Surah Al-An'am

સૂરહ અલ અન્આમ

રૂકૂઅ : ૧૬

આયત ૧૩૦ થી ૧૪૦


یٰمَعْشَرَ الْجِنِّ وَ الْاِنْسِ اَلَمْ یَاْتِكُمْ رُسُلٌ مِّنْكُمْ یَقُصُّوْنَ عَلَیْكُمْ اٰیٰتِیْ وَ یُنْذِرُوْنَكُمْ لِقَآءَ یَوْمِكُمْ هٰذَا ؕ قَالُوْا شَهِدْنَا عَلٰۤى اَنْفُسِنَا وَ غَرَّتْهُمُ الْحَیٰوةُ الدُّنْیَا وَ شَهِدُوْا عَلٰۤى اَنْفُسِهِمْ اَنَّهُمْ كَانُوْا كٰفِرِیْنَ (130)

(૧૩૦) “હૈ જિન્નાતો અને મનુષ્યોના જૂથ! શું તમારા પાસે તમારામાંથી રસૂલ નથી આવ્યાં જે તમારા સામે અમારી આયતો પઢી રહ્યા હોય અને તમને આ (કયામતના) દિવસનો સામનો કરવાથી બાખબર કરતા રહ્યા હોય?" તેઓ કહેશે, “અમે પોતાના વિરૂઘ્ધ ગવાહ છીએ” અને દુનિયાની જિંદગીએ તેમને ધોખો આપ્યો અને પોતાના વિરૂધ્ધ ગવાહી આપશે કે તેઓ કાફિર (સત્યનો ઈન્કાર કરનાર) હતા.


ذٰلِكَ اَنْ لَّمْ یَكُنْ رَّبُّكَ مُهْلِكَ الْقُرٰى بِظُلْمٍ وَّ اَهْلُهَا غٰفِلُوْنَ (131)

(૧૩૧) (રસૂલ મોકલવામાં આવ્યા) કેમ કે તમારો રબ કોઈ વસ્તીવાળાને કોઈ જુલમના કારણે નાશ નથી કરતો જયારે કે તેમાં રહેવાવાળા અજાણ હોય.


وَ لِكُلٍّ دَرَجٰتٌ مِّمَّا عَمِلُوْا ؕ وَ مَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا یَعْمَلُوْنَ (132)

(૧૩૨) અને બધા માટે તેમના કર્મો મુજબ દરજજાઓ છે અને તમારો રબ તેમના કર્મોથી અજાણ નથી જેને તેઓ કરી રહ્યા છે.


وَ رَبُّكَ الْغَنِیُّ ذُو الرَّحْمَةِ ؕ اِنْ یَّشَاْ یُذْهِبْكُمْ وَ یَسْتَخْلِفْ مِنْۢ بَعْدِكُمْ مَّا یَشَآءُ كَمَاۤ اَنْشَاَكُمْ مِّنْ ذُرِّیَّةِ قَوْمٍ اٰخَرِیْنَؕ (133)

(૧૩૩) અને તમારો રબ બેનિયાઝ અને દયાવાન છે જો તે ચાહે તો તમારો નાશ કરી દે અને તમારા પછી જેને ચાહે તમારી જગ્યા ઉપર રાખી દે જેવી રીતે તમને એક બીજી કોમના વંશમાંથી પેદા કર્યા છે.


اِنَّ مَا تُوْعَدُوْنَ لَاٰتٍ ۙ وَّ مَاۤ اَنْتُمْ بِمُعْجِزِیْنَ (134)

(૧૩૪) જે વસ્તુના માટે તમારા સાથે વાયદો કરવામાં આવી રહ્યો છે તે નિશ્ચિત રૂપે આવવાની છે અને તમે (અલ્લાહને) વિવશ નથી કરી શકતા.


قُلْ یٰقَوْمِ اعْمَلُوْا عَلٰى مَكَانَتِكُمْ اِنِّیْ عَامِلٌ ۚ فَسَوْفَ تَعْلَمُوْنَ ۙ مَنْ تَكُوْنُ لَهٗ عَاقِبَةُ الدَّارِ ؕ اِنَّهٗ لَا یُفْلِحُ الظّٰلِمُوْنَ (135)

(૧૩૫) તમે કહી દો કે, “અય મારી કોમ! તમે પોતાની જગ્યાએ પોતાના કર્મ કરતા રહો અને હું પણ (પોતાની જગ્યા ઉ૫૨) કરી રહ્યો છું, તમને જલ્દી ખબર પડી જશે કે કોનું પરિણામ આ દુનિયા પછી (સારૂ) આવે છે", બેશક જાલિમો કદાપિ સફળતા પામી શકતા નથી.


