Surah Hud

સૂરહ હૂદ

રૂકૂઅ : ૪

આયત ૩૬ થી ૪૯

وَ اُوْحِیَ اِلٰى نُوْحٍ اَنَّهٗ لَنْ یُّؤْمِنَ مِنْ قَوْمِكَ اِلَّا مَنْ قَدْ اٰمَنَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوْا یَفْعَلُوْنَۚۖ (36)

(૩૬) અને નૂહ તરફ વહી મોકલવામાં આવી કે તમારી કોમના જે લોકો ઈમાન લાવી ચૂક્યા છે તેમના સિવાય હવે કોઈ ઈમાન લાવશે નહિ, પછી તો તેમના કર્મો પર દુઃખી ન થાઓ.


وَ اصْنَعِ الْفُلْكَ بِاَعْیُنِنَا وَ وَحْیِنَا وَ لَا تُخَاطِبْنِیْ فِی الَّذِیْنَ ظَلَمُوْا ۚ اِنَّهُمْ مُّغْرَقُوْنَ (37)

(૩૭) અને એક નૌકા અમારી આંખો સામે અને અમારી વહી અનુસાર તૈયાર કરો અને જાલિમોના વિશે અમને કોઈ વાત ન કરો, તેઓને પાણીમાં ડૂબાડી દેવામાં આવશે.


وَ یَصْنَعُ الْفُلْكَ قف وَ كُلَّمَا مَرَّ عَلَیْهِ مَلَاٌ مِّنْ قَوْمِهٖ سَخِرُوْا مِنْهُ ؕ قَالَ اِنْ تَسْخَرُوْا مِنَّا فَاِنَّا نَسْخَرُ مِنْكُمْ كَمَا تَسْخَرُوْنَؕ (38)

(૩૮) તે (નૂહ) નૌકા બનાવવા લાગ્યા, તેમની કોમના જે જૂથો તેમના પાસેથી પસાર થતા તો તેઓ તેમનો મજાક ઉડાવતા, તેમણે કહ્યું, “જો તમે અમારા પર હસી રહ્યા છો તો અમે પણ તમારા ઉપર એક દિવસે હસીશું જેવી રીતે તમે હસી રહ્યા છો.


فَسَوْفَ تَعْلَمُوْنَ ۙ مَنْ یَّاْتِیْهِ عَذَابٌ یُّخْزِیْهِ وَ یَحِلُّ عَلَیْهِ عَذَابٌ مُّقِیْمٌ (39)

(૩૯) તમને જલદી જાણ થઈ જશે કે કોના ઉપર અઝાબ આવવાનો છે, જે તેને અપમાનિત કરે અને તેના પર કાયમી અઝાબ ઉતરી આવે.”


حَتّٰۤى اِذَا جَآءَ اَمْرُنَا وَ فَارَ التَّنُّوْرُ ۙ قُلْنَا احْمِلْ فِیْهَا مِنْ كُلٍّ زَوْجَیْنِ اثْنَیْنِ وَ اَهْلَكَ اِلَّا مَنْ سَبَقَ عَلَیْهِ الْقَوْلُ وَ مَنْ اٰمَنَ ؕ وَ مَاۤ اٰمَنَ مَعَهٗۤ اِلَّا قَلِیْلٌ (40)

(૪૦) ત્યાં સુધી કે જયારે અમારો હુકમ આવી ગયો અને તંદૂર ઉભરાઈ ગયો, અમે કહ્યું કે, “આ નૌકામાં દરેક પ્રકારના એક-એક જોડા સવાર કરાવી લો અને પોતાના ઘરના લોકોને પણ, સિવાય તેમના જેમના ઉપર પહેલાથી વાત પડી ચૂકી છે, અને તમામ ઈમાનવાળાઓને પણ,” તેમના સાથે ઈમાન લાવનારા ઘણા ઓછા હતા.


