રહ્યા.
(૭૮) શું આ લોકો નથી જાણતા કે અલ્લાહ (તઆલા) તેમના દિલોના ભેદ અને તેમની ગુસપુસ બધુ જાણે છે અને અલ્લાહ (તઆલા) તમારી છૂપી વાતોનો જાણકાર છે?[1]
(૭૯) જે લોકો તે મુસલમાનો પર આરોપ લગાવે છે જેઓ દિલ ખોલીને સદકો કરે છે અને તે લોકો પર જેમને પોતાની મહેનત સિવાય કશું જ મળતુ નથી, તો તેઓ તેમની હાંસી ઉડાવે છે, અલ્લાહ પણ હાંસી ઉડાવનારાઓની હાંસી ઉડાવે છે અને તેમના માટે જ પીડાકારી સજા છે.
(૮૦) તમે તેમના માટે તૌબા કરો કે ન કરો, જો તમે સિત્તેર વખત પણ તેમના માટે તૌબા કરશો તો પણ અલ્લાહ તેમને કદાપિ માફ નહિ કરે,[1] કેમકે તેમણે અલ્લાહ અને તેના રસૂલ સાથે કુફ્ર કર્યું છે,[2] અને આવા ફાસિકોને અલ્લાહ માર્ગ નથી દેખાડતો. (ع-૧૦)