(૧૧૧) અને જો અને તેમના પાસે ફરિશ્તાઓ ઉતારી દેતા, અને તેમના સાથે મડદાં વાતો કરતા, અને તેમના સામે દરેક વસ્તુ જમા કરી દેતા તો (પણ) અલ્લાહની ઈચ્છા વિના આ લોકો યકીન નહિ કરે, પરંતુ તેમનામાંથી વધારે પડતા લોકો બેવકૂફી કરી રહ્યા છે.
(૧૧૨) અને આ રીતે અને જિન્નાતો અને મનુષ્યોમાંથી શેતાનોને દરેક નબીના દુશ્મન બનાવ્યા [1] જેઓ પરસ્પર ધોખો આપવા માટે આકર્ષક વાતોનો વસવસો આપતા રહ્યા અને જો તમારો રબ ચાહત તો તેઓ આવું ન કરતા એટલા માટે તમે તેમને અને તેમની સાઝિશોને છોડી દો (તેમની ફિકર ન કરો).
(૧૧૩) અને જેથી તેમના દિલ તેમના તરફ વળે જેઓ આખિરત ૫૨ ઈમાન નથી રાખતા અને તેઓ તેમનાથી ખુશ થઈ જાય અને તેવા જ ગુનાહો કરી લે જેવા તે લોકો કરતા હતા. [1]
(૧૧૪) તો શું હું અલ્લાહના સિવાય બીજા શાસકની શોધ કરૂ જયારે કે તેણે તમારા તરફ એક વિસ્તારપૂર્વક કિતાબ (કુરઆન) ઉતારી છે? અને અમે જે લોકોને કિતાબ આપી છે તેઓ જાણે છે કે હકીકતમાં તે તમારા રબ તરફથી સત્યની સાથે છે, એટલા માટે તમે શંકા કરવાવાળા ન બનો.[1]
(૧૧૫) અને તમારા રબની વાત સત્ય વચન અને ન્યાયમાં પૂર્ણ થઈ ગઈ, તેના આદેશોને કોઈ બદલનાર નથી અને તે બધુ જ સાંભળે છે અને જાણે છે.
(૧૧૬) અને જો તમે ધરતી પર વસનારા લોકોમાં બહુમતિનું અનુસરણ કરશો તો તેઓ તમને અલ્લાહના માર્ગ ૫૨થી ભટકાવી દેશે, તેઓ ફકત પાયા વગરના વિચારો (કલ્પનાઓ) નું અનુસરણ કરે છે અને અટકળો કરે છે.[1]
(૧૧૭) બેશક તમારો રબ તેમને સારી રીતે જાણે છે, જેઓ તેના માર્ગ પરથી ભટકી જાય છે અને તેમને પણ સારી રીતે જાણે છે, જેઓ તેના માર્ગ ઉપર ચાલે છે.
(૧૧૮) તો જે (જાનવર) ૫૨ અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેમાંથી ખાઓ, જો તમે તેની આયતો ૫૨ ઈમાન રાખતા હોય.[1]
(૧૧૯) અને તમારા માટે એવું તો શું કારણ હોઈ શકે છે કે તમે એવા જાનવરોમાંથી ન ખાઓ જેના ઉપર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય ? જો કે અલ્લાહ (તઆલા)એ તે બધા જાનવરોની વિગત બતાવી દીધી છે જેને તમારા ઉ૫૨ હરામ કરવામાં આવ્યા છે, પરંતુ તે પણ જયારે તમને વધારે જરૂર પડી જાય (તો જાઈઝ છે) અને આ વાત નક્કી છે કે ધણાંખરા લોકો પોતાના ખોટા ઈરાદાઓ પર વગર કોઈ દલીલે ભટકાવે છે, તેમાં કોઈ શંકા નથી કે અલ્લાહ (તઆલા) હદથી વધી જનારાઓને સારી રીતે જાણે છે.
(૧૨૦) તમે ખુલ્લા અને છૂપા ગુનાહોને છોડી દો, બેશક જેઓ ગુનાહોની કમાણી કરે છે તેમને પોતાના ગુનાહ કરવાનો બદલો નજીકમાં જ આપવામાં આવશે.
(૧૨૧) અને તેને ન ખાઓ જે જાનવર ઉપર (ઝબેહ કરતી વખતે) અલ્લાહનું નામ ન લેવામાં આવ્યું હોય અને આ (કર્મ) ફિસ્ક (અવજ્ઞા) છે, [1] અને શેતાન પોતાના સાથીઓને વસવસો આપે છે જેથી તેઓ તમારા સાથે ઝઘડો કરે અને જો તમે તેમનું અનુસરણ કર્યુ તો બેશક તમે મુશરિક (બહુદેવવાદી) થઈ જશો. (ع-૧૪)