وَ قَالَ ارْكَبُوْا فِیْهَا بِسْمِ اللّٰهِ مَجْرٖؔىهَا وَ مُرْسٰىهَا ؕ اِنَّ رَبِّیْ لَغَفُوْرٌ رَّحِیْمٌ (41)

(૪૧) અને નૂહે કહ્યું કે, “આ નૌકામાં બેસી જાઓ અલ્લાહના નામથી તેનું ચાલવું અને થોભવું છે, બેશક મારો રબ મોટો માફ કરનાર અને દયાળુ છે.”


وَ هِیَ تَجْرِیْ بِهِمْ فِیْ مَوْجٍ كَالْجِبَالِ قف وَ نَادٰى نُوْحُ اِ۟بْنَهٗ وَ كَانَ فِیْ مَعْزِلٍ یّٰبُنَیَّ ارْكَبْ مَّعَنَا وَ لَا تَكُنْ مَّعَ الْكٰفِرِیْنَ (42)

(૪૨) અને તે નૌકા તેમને પહાડો જેવી મોજોમાંથી લઈને ચાલી રહી હતી,' અને નૂહે પોતાના પુત્રને જે એક કિનારા પર હતો પોકારીને કહ્યુ, “અય મારા વ્હાલા પુત્ર! અમારા સાથે સવાર થઈ જા અને કાફિરોમાં સામેલ ન થા."


قَالَ سَاٰوِیْۤ اِلٰى جَبَلٍ یَّعْصِمُنِیْ مِنَ الْمَآءِ ؕ قَالَ لَا عَاصِمَ الْیَوْمَ مِنْ اَمْرِ اللّٰهِ اِلَّا مَنْ رَّحِمَ ۚ وَ حَالَ بَیْنَهُمَا الْمَوْجُ فَكَانَ مِنَ الْمُغْرَقِیْنَ (43)

(૪૩) તેણે જવાબ આપ્યો, “હું તો કોઈ ઊંચા પહાડની પનાહમાં આવી જઈશ જે મને પાણીથી બચાવી લેશે.” નૂહે કહ્યું, “આજે અલ્લાહના હુકમથી કોઈ બચાવનાર નથી, ફક્ત એ જ લોકો બચી જશે જેમના ઉપર અલ્લાહ દયા કરે”, તે વખતે તેમના વચ્ચે મોજું આવી ગયુ અને તે ડૂબનારાઓમાં સામેલ થઈ ગયો.


وَ قِیْلَ یٰۤاَرْضُ ابْلَعِیْ مَآءَكِ وَ یٰسَمَآءُ اَقْلِعِیْ وَ غِیْضَ الْمَآءُ وَ قُضِیَ الْاَمْرُ وَ اسْتَوَتْ عَلَى الْجُوْدِیِّ وَ قِیْلَ بُعْدًا لِّلْقَوْمِ الظّٰلِمِیْنَ (44)

(૪૪) અને કહી દેવામાં આવ્યું કે, “હે ધરતી! પોતાના પાણીને ગળી જા, અને હે આકાશ! બસ કર થોભી જા” તે વખતે પાણી સુકાવી દેવામાં આવ્યુ અને કામ પૂરું કરી દેવામાં આવ્યુ, અને નૌકા 'જૂદી' નામના પહાડ ઉપર થોભી ગઈ, અને કહેવામાં આવ્યું કે અન્યાય કરનારાઓ પર લા'નત ઉતરે.


وَ نَادٰى نُوْحٌ رَّبَّهٗ فَقَالَ رَبِّ اِنَّ ابْنِیْ مِنْ اَهْلِیْ وَ اِنَّ وَعْدَكَ الْحَقُّ وَ اَنْتَ اَحْكَمُ الْحٰكِمِیْنَ (45)

(૪૫) અને નૂહે પોતાના રબને પોકાર્યા અને કહ્યું કે, “હે મારા રબ ! મારો પુત્ર મારા ઘરવાળાઓમાંથી છે, બેશક તારો વાયદો સંપૂર્ણ સાચો છે અને તું તમામ ફેંસલો કરનારાઓમાંથી બહેતર ફેંસલો કરનાર છે.


