Surah Al-Bayyinah
સૂરહ અલ-બૈયિનહ
સૂરહ અલ-બૈયિનહ
સૂરહ અલ-બૈયિનહ (૯૮)
સ્પષ્ટ પુરાવો
સૂરહ અલ-બૈયિનહ[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં આઠ (૮) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) કિતાબવાળાઓના કાફિર અને મૂર્તિપૂજક લોકો, જ્યાં સુધી કે તેમના પાસે સ્પષ્ટ નિશાની ન આવી જાય અટકવાના ન હતા. (તે નિશાની એ હતી કે)
(૨) અલ્લાહ (તઆલા) તરફથી એક રસુલ જે પવિત્ર કિતાબ પઢે.
(૩) જેમાં સીધા અને ખરા હુકમો હોય.[2]
(૪) કિતાબવાળાઓ પોતાના પાસે સ્પષ્ટ નિશાની આવી ગયા પછી જ મતભેદ માં પડીને વહેંચાઈ ગયા.
(૫) તેમને એના સિવાય કોઈ આદેશ ન આપવામાં આવ્યો કે ફક્ત અલ્લાહની બંદગી કરે તેના માટે જ ધર્મને શુદ્ધ (વિશિષ્ટ) કરીને. (ઈબ્રાહીમ) એકેશ્વરવાદીના[3] ધર્મ પર, અને નમાઝની પાબંદી રાખે અને ઝકાત આપતા રહે, આ જ ધર્મ સાચો છે.
(૬) બેશક કિતાબવાળાઓ અને મુશરિકોમાંથી જે લોકોએ કુફ્ર કર્યું, તેઓ જહન્નમની આગમાં જશે જ્યાં તેઓ હંમેશા રહેશે, તે લોકો બહુ જ ખરાબ મખલૂક છે.
(૭) બેશક જે લોકો ઈમાન લાવ્યા અને ભલાઈના કામ કર્યા, તે લોકો બહેતરીન મખલૂક છે.
(૮) તેમનો બદલો તેમના રબ પાસે હંમેશા રહેવાવાળી જન્નત છે. જેની નીચે (ઠંડા પાણીની) નહેરો વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ (તઆલા) તેમનાથી પ્રસન્ન થયો અને તેઓ તેનાથી (અલ્લાહથી), આ છે તેના માટે જે પોતાના રબથી ડરે.[4] (ع-૧)