Surah Al-Muzzammil
સૂરહ અલ-મુઝ્ઝમ્મિલ
સૂરહ અલ-મુઝ્ઝમ્મિલ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૨૦) બેશક તમારો રબ સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેના લોકોનું એક જૂથ લગભગ બે-તૃત્યાંશ ભાગની રાત અથવા અડધી રાત અથવા ત્રીજા ભાગની રાત (તહજ્જુદની નમાઝ માટે) ઊભા રહો છો [6] અને રાત-દિવસનો પૂરો અંદાજો અલ્લાહ (તઆલા)ને જ હોય છે. તે (સારી રીતે) જાણે છે કે તમે તેને કદાપિ નિભાવી નહિં શકો, તો તેણે તમારા ઉપર મહેરબાની કરી, એટલા માટે જેટલું કુરઆન પઢવું તમારા માટે આસાન હોય એટલું જ પઢો, તે જાણે છે કે તમારામાંથી કેટલાક બીમાર પણ હશે, કેટલાક બીજા લોકો ધરતી પર ફરીને અલ્લાહની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે. કેટલાક અલ્લાહ (તઆલા) ના માર્ગમાં જિહાદ પણ કરશે [7] તો તમે આસાનીથી જેટલું (કુરઆન) પઢી શકો છો તેટલું પઢો, અને નમાઝ પાબંદીથી પઢો અને ઝકાત પણ આપતા રહો અને અલ્લાહ (તઆલા)ને સારું કરજ આપો, અને જે ભલાઈ તમે પોતાના માટે આગળ મોકલશો તેને અલ્લાહ (તઆલા)ને ત્યાં સારી રીતે બદલામાં વધારે મેળવશો [8] અને અલ્લાહ (તઆલા)થી માફી માંગતા રહો, બેશક અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો દયાળુ છે. (ع-૨)