(૧૮૯) તે (અલ્લાહ તઆલા) એવો છે કે જેણે તમને ફક્ત એક જીવમાંથી પેદા કર્યા, અને તેનાથી તેનું જોડું બનાવ્યું,[1] જેથી તે પોતાના જોડા પાસે સંતોષ પ્રાપ્ત કરે,[2] પછી પતિ અને પત્નીની નિકટતા કરી, તો તેને હળવો ગર્ભ રહી ગયો, પછી તે તેને લઈને હરતી-ફરતી રહી, જ્યારે તે ભાર અનુભવવા લાગી તો પતિ-પત્ની બંનેએ અલ્લાહથી જે તેમનો માલિક છે દુઆ કરવા લાગ્યા કે જો તેં અમને તંદુરસ્ત બાળક પ્રદાન કર્યું તો અમે તારા આભારી થઈશું.[3]
(૧૯૦) તો જ્યારે અલ્લાહે બંનેને તંદુરસ્ત બાળક આપ્યુ તો તેઓ અલ્લાહની બક્ષિસમાં બીજાઓને ભાગીદાર ઠેરવવા લાગ્યા,[3] એટલા માટે અલ્લાહ પવિત્ર છે તેમના શિર્ક કરવાથી.
(૧૯૧) શું એવાને ભાગીદાર ઠેરવો છો જે કોઈ વસ્તુ બનાવી ન શકે, (બલ્કે) સ્વયં એમને જ બનાવવામાં આવ્યા હોય.
(૧૯૨) અને તેઓ તેમને કોઈ પ્રકારની મદદ નથી કરી શકતા અને તેઓ પોતે પોતાની મદદ નથી કરી શકતા.
(૧૯૩) અને જો તમે કોઈ વાત બતાવવા માટે તેમને પોકારો તો તમારા કહેવા પર ન ચાલે, તમારા માટે બંને સ્થિતિ સમાન છે. ચાહે તમે તેમને પોકારો અથવા ન પોકારો.
(૧૯૪) હકીકતમાં તમે અલ્લાહને છોડીને જેમને પોકારો (બંદગી કરો) છો તેઓ તો તમારા જેવા બંદાઓ છે, તો તમે તેમને પોકારો, પછી તેમને જોઈએ કે તેઓ તમારું કહેવું કરી દે જો તમે સાચા છો.
(૧૯૫) શું તેમના પગ છે કે તેનાથી ચાલતા હોય, અથવા તેમના હાથ છે કે તેનાથી કોઈ વસ્તુને પકડી શકે, અથવા તેમની આંખો છે કે તેનાથી જોતા હોય, અથવા તેમના કાન છે કે તેનાથી સાંભળતા હોય, તમે કહી દો કે તમે પોતાના બધા ભાગીદારોને બોલાવી લો પછી મને (નુકસાન પહોંચાડવાની) યુક્તિઓ કરો, પછી મને ક્ષણિક તક પણ ન આપો.
(૧૯૬) બેશક મારો સહાયક અલ્લાહ જ છે જેણે આ કિતાબ (પવિત્ર કુરઆન) ઉતારી અને તે નેક લોકોની મદદ કરે છે.
(૧૯૭) અને તમે લોકો અલ્લાહને છોડીને જેમને પોકારો (બંદગી કરો) છો તેઓ તમારી કોઈ મદદ કરી શકતા નથી અને ન તેઓ પોતે પોતાની મદદ કરી શકે છે.[1]
(૧૯૮) અને જો તેમને કોઈ વાત બતાવવા માટે પોકારો તો તેને ન સાંભળે, અને તેમને તમે જુઓ છો કે તેઓ તમને જોઈ રહ્યા છે અને તેઓ કશુ પણ જોતા નથી.
(૧૯૯) તમે દરગુજરનો રસ્તો અપનાવો, ભલાઈના કામોની તાલીમ આપો, અને અજ્ઞાનીઓથી અલગ રહો.
(૨૦૦) અને જો તમને કોઈ શંકા શેતાન તરફથી આવવા લાગે તો અલ્લાહની પનાહ માંગી લો, બેશક તે બધું જ સાંભળનાર અને જાણનાર છે.
(૨૦૧) બેશક જે લોકો (અલ્લાહથી) ડરે છે જ્યારે તેમને કોઈ શંકા શેતાન તરફથી આવી જાય છે તો તેઓ યાદમાં લાગી જાય છે, છેવટે અચાનક તેમની આંખો ખુલી જાય છે.[1]
(૨૦૨) અને જેઓ શેતાનોના પેરોકાર છે તેઓ તેમને મુસીબતમાં ખેંચી લઈ જાય છે પછી તેઓ નથી રોકાતા.
(૨૦૩) અને જ્યારે તમે કોઈ ચમત્કાર તેમના સામે રજૂ નથી કરતા તો તે લોકો કહે છે કે તમે આ ચમત્કાર કેમ ન લાવ્યા. (તમે) ફરમાવી દો કે હું તેનું અનુસરણ કરૂ છું જે મારા ઉપર મારા રબ તરફથી આદેશો મોકલવામાં આવ્યા છે એ માનો કે તમારા રબ તરફથી ઘણી દલીલો છે અને હિદાયત અને કૃપા છે તે લોકો માટે જેઓ ઈમાનવાળા છે.
(૨૦૪) અને જ્યારે કુરઆન પઢવામાં આવે તો તેને ધ્યાનપૂર્વક સાંભળો અને ચૂપ રહો, આશા છે કે તમારા ઉપર કૃપા (રહમ) કરવામાં આવે.[1]
(૨૦૫) અને (હે મનુષ્ય ! ) પોતાના મનમાં આજીજી અને ડર રાખીને રબને યાદ કરતો રહે, સવારે અને સાંજે ઉંચા અવાજે અને અવાજ ધીમો કરીને, અને ગાફેલ લોકોમાં ન થતો.
(૨૦૬) બેશક જે લોકો મારા રબના નજદીક છે તેઓ તેની બંદગીથી ઘમંડ નથી કરતા, અને તેની પવિત્રતાનું વર્ણન કરે છે અને તેને સિજદો કરે છે. (ع-૨૪) {સિજદો-૧}