Surah Ar-Rum

સૂરહ અર્-રૂમ

રૂકૂઅ : ૬

આયત ૫૪ થી ૬૦

اَللّٰهُ الَّذِیْ خَلَقَكُمْ مِّنْ ضُؔعْفٍ ثُمَّ جَعَلَ مِنْۢ بَعْدِ ضُؔعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِنْۢ بَعْدِ قُوَّةٍ ضُؔعْفًا وَّ شَیْبَةً ؕ یَخْلُقُ مَا یَشَآءُ ۚ وَ هُوَ الْعَلِیْمُ الْقَدِیْرُ (54)

(૫૪) અલ્લાહ (તઆલા) તે છે જેણે તમને કમજોર હાલતમાં પેદા કર્યા, ત્યારબાદ તે કમજોરીના પછી શક્તિ પ્રદાન કરી, ત્યારબાદ તે શક્તિ પછી કમજોરી અને વૃધ્ધાવસ્થા કરી દીધી, તે જે કંઈ ચાહે છે પેદા કરે છે, તે બધાને સારી રીતે જાણે છે અને દરેક વસ્તુ પર સામર્થ્ય ધરાવે છે.


وَ یَوْمَ تَقُوْمُ السَّاعَةُ یُقْسِمُ الْمُجْرِمُوْنَ { ۙ٥} مَا لَبِثُوْا غَیْرَ سَاعَةٍ ؕ كَذٰلِكَ كَانُوْا یُؤْفَكُوْنَ (55)

(૫૫) અને જે દિવસે કયામત આવી જશે, ગુનેહગાર લોકો કસમ ખાશે કે (દુનિયામાં) એક ક્ષણથી વધારે રોકાયા નથી, આવી જ રીતે તેઓ ભટકેલા જ રહ્યા.


وَ قَالَ الَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ وَ الْاِیْمَانَ لَقَدْ لَبِثْتُمْ فِیْ كِتٰبِ اللّٰهِ اِلٰى یَوْمِ الْبَعْثِ {ز} فَهٰذَا یَوْمُ الْبَعْثِ وَ لٰكِنَّكُمْ كُنْتُمْ لَا تَعْلَمُوْنَ (56)

(૫૬) અને જે લોકોને ઈલ્મ અને ઈમાન પ્રદાન કર્યુ, તેઓ જવાબ આપશે કે તમે તો જેવું કે અલ્લાહની કિતાબમાં છે કયામતના દિવસ સુધી પડ્યા રહ્યા, આજનો આ દિવસ કયામતનો જ છે પરંતુ તમે તો વિશ્વાસ જ કરતા ન હતા.


فَیَوْمَئِذٍ لَّا یَنْفَعُ الَّذِیْنَ ظَلَمُوْا مَعْذِرَتُهُمْ وَ لَا هُمْ یُسْتَعْتَبُوْنَ (57)

(૫૭) તો તે દિવસે જાલિમોને તેમની દલીલ કંઈ કામ નહિ આવે, ન તેમના પાસે માફી મંગાવવામાં આવશે ન કર્મ માંગવામાં આવશે.


وَ لَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِیْ هٰذَا الْقُرْاٰنِ مِنْ كُلِّ مَثَلٍ ؕ وَ لَئِنْ جِئْتَهُمْ بِاٰیَةٍ لَّیَقُوْلَنَّ الَّذِیْنَ كَفَرُوْۤا اِنْ اَنْتُمْ اِلَّا مُبْطِلُوْنَ (58)

(૫૮) અને બેશક અમે આ કુરઆનમાં લોકોના સામે બધા ઉદાહરણો વર્ણન કર્યા છે, તમે તેમના પાસે કોઈ પણ નિશાની લાવો, આ કાફિરો તો એમ જ કહેશે કે, “તમે જૂઠા છો.”


كَذٰلِكَ یَطْبَعُ اللّٰهُ عَلٰى قُلُوْبِ الَّذِیْنَ لَا یَعْلَمُوْنَ (59)

(૫૯) અલ્લાહ (તઆલા) તેમના દિલો પર આવી રીતે મહોર મારી દે છે જેઓ સમજ નથી ધરાવતા.


فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّ لَا یَسْتَخِفَّنَّكَ الَّذِیْنَ لَا یُوْقِنُوْنَ ۧ (60)

(૬૦) તો તમે સબ્ર કરો, બેશક અલ્લાહનો વાયદો સાચો છે, તમને તે લોકો હળવા ન સમજે, જેઓ વિશ્વાસ કરતા નથી. (ع-)