وَ جَعَلُوْا لِلّٰهِ مِمَّا ذَرَاَ مِنَ الْحَرْثِ وَ الْاَنْعَامِ نَصِیْبًا فَقَالُوْا هٰذَا لِلّٰهِ بِزَعْمِهِمْ وَ هٰذَا لِشُرَكَآئِنَا ۚ فَمَا كَانَ لِشُرَكَآئِهِمْ فَلَا یَصِلُ اِلَى اللّٰهِ ۚ وَ مَا كَانَ لِلّٰهِ فَهُوَ یَصِلُ اِلٰى شُرَكَآئِهِمْ ؕ سَآءَ مَا یَحْكُمُوْنَ (136)

(૧૩૬) અને અલ્લાહે જે ખેતી અને જાનવર પેદા કર્યા, તેઓએ તેમાંથી કેટલોક હિસ્સો નક્કી કરી દીધો અને પોતાના ખયાલથી કહે છે કે આ અલ્લાહ માટે છે અને આ અમારા ઠેરવેલા ભાગીદારો માટે છે. પછી જે ભાગીદારોનો (હિસ્સો) છે તે અલ્લાહ સુધી નથી પહોંચતો અને જે અલ્લાહનો છે તે તેમના ભાગીદારો સુધી પહોંચી જાય છે. તેઓ કેવા ખરાબ નિર્ણયો કરે છે.


وَ كَذٰلِكَ زَیَّنَ لِكَثِیْرٍ مِّنَ الْمُشْرِكِیْنَ قَتْلَ اَوْلَادِهِمْ شُرَكَآؤُهُمْ لِیُرْدُوْهُمْ وَ لِیَلْبِسُوْا عَلَیْهِمْ دِیْنَهُمْ ؕ وَ لَوْ شَآءَ اللّٰهُ مَا فَعَلُوْهُ فَذَرْهُمْ وَ مَا یَفْتَرُوْنَ (137)

(૧૩૭) અને આવી જ રીતે ઘણા મુશરિકો માટે તેમના ઠેરવેલા ભાગીદારોએ તેમને બરબાદ કરવા અને તેમના ઉપર તેમના ધર્મને શંકાસ્પદ બનાવવા માટે પોતાના સંતાનની હત્યા સુંદર બનાવી દીધી છે, અને જો અલ્લાહ ચાહત તો તેઓ આવું ન કરતા, તેથી તેમને અને તેમની મનઘડંત વાતોને છોડી દો.


وَ قَالُوْا هٰذِهٖۤ اَنْعَامٌ وَّ حَرْثٌ حِجْرٌ ۖۗ لَّا یَطْعَمُهَاۤ اِلَّا مَنْ نَّشَآءُ بِزَعْمِهِمْ وَ اَنْعَامٌ حُرِّمَتْ ظُهُوْرُهَا وَ اَنْعَامٌ لَّا یَذْكُرُوْنَ اسْمَ اللّٰهِ عَلَیْهَا افْتِرَآءً عَلَیْهِ١ؕ سَیَجْزِیْهِمْ بِمَا كَانُوْا یَفْتَرُوْنَ (138)

(૧૩૮) અને તેઓએ કહ્યું કે “આ જાનવર અને ખેતી હરામ છે, તેમને તે જ (લોકો) ખાઈ શકે જેમને અમે ખવડાવવા ઈચ્છીએ અને કેટલાક જાનવરની પીઠ (એટલે કે સવારી) હરામ છે અને કેટલાક જાનવર ૫૨ (ઝબેહ કરતી વખતે) અલ્લાહનું નામ નથી લેતા અલ્લાહ ૫૨ જૂઠ ઘડવા માટે, અલ્લાહ તેમને તેમના આરોપનો બદલો જલ્દી આપશે.


وَ قَالُوْا مَا فِیْ بُطُوْنِ هٰذِهِ الْاَنْعَامِ خَالِصَةٌ لِّذُكُوْرِنَا وَ مُحَرَّمٌ عَلٰۤى اَزْوَاجِنَا ۚ وَ اِنْ یَّكُنْ مَّیْتَةً فَهُمْ فِیْهِ شُرَكَآءُ ؕ سَیَجْزِیْهِمْ وَصْفَهُمْ ؕ اِنَّهٗ حَكِیْمٌ عَلِیْمٌ (139)

(૧૩૯) અને તેઓએ કહ્યું કે, “આ જાનવરોના ગર્ભમાં જે છે તે અમારા પુરૂષો માટે વિશિષ્ટ છે અને અમારી પત્નીઓ ૫૨ હરામ છે, અને જો મરી ગયેલ હોય તો તેમાં બધા ભાગીદાર છીએ તે (અલ્લાહ) તેમની આ વાતનો જલ્દી બદલો આપશે, બેશક તે હિકમતવાળો અને જાણવાવાળો છે.

قَدْ خَسِرَ الَّذِیْنَ قَتَلُوْۤا اَوْلَادَهُمْ سَفَهًۢا بِغَیْرِ عِلْمٍ وَّ حَرَّمُوْا مَا رَزَقَهُمُ اللّٰهُ افْتِرَآءً عَلَى اللّٰهِ ؕ قَدْ ضَلُّوْا وَ مَا كَانُوْا مُهْتَدِیْنَ ۧ (140)

(૧૪૦) તેઓ નુકસાનમાં પડી ગયા જેમણે અજ્ઞાનતા અને બેવકૂફીના કારણે પોતાની સંતાનને કતલ કરી અને અલ્લાહે જે રોજી આપી હતી તેને અલ્લાહ ૫૨ જૂઠ ઘડીને હરામ ઠેરવી દીધી, તેઓ ભટકી ગયા અને સાચા માર્ગ પર ન રહ્યા. -૧૬)