(૩૦) અને જે કંઈ પણ મુસીબત તમને પહોંચે તમારા પોતાના હાથોના કરતૂતો (નો બદલો) છે તે ઘણી બધી વાતોને માફ કરી દે છે.
(૩૧) અને તમે અમને ધરતી પર વિવશ કરનારા નથી, અને તમારા માટે અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈ સંરક્ષક નથી અને ન મદદ કરનાર.
(૩૨) અને સમુદ્રમાં ચાલવાવાળા પર્વતો જેવા વહાણો તેની નિશાનીઓમાંથી છે.[1]
(૩૩) જો તે ચાહે તો હવા બંધ કરી દે અને આ વહાણો સમુદ્રમાં થોભી જાય, બેશક આમાં સબ્ર કરવાવાળા અને આભાર માનવાવાળા માટે મોટી નિશાનીઓ છે.
(૩૪) અથવા તેમને તેમના કરતૂતોના કારણે બરબાદ કરી દે.[1] તે તો ઘણી બધી ભૂલોને માફ કરી દે છે.
(૩૫) અને જે લોકો અમારી આયતોમાં ઝઘડે છે તેઓ જાણી લે કે તેમના માટે કોઈ છૂટકારો નથી.
(૩૬) તો તમને જે કંઈ આપવામાં આવ્યું છે તે દુનિયાની જિંદગીનો થોડોક સામાન છે અને અલ્લાહ (તઆલા) પાસે જે છે તે તેનાથી કેટલાય ગણું બહેતર[1] અને બાકી રહેનાર છે, તે એ લોકો માટે છે જેઓ ઈમાન લાવ્યા અને માત્ર પોતાના રબ પર જ ભરોસો કરે છે.
(૩૭) અને તેઓ મોટા ગુનાહોથી અને બેશરમીની વાતોથી બચે છે અને ગુસ્સાના સમયે (પણ) માફ કરી દે છે.
(૩૮) અને પોતાના રબના હુકમને સ્વીકારે છે, અને નમાઝ પાબંદીથી કાયમ કરે છે,[1] અને તેમનું દરેક કામ પરસ્પર સલાહ સૂચનથી થાય છે.[2] અને જે કંઈ અમે તેમને આપી રાખ્યું છે તેમાંથી (અમારા નામ પર) ખર્ચ કરે છે.
(૩૯) અને જ્યારે તેમના પર દમન (અને અત્યાચાર) થાય તો તેઓ ફક્ત બદલો લઈ લે છે.[1]
(૪૦) અને બૂરાઈનો બદલો તેના જેવી બૂરાઈ છે, અને જો કોઈ માફ કરી દે અને સુધાર કરી લે તો તેનો બદલો અલ્લાહ પર છે, હકીકતમાં અલ્લાહ (તઆલા) જાલિમોને પસંદ નથી કરતો.
(૪૧) અને જે લોકો અત્યાચારનો ભોગ બન્યા પછી (બરાબર) બદલો લઈ લે તો આવા લોકો પર (નિંદાનો) કોઈ માર્ગ નથી.
(૪૨) આ માર્ગ ફક્ત તે લોકો પર છે જે પોતે બીજાઓ પર જુલ્મ કરે અને ધરતી પર નાહક ફસાદ મચાવતા ફરે, આ જ લોકો છે જેમના માટે પીડાકારી સજાઓ છે.
(૪૩) અને જે વ્યક્તિ સબ્ર કરી લે અને માફ કરી દે, તો બેશક આ એક મોટા હિંમતના કામોમાંથી (એક કામ) છે. (ع-૪)