(૧૦૫) બેશક અમે તમારા તરફ સત્યની સાથે કિતાબ ઉતારી છે, જેથી તમે લોકો વચ્ચે તેના હિસાબથી ફેંસલો કરો જેનાથી અલ્લાહ (તઆલા)એ તમને વાકેફ કર્યા, અને ખયાનત કરનારાઓના હિમાયતી ન બનો.
(૧૦૮) તેઓ લોકોથી તો છૂપાઈ જાય છે પરંતુ અલ્લાહ (તઆલા)થી છૂપાઈ શકતા નથી, તે તો તેમના સાથે છે જ્યારે તેઓ રાત્રિમાં અપ્રિય વાતોની યોજના બનાવે છે અને અલ્લાહે તેમના કરતૂતોને ઘેરી લીધેલ છે.
(૧૦૯) હા, તમે એ લોકો છો જે એમના અધિકાર માટે દુનિયાથી લડ્યા, પરંતુ ક્યામતના દિવસે એમના તરફથી અલ્લાહ સાથે કોણ તકરાર કરશે ? અને કોણ એમનો વકીલ બનીને ઊભો હશે?