(૧૦) અને અમે દાઉદ ઉપર અમારી કૃપા કરી,[1] હે પર્વતો! તેના સાથે મારી તસ્બીહ (મહિમાગાન) કર્યા કરો અને પક્ષીઓને પણ (આ જ હુકમ છે) અને અમે તેના માટે લોખંડને નરમ કરી દીધું.
(૧૧) જેથી તું પૂરેપૂરી કવચો બનાવ અને જોડામાં અંદાજો રાખ, અને તમે બધા નેક કામ કરો (યકીન કરો) હું તમારા કાર્યોને જોઈ રહ્યો છું.
(૧૨) અને અમે સુલેમાન માટે હવાને (કાબૂમાં કરી દીધી), કે સવારની મંઝીલ તેની એક મહિનાની થતી હતી અને સાંજની મંઝીલ પણ,[1] અને અમે તેના માટે તાંબાનું ઝરણું વહેવડાવી દીધું.[2] અને તેના રબના હુકમથી કેટલાક જિન્નાતો પણ જે તેના આધીન થઈ તેના પાસે કામ કરતા હતા, અને તેમનામાંથી જે કોઈપણ અમારા હુકમનો અનાદર કરતો તો અમે તેને ભડકે બળતી આગના અઝાબની મજા ચખાડતા.[3]
(૧૩) જે કંઈ સુલેમાન ચાહતા તેને (જિન્નાત) તૈયાર કરી દેતા, જેમકે કિલ્લાઓ, ચિત્રો (સ્મારકો), તળાવના સમાન હોઝ જેવો કે મોટો થાળ અને ચૂલાઓ ઉપર કાયમ મજબૂત દેગડા (મોટા તપેલા), હે દાઉદની સંતાન! તેનો આભાર માનવા માટે નેક કામ કરો, મારા બંદાઓમાંથી શુક્રગુજાર બંદાઓ ઓછા જ હોય છે.
(૧૪) પછી જ્યારે અમે તેમના પર મૃત્યુનો હુકમ મોકલ્યો તો તેની ખબર (જિન્નાતોને) કોઈએ ન આપી સિવાય ઉધઈના કીડાએ જે તેમની લાકડીને ખાઈ રહ્યો હતો, તો જ્યારે સુલેમાન પડી ગયા તે સમયે જિન્નાતોએ જાણી લીધું કે જો તેઓ ગૈબ (પરોક્ષ) નું ઈલ્મ ધરાવતા તો આ અપમાનજનક અઝાબમાં ફસાયેલા ન રહેતા.[1]
(૧૫) સબાની કોમ માટે પોતાની વસ્તીઓમાં (અલ્લાહની કુદરતની) નિશાની હતી,[1] તેમના ડાબે-જમણે બે બાગ હતા (અમે તેમને હુકમ આપ્યો હતો કે) પોતાના રબની પ્રદાન કરેલી રોજી ખાઓ અને તેનો આભાર માનો, આ સ્વચ્છ નગર છે અને રબ માફ કરનાર છે.
(૧૬) પરંતુ તેમણે મોઢું ફેરવી લીધું તો અમે તેમના ઉપર પ્રચંડ પૂર (પાણી) મોકલી દીધું, અને તેમના (લીલાછમ) બાગોના બદલે બીજા બે (એવા) બાગ આપ્યા જે સ્વાદમાં કડવા અને વધારે પડતું ઘાસ અને કેટલાક બોરડીના વૃક્ષોવાળા હતા.
(૧૭) આ હતો તેમના ઈન્કારનો બદલો જે અમે તેમને આપ્યો, અમે (આવી સખત) સજા મોટા-મોટા ઈન્કાર કરનારાઓને જ આપીએ છીએ.
(૧૮) અને અમે તેમના અને તે વસ્તીઓના વચ્ચે જેમાં અમે બરક્ત આપી રાખી હતી, કેટલીક વસ્તીઓ બીજી રાખી હતી જે માર્ગ પર દેખાતી હતી,[1] અને તેમાં મુસાફરીના અંતર પર રાત-દિવસ સુખશાંતિથી હરતાં-ફરતાં રહો.
(૧૯) પરંતુ તેમણે બીજી વખત દુઆ કરી કે, “હે અમારા રબ! અમારી મુસાફરીઓ દૂર સુધી કરી દે.” અને જો કે તેમણે પોતે પોતાના હાથોથી બુરું કર્યુ એટલા માટે અમે તેમને (જુની) વાર્તાના રૂપમાં બનાવી દીધા,[1] અને તેમને વેર-વિખેર કરી નાખ્યા,[2] બેશક દરેક સબ્ર કરનાર અને શુક્રગુજારનાર વ્યક્તિ માટે આ ઘટનામાં ઘણી નિશાનીઓ છે.
(૨૦) અને શેતાને તેમના વિશે પોતાનું અનુમાન સાચું કરી દેખાડ્યું, આ લોકો તેના અનુયાયી બની ગયા સિવાય ઈમાનવાળાઓના એક જૂથના.
(૨૧) અને શેતાનને તેમના ઉપર કોઈ સત્તા ન આપી, પરંતુ એટલા માટે કે અમે તે લોકોને જેઓ આખિરત પર ઈમાન ધરાવે છે તે લોકોમાં (સારી રીતે) જાહેર કરી દઈએ જે તેનાથી શંકામાં છે અને તમારો રબ દરેક વસ્તુ પર દેખરેખ રાખવાવાળો છે. (ع-૨)