Surah Yusuf
સૂરહ યૂસુફ
રૂકૂઅ : ૩
આયત ૨૧ થી ૨૯
وَ قَالَ الَّذِی اشْتَرٰىهُ مِنْ مِّصْرَ لِامْرَاَتِهٖۤ اَكْرِمِیْ مَثْوٰىهُ عَسٰۤى اَنْ یَّنْفَعَنَاۤ اَوْ نَتَّخِذَهٗ وَلَدًا ؕ وَ كَذٰلِكَ مَكَّنَّا لِیُوْسُفَ فِی الْاَرْضِ ز وَ لِنُعَلِّمَهٗ مِنْ تَاْوِیْلِ الْاَحَادِیْثِ ؕ وَ اللّٰهُ غَالِبٌ عَلٰۤى اَمْرِهٖ وَ لٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ (21)
(૨૧) અને મિસરના લોકોમાંથી જેણે તેમને ખરીધ્યા હતા તેણે પોતાની પત્નીને કહ્યું કે, “તેને ઈજ્જત અને આદર સાથે રાખો, શક્ય છે કે તે આપણને ફાયદો પહોંચાડે અથવા આપણે તેને પોતાનો પુત્ર જ બનાવી લઈએ.” આવી રીતે અમે (મિસરની) ધરતી પર યૂસુફના કદમ જમાવ્યા કે અમે તેમને સ્વપ્ન ફળનું થોડું ઈલ્મ શિખવીએ, અલ્લાહ પોતાના ઈરાદાને પૂર્ણ કરવાની તાકાત રાખે છે, પરંતુ ઘણાંખરાં લોકો જાણતા નથી.
وَ لَمَّا بَلَغَ اَشُدَّهٗۤ اٰتَیْنٰهُ حُكْمًا وَّ عِلْمًا ؕ وَ كَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ (22)
(૨૨) અને જ્યારે (યૂસુફ) સંપૂર્ણ યુવાન થઈ ગયા, અમે તેમને ન્યાય કરવાની શક્તિ અને ઈલ્મ આપ્યુ, અમે ભલાઈ કરનારાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
وَ رَاوَدَتْهُ الَّتِیْ هُوَ فِیْ بَیْتِهَا عَنْ نَّفْسِهٖ وَ غَلَّقَتِ الْاَبْوَابَ وَ قَالَتْ هَیْتَ لَكَ ؕ قَالَ مَعَاذَ اللّٰهِ اِنَّهٗ رَبِّیْۤ اَحْسَنَ مَثْوَایَ ؕ اِنَّهٗ لَا یُفْلِحُ الظّٰلِمُوْنَ (23)
(૨૩) અને તે સ્ત્રીએ જેના ઘરે યૂસુફ હતા, યૂસુફને ફોસલાવવાનું શરૂ કર્યુ કે તે પોતાના મનની રક્ષા કરવાનું છોડી દે અને દરવાજો બંધ કરીને કહેવા લાગી કે, “લો આવી જાઓ,” (યૂસુફે) કહ્યું, “અલ્લાહ બચાવે, તે અઝીઝે મારું પાલન કર્યું છે અને તેણે મને ઘણી સારી રીતે રાખ્યો છે, અન્યાય કરનારાઓનું ભલુ નથી થતું.
وَ لَقَدْ هَمَّتْ بِهٖ ۚ وَ هَمَّ بِهَا لَوْ لَاۤ اَنْ رَّاٰ بُرْهَانَ رَبِّهٖ ؕ كَذٰلِكَ لِنَصْرِفَ عَنْهُ السُّوْٓءَ وَ الْفَحْشَآءَ ؕ اِنَّهٗ مِنْ عِبَادِنَا الْمُخْلَصِیْنَ (24)
(૨૪) અને તે સ્ત્રીએ યૂસુફની ઈચ્છા કરી અને યૂસુફ તેની ઈચ્છા કરતા, જો તે પોતાના રબની દલીલ જોઈ ન લેતા. આવું થયુ, એટલા માટે કે અમે તેમનામાંથી બૂરાઈ અને બેશરમી દૂર કરી દઈએ, બેશક તે અમારા પસંદ કરેલા બંદાઓમાંથી હતા.
