(૫૧) શું તમે તેમને નથી જોયા જેમને કિતાબનો કેટલોક ભાગ મળ્યો છે જેઓ મૂર્તિઓ પર અને જૂઠા દેવતાઓ પર ઈમાન રાખે છે, અને કાફિરોની તરફેણમાં કહે છે કે આ લોકો ઈમાનવાળાઓથી વધારે સાચા રસ્તા પર છે.
(૫૨) આ તે લોકો છે જેમના ઉપર અલ્લાહ (તઆલા) એ લા'નત કરી છે અને જેમને અલ્લાહ (તઆલા) લા'નતી કહી દે તો તમે તેમનો કોઈ મદદ કરવાવાળો નહિં જુઓ.
(૫૩) શું તેમનો કોઈ હિસ્સો રાજયમાં છે ? જો આવું હોય તો પછી તેઓ કોઈને એક ખજૂરની ગુઠલી ના ફાંકા બરાબર પણ કશુ નહિં આપે.
(૫૪) અથવા આ લોકોથી ઈર્ષા રાખે છે, તેના પર જે અલ્લાહ (તઆલા)એ પોતાની મહેરબાનીથી તેમને આપ્યું છે તો અમે તો ઈબ્રાહીમની સંતાનને કિતાબ અને હિકમત પણ આપી અને મોટુ રાજય પણ પ્રદાન કર્યું.
(૫૫) પછી તેમનામાંથી કેટલાકે તો તે કિતાબને માની અને કેટલાક તેનાથી રોકાઈ ગયા[49] અને જહન્નમની ભડકે બળતી આગ જ પૂરતી છે.
(૫૬) જે લોકોએ અમારી આયતોનો ઈન્કાર કર્યો તેમને અમે જરૂર આગમાં નાખીશું, જયારે તેમની ચામડી બળી જશે, અમે તેના સિવાય બીજી ચામડી બદલી દઈશું, જેથી તેઓ અઝાબનો સ્વાદ ચાખતા રહે, બેશક અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમતવાળો છે.
(૫૭) અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા, અમે નજીકના ભવિષ્યમાં તેમને તે જન્નતોમાં લઈ જઈશું જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે તેમના માટે ત્યાં પવિત્ર પત્નીઓ હશે અને અમે તેમને ઘટાદાર છાંયડામાં (પૂરી આરામદાયક જગ્યામાં) લઈ જઈશું.
(૫૮) અલ્લાહ (તઆલા) તમને હુકમ આપે છે કે અમાનત તેમના માલિકોને પહોંચાડી દો, અને જયારે લોકો વચ્ચે ફેંસલો કરો તો ન્યાયપૂર્વક ફેંસલો કરો,[50] બેશક તે સારી વાત છે જેની તાલીમ અલ્લાહ (તઆલા) તમને આપી રહ્યો છે, બેશક અલ્લાહ (તઆલા) સાંભળવાવાળો અને જોવાવાળો છે.
(૫૯) અય ઈમાનવાળાઓ! અલ્લાહના હુકમનું પાલન કરો અને રસૂલ (ﷺ) ના, અને પોતાનામાંથી હાકિમોનો હુકમ માનો, પછી જો કોઈ વાતમાં મતભેદ કરો તો તેને પલટાવો અલ્લાહ (તઆલા) અને રસૂલ (ﷺ) ની તરફ, જો તમને અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન છે, આ સૌથી સારૂ છે અને પરિણામની દ્રષ્ટિએ ઘણું સારૂં છે.[51] (ع-૮)