(૩૨) તેણે કહ્યું કે, “હે મારા દરબારીઓ ! તમે મારા મામલામાં મને સલાહ આપો, હું કોઈ પણ મામલાનો અંતિમ નિર્ણય નથી લેતી જયાં સુધી તમારી હાજરી અને સલાહ ન હોય.”
(૩૩) તેમણે જવાબ આપ્યો કે, “અમે મજબૂત અને શક્તિશાળી તથા લડવાવાળા લોકો છીએ, આગળ તમને અધિકાર છે તમે પોતે જ વિચારો કે અમને શું આદેશ આપવો છે.”
(૩૪) તેણે કહ્યું કે, “બાદશાહ જ્યારે કોઈ વસ્તીમાં દાખલ થાય છે તો તેને વેરાન કરી દે છે અને ત્યાંના આબરૂદાર લોકોને અપમાનિત કરે છે અને આ લોકો પણ આવું જ કરશે.
(૩૫) અને હું તેમને એક ભેટ મોકલુ છું પછી જોઉં છું કે મારા એલચી શુ જવાબ લઈને પાછા ફરે છે.”[1]
(૩૬) જ્યારે (એલચી) સુલેમાન પાસે પહોંચ્યો તો આપે કહ્યું, “શું તમે ધન વડે મારી મદદ કરવા ચાહો છો? મને તો મારા રબે જે તમને આપ્યુ છે તેના કરતા પણ વધારે આપી રાખ્યુ છે આથી તમે જ તમારી ભેટથી ખુશ રહો.
(૩૭) જા તેમની તરફ પાછો ફર, અમે તેમના પાસે એવી સેના લઈને આવીશું જેનો મુકાબલો કરવાની તેમનામાં તાકાત નહિ હોય, અને અમે તેમને અપમાનિત અને પરાજિત કરીને ત્યાંથી બહાર કાઢીશું.”[1]
(૩૮) (સુલેમાને) કહ્યું, “હે દરબારીઓ! તમારામાંથી કોઈ એવો છે જે તેમના મુસલમાન થઈ મારા સામે હાજર થતાં પહેલા જ તેનું સિંહાસન મને લાવી આપે?”
(૩૯) એક શક્તિશાળી જિન્નાત કહેવા લાગ્યો, “તમને પોતાને આ જગ્યાએથી ઊઠતા પહેલા જ હું તેને તમારા પાસે હાજર કરી દઉં છું, વિશ્વાસ રાખો કે હું આની તાકાત ધરાવુ છું અને અમાનતદાર પણ છું.”
(૪૦) જેના પાસે કિતાબનું ઈલ્મ હતુ તે બોલી ઊઠયો કે, “તમે આંખનો પલકારો મારો તે પહેલા હું તેને તમારા પાસે લાવી શકુ છું”[1] જ્યારે સુલેમાને તેને પોતાના પાસે મુકેલું જોયું તો કહેવા લાગ્યા, “આ મારા રબનો ઉપકાર છે, જેથી તે મને જાણી લે કે હું શુક્રગુજારી કરૂં છું કે નાશુક્રી. શુક્રગુજારી કરવાવાળો પોતાના ફાયદા માટે જ શુક્રગુજારી કરે છે અને જો નાશુક્રી કરે તો મારો રબ બેનિયાઝ અને મહાન છે.
(૪૧) હુકમ આપ્યો કે તેના સિંહાસનમાં થોડો ફેરફાર કરી દો, અમે જોઈશું કે તે માર્ગ પામી લે છે કે જેઓ માર્ગ નથી પામતા તેમનામાંથી થાય છે.
(૪૨) પછી જયારે તે આવી ગઈ તો તેને પૂછ્યું કે, “શું તારું સિંહાસન આવું જ છે ? ” તેણે જવાબ આપ્યો કે, “આ તો જાણે કે તે જ છે અમને આના પહેલા જ ઈલ્મ આપવામાં આવ્યું હતું અને અમે મુસલમાન હતા.
(૪૩) અને તેને (ઈમાન લાવવાથી) તે વસ્તુએ રોકી રાખી હતી જેમની તે અલ્લાહના સિવાય બંદગી કરી રહી હતી, બેશક તે કાફિર લોકોમાંથી હતી.
(૪૪) તેને કહેવામાં આવ્યું કે મહેલમાં પ્રવેશ કર, જેને જોઈ એવું સમજી કે જળાશય છે તેણે પોતાની પિંડલીઓ ખોલી નાખી, (સુલેમાને) કહ્યું, “આ તો કાચનું બનેલ છે.” કહેવા લાગી, “મારા રબ! મેં મારા જીવ પર જુલ્મ કર્યો, હવે હું સુલેમાન સાથે અલ્લાહ સમગ્ર સૃષ્ટિના રબની આજ્ઞાંકિત બનુ છું.”[1] (ع-૩)