قَالَ یٰنُوْحُ اِنَّهٗ لَیْسَ مِنْ اَهْلِكَ ۚ اِنَّهٗ عَمَلٌ غَیْرُ صَالِحٍ ۖ٘ۗ فَلَا تَسْئَلْنِ مَا لَیْسَ لَكَ بِهٖ عِلْمٌ ؕ اِنِّیْۤ اَعِظُكَ اَنْ تَكُوْنَ مِنَ الْجٰهِلِیْنَ (46)

(૪૬) (અલ્લાહે) ફરમાવ્યું, “હે નૂહ! બેશક તે તારા ઘરવાળાઓમાંથી નથી? તેના કામો બિલકુલ અપ્રિય છે તમારે કદી એવી વસ્તુ ન માંગવી જોઈએ જેનું તમને ઈલ્મ ન હોય, હું તમને નસીહત કરૂ છું કે તમે પોતાને અજ્ઞાનીઓમાં ગણતરી કરાવવાથી રોકાઈ જાઓ.”


قَالَ رَبِّ اِنِّیْۤ اَعُوْذُ بِكَ اَنْ اَسْئَلَكَ مَا لَیْسَ لِیْ بِهٖ عِلْمٌ ؕ وَ اِلَّا تَغْفِرْ لِیْ وَ تَرْحَمْنِیْۤ اَكُنْ مِّنَ الْخٰسِرِیْنَ (47)

(૪૭) (નૂહે) કહ્યું, “હે મારા રબ! હું તારી પનાહ માગુ છું એ વાતથી કે તારા પાસે તે વસ્તુ માંગુ જેનું મને ઈલ્મ ન હોય, જો તુ મને માફ નહિ કરે અને મારા પર દયા નહિ કરે તો હું નુકસાન ઉઠાવનારાઓમાં થઈ જઈશ.”


قِیْلَ یٰنُوْحُ اهْبِطْ بِسَلٰمٍ مِّنَّا وَ بَرَكٰتٍ عَلَیْكَ وَ عَلٰۤى اُمَمٍ مِّمَّنْ مَّعَكَ ؕ وَ اُمَمٌ سَنُمَتِّعُهُمْ ثُمَّ یَمَسُّهُمْ مِّنَّا عَذَابٌ اَلِیْمٌ (48)

(૪૮) કહેવામાં આવ્યું કે, “હે નૂહ! અમારા તરફથી સલામતી અને તે બરક્તો સાથે ઉતરો જે તમારા ઉપર છે અને તમારા સાથેની ઘણી ઉમ્મતો ઉપર, અને ઘણી ઉમ્મતો એવી હશે જેમને અમે. ફાયદો તો જરૂર પહોંચાડીશું, પરંતુ પછી તેમને અમારા તરફથી પીડાકારી સજા પણ પહોંચશે.


تِلْكَ مِنْ اَنْۢبَآءِ الْغَیْبِ نُوْحِیْهَاۤ اِلَیْكَ ۚ مَا كُنْتَ تَعْلَمُهَاۤ اَنْتَ وَ لَا قَوْمُكَ مِنْ قَبْلِ هٰذَا ۛؕ فَاصْبِرْ ۛؕ اِنَّ الْعَاقِبَةَ لِلْمُتَّقِیْنَ ۧ (49)

(૪૯) આ ખબરો ગૈબની ખબરોમાંથી છે જેની વહી અમે તમારા તરફ કરી રહ્યા છીએ, આ અગાઉ ન તમે તેને જાણતા હતા અને ન તમારી કોમ, એટલા માટે તમે સબ્ર કરો, યકીન કરો કે અંતિમ પરિણામ અલ્લાહથી ડરનારાઓના પક્ષમાં છે. (ع-)