(૯) (તમે) કહી દો કે, “શું તમે તે (અલ્લાહ)નો ઈન્કાર કરો છો અને તમે તેનો ભાગીદાર ઠેરવો છો જેણે બે દિવસમાં ધરતીને પેદા કરી ? તમામ સૃષ્ટિનો રબ તે જ છે.
(૧૦) અને તેણે ધરતી પર પર્વતો જમાવી દીધા, તેમાં બરકતો મૂકી દીધી અને તેમાં રહેનારાઓના ખોરાકનો અંદાજો તેમાં જ કરી દીધો,[1] ફક્ત ચાર જ દિવસમાં, પ્રશ્ન કરવાવાળાઓ માટે સમાન રૂપથી.[2]
(૧૧) પછી આકાશ તરફ બુલંદ થયો અને તે ધુમાડો હતું, તો તેણે આકાશ અને ધરતીને આદેશ આપ્યો કે તમે બંને હાજર થાઓ, ચાહો કે ન ચાહો,[1] બંનેએ કહ્યું કે, “અમે ખુશી ખુશી હાજર થઈ ગયા.”
(૧૨) તો તેણે બે દિવસમાં સાત આકાશો બનાવી દીધા, દરેક આકાશમાં તેને લગતા કામોના હુકમોની વહી મોકલી દીધી, અને અમે દુનિયાના આકાશને તારાઓ વડે શણગાર્યુ અને તેની સુરક્ષા કરી, આ યોજના અલ્લાહ જબરજસ્ત જાણનારની છે.
(૧૩) હજુ પણ આ લોકો મોઢું ફેરવે તો કહી દો કે, “હું તમને તે કડાકાથી ડરાવી દઉં છું જે આદ અને સમૂદની કોમના કડાકા બરાબર હશે.”
(૧૪) તેમના પાસે જ્યારે તેમના આગળ-પાછળથી રસૂલો આવ્યા કે તમે અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરો, તો તેઓએ જવાબ આપ્યો કે, “જો અમારો રબ ચાહતો તો ફરિશ્તાને મોકલતો, અમે તો તમારી રિસાલતનો સંપૂર્ણ ઈન્કાર કરીએ છીએ.”
(૧૫) તો જ્યારે આદે વગર કારણે ધરતી પર ઘમંડ કર્યો અને કહેવા લાગ્યા કે, “અમારાથી વધારે શક્તિશાળી કોણ છે ?” શું તેઓને એ ન સૂઝ્યું કે જેણે તેમને પેદા કર્યા છે તે તેમનાથી વધારે શક્તિશાળી છે? તેઓ (છેવટ સુધી) અમારી આયતોનો ઈન્કાર જ કરતા રહ્યા.
(૧૬) તો છેવટે અમે તેમના ઉપર સખત તોફાની હવા અશુભ દિવસોમાં[1] મોકલી દીધી જેથી તેમને દુનિયાની જિંદગીમાં અપમાનજનક અઝાબની મજા ચખાડીએ, (વિશ્વાસ કરો) કે આખિરતનો અઝાબ તો આનાથી પણ વધારે અપમાનજનક છે, અને તેઓની મદદ કરવામાં નહિં આવે.
(૧૭) અને રહ્યા સમૂદ, તો અમે તેમનું પણ માર્ગદર્શન કર્યુ પણ તેઓએ માર્ગદર્શન પર આંધળા રહેવાને મહત્વ આપ્યું, જેના કારણે તેમને (સંપૂર્ણ રીતે) અપમાનિત કરનાર અઝાબના કડાકાએ તેમના કરતૂતોના કારણે પકડી લીધા.[1]
(૧૮) અને ઈમાનવાળાઓ અને પરહેઝગારોને (સંયમીઓને) અમે બચાવી લીધા. (ع-૨)