وَ اسْتَبَقَا الْبَابَ وَ قَدَّتْ قَمِیْصَهٗ مِنْ دُبُرٍ وَّ اَلْفَیَا سَیِّدَهَا لَدَا الْبَابِ ؕ قَالَتْ مَا جَزَآءُ مَنْ اَرَادَ بِاَهْلِكَ سُوْٓءًا اِلَّاۤ اَنْ یُّسْجَنَ اَوْ عَذَابٌ اَلِیْمٌ (25)
(૨૫) અને બંને દરવાજા તરફ દોડ્યા, તે સ્ત્રીએ યૂસુફનું ખમીશ પાછળથી ખેંચીને ફાડી નાખ્યુ, અને તે સ્ત્રીનો પતિ બંનેને દરવાજાની નજીક મળી ગયો, તો કહેવા લાગી કે, “જે માણસ તારી પત્ની સાથે બૂરી ઈચ્છા રાખે બસ તેની સજા એ છે કે તેને કેદી બનાવી લેવામાં આવે અથવા કોઈ સખત સજા આપવામાં આવે.”
قَالَ هِیَ رَاوَدَتْنِیْ عَنْ نَّفْسِیْ وَ شَهِدَ شَاهِدٌ مِّنْ اَهْلِهَا ۚ اِنْ كَانَ قَمِیْصُهٗ قُدَّ مِنْ قُبُلٍ فَصَدَقَتْ وَ هُوَ مِنَ الْكٰذِبِیْنَ (26)
(૨૬) (યુસુફે) કહ્યું, “આ સ્ત્રીએ મને ફોસલાવવા (મારી મનોકામનાની રક્ષાથી બેપરવાહ કરવા) ચાહતી હતી,” અને સ્ત્રીના પરિવારમાંથી એક માણસે ગવાહી આપી કે જો તેમનું ખમીશ આગળથી ફાટ્યુ હોય તો સ્ત્રી સાચી છે અને યૂસુફ જૂઠ બોલનારાઓમાંથી છે.
وَ اِنْ كَانَ قَمِیْصُهٗ قُدَّ مِنْ دُبُرٍ فَكَذَبَتْ وَ هُوَ مِنَ الصّٰدِقِیْنَ (27)
(૨૭) અને જો તેમનું ખમીશ પાછળથી ફાટ્યુ હોય, તો સ્ત્રી જૂઠી છે અને યૂસુફ સાચાઓમાંથી છે.
فَلَمَّا رَاٰ قَمِیْصَهٗ قُدَّ مِنْ دُبُرٍ قَالَ اِنَّهٗ مِنْ كَیْدِكُنَّ ؕ اِنَّ كَیْدَكُنَّ عَظِیْمٌ (28)
(૨૮) તો તેના પતિએ જોયું કે ખમીશ પાછળથી ફાટ્યુ છે તો એવું સ્પષ્ટ કહી દીધું કે, “આ તો તમારી સ્ત્રીઓની ચાલાકીઓ છે, બેશક તમારા હથકંડા ભારે છે.”
یُوْسُفُ اَعْرِضْ عَنْ هٰذَا سكتة وَ اسْتَغْفِرِیْ لِذَنْۢبِكِ ۖۚ اِنَّكِ كُنْتِ مِنَ الْخٰطِئِیْنَ ۧ (29)
(૨૯) યૂસુફ, હવે આ વાતને જતી કરો અને (હે સ્ત્રી) પોતાના ગુનાહોની માફી માંગ, બેશક તુ ગુનેહગારોમાંથી છે. (ع-૩)