(૭૫ ) તો હું સોગંધ ખાઉ છું તારાઓના ખરી પડવાના.[1]
(૭૬) અને જો તમને જ્ઞાન હોય તો આ બહુ જ મોટા સોગંધ છે.
(૭૭) કે બેશક આ કુરઆન ખૂબ જ ઈજ્જતવાળુ છે.
(૭૮) જે એક સુરક્ષિત કિતાબમાં (લખાયેલ) છે.
(૭૯) જેને ફક્ત પવિત્ર લોકો જ સ્પર્શી શકે છે.[1]
(૮૦) આ સમગ્ર દુનિયાના રબ તરફથી ઉતારવામાં આવ્યું છે.
(૮૧) તો શું તમે આવી વાતને સાધારણ સમજી રહ્યા છો ?
(૮૨) અને પોતાના હિસ્સામાં એ જ લો છો કે જૂઠાડતા ફરો.
(૮૩) તો જ્યારે કે (જીવ) ગળા સુધી આવી જાય.
(૮૪) અને તમે તે સમયે (આંખોથી) જોતા રહો.
(૮૫) અને અમે તે માણસથી તમારા કરતા વધુ નજીક હોઈએ છીએ,[1] પરંતુ તમે નથી જોઈ શકતા.
(૮૬) તો જો તમે કોઈની આજ્ઞાના આધીન નથી.
(૮૭) અને તે વાતમાં સાચા છો તો જરા તે પ્રાણ (જીવ)નેપાછો લઈ આવો.
(૮૮) તો જે કોઈ પણ (અલ્લાહના દરબાર)માં નિકટવર્તી હશે.[1]
(૮૯) તેને તો સુખ છે અને ખોરાક છે અને નેઅમતોવાળી જન્નત છે.
(૯૦) અને જે માણસ જમણી બાજુવાળાઓમાંથી છે.[1]
(૯૧) તો પણ સલામ છે તારા માટે કે તું જમણી બાજુવાળાઓમાંથી છે.
(૯૨) પરંતુ જો કોઈ જૂઠાડવાવાળા ગુમરાહોમાંથી છે.[1]
(૯૩) તો ઊકળતા પાણીથી મહેમાની થશે.
(૯૪) અને જહન્નમમાં જવાનું છે.
(૯૫) આ (ખબર) તદ્દન સત્ય અને ખરેખર નિશ્ચિત છે.
(૯૬) તો તમે તમારા મહાન રબના નામની પવિત્રતાનું વર્ણન કરો.[1] (ع